IPL 2023: રિંકુ સિંહે ઉધાર લીધેલા બેટથી જીત અપાવી, બેટ આપવા માંગતો ન હતો આ ખેલાડી- જુઓ Video

GT vs KKR: અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ગઈ કાલે ગુજરાત ટાઈટન્સ અને કોલકત્તા નાઈટ રાઈડર્સ વચ્ચે રોમાંચક મેચ જોવા મળી હતી. આ મેચમાં રિંકુ સિંહે જે બેટથી સિક્સર ફટકારીને કોલકત્તાને જીત અપાવી હતી, તે બેટટ તેનું હતું જ નહીં. ચાલો જાણીએ તેના બેટ સાથે જોડાયેલી રસપ્રદ વાતો.

IPL 2023: રિંકુ સિંહે ઉધાર લીધેલા બેટથી જીત અપાવી, બેટ આપવા માંગતો ન હતો આ ખેલાડી- જુઓ Video
Rinku singh played with nitish rana bat
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 10, 2023 | 5:30 PM

આજે ચારેય તરફ રિંકુ સિંહના નામની ચર્ચા થઈ રહી છે. ગઈકાલે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાયેલી આઈપીએલની મેચ યાદગાર અને ઐતિહાસિક બની ગઈ છે. ગુજરાત ટાઈટન્સ અને કોલકત્તા નાઈટ રાઈડર્સ વચ્ચે રમાયેલી રોમાંચક મેચમાં અંતિમ ઓવરમાં કોલકત્તાના બેટર રિંકુ સિંહે સતત પાંચ સિક્સર ફટકારીને કોલકત્તાની ટીમને શાનદાર ઐતિહાસિક જીત અપાવી હતી. તમને જણાવી દઈએ કે રિંકુ સિંહે ભાડાની બેટથી ગુજરાત ટાઈટન્સ સામેની મેચમાં ધમાલ મચાવી હતી.

અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ગુજરાત ટાઈટન્સની ટીમે પ્રથમ બેટિંગ કરીને 20 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને 204 રનનો બનાવ્યા હતા. રિંકુ સિંહે અંતિમ ઓવરમાં પાંચ સિક્સર ફટકારીને કોલકત્તાની ટીમને ત્રણ વિકેટથી જીત અપાવી હતી. કોલકત્તાની ટીમની આઈપીએલની 16મી સિઝનમાં આ બીજી જીત હતી. રિંકુ સિંહે કેપ્ટન રાણાની બેટથી અમદાવાદના સ્ટેડિયમમાં ધમાલ મચાવી હતી.

ભારતીય ક્રિકેટર ચહલની રૂમર્ડ ગર્લફ્રેન્ડ RJ મહવિશ છે રૂપ સુંદરી, જુઓ Photos
Wife on Rent : ભારતમાં અહીં ભાડે મળે છે પત્ની, વિશ્વાસ ન થતો હોય તો જોઈ લો
કેનેડામાં જલ્દી મળી જશે PR કરવું પડશે આ એક કામ ! જાણો
ઘરમાં આ જગ્યાઓ પર હોય છે મા લક્ષ્મીનો વાસ, ભર્યા રહે છે ધનના ભંડાર
કઈ સ્વાસ્થ્ય સમસ્યા વાળા લોકોએ ન ખાવું જોઈએ જામફળ ?
જાણો કોણ છે ભારતનો સૌથી મોંઘો સિંગર, જુઓ ફોટો

કેપ્ટન રાણાની બેટથી રિંકુએ મચાવી ધમાલ

કોલકત્તા નાઈટ રાઈડર્સે રોમાંચક જીત બાદ પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર કેપ્ટન નીતિશ રાણાનો એક વીડિયો શેયર કર્યો હતો. કોલકત્તા નાઈટ રાઈડર્સના કેપ્ટન રાણા જણાવ્યું કે, રિંકુ સિંહે મારી બેટથી યશ દયાલની ઓવરમાં ધમાલ મચાવી હતી. તેઓ આખી સૈયદ મુશ્તાક અલી ટૂર્નામેન્ટમાં આ જ બેટથી રમ્યા હતા. મેચ પહેલા રિંકુ સિંહે તેમની પાસે બેટ માંગી હતી, પણ તેઓ તેને બેટ આપવા માંગતા ન હતો. પણ ગમે તે રીતે રિંકુ સિંહ પાસે એ બેટ પહોંચી ગયું હતું. આ બેટનું પિકઅપ સારુ છે અને તે બેટ હલકું પણ છે.

અંતિમ ઓવરમાં રિંકુ સિંહના 5 સિક્સર

અંતિમ ઓવરમાં યશ દયાલની ઓવરમાં રિંકુ સિંહે 5 સિક્સર ફટકારીને શાનદાર જીત અપાવી હતી. આ મેચમાં 3 વિકેટથી કોલકત્તાની ટીમે જીત મેળવી હતી. યશ દયાલે 4 ઓવરમાં 17.30ની એવરેજથી  69 રન આપ્યા હતા. રિંકુ સિંહે 21 બોલમાં 48 રન ફટકાર્યા હતા. 1 ચોગ્ગો અને 6 સિક્સર ફટકાર્યા હતા.

રિંકુ સિંહે અંતિમ ઓવરમાં 30 રન ફટકારીને ધોનીનો રેકોર્ડ તોડ્યો હતો. ધોનીએ આઈપીએલમાં બેંગ્લોર સામે છેલ્લી ઓવરમાં 24 રન ફટકાર્યા હતા. રિંકુ સિંહ કોલકત્તા માટે એક બેસ્ટ ફિનિસર તરીકે ઉભરી આવ્યો છે.

રિંકુ સિંહનો સંઘર્ષ

રિંકુના પ્રારંભિક સંઘર્ષ વિશે વાત કરીએ તો, તેના પિતા સિલિન્ડરનું વિતરણ કરતા હતા. તેમનું બાળપણ 2 રૂમના મકાનમાં વીત્યું હતું. એટલું જ નહીં, પરિવારને આર્થિક મદદ કરવા માટે તેને સફાઈ કામ કરવાનો વિચાર પણ આવ્યો, પરંતુ પછી તેણે બધું છોડીને પોતાની રમત પર ધ્યાન કેન્દ્રિત કર્યું. ઉત્તર પ્રદેશની અંડર 16, અંડર 19, અંડર 23, સેન્ટ્રલ ઝોનમાં રમીને તે રણજી ટ્રોફીમાં પહોંચ્યો અને 2017માં આઈપીએલમાં પ્રવેશ કર્યો. 2018 માં તે પંજાબની ટીમમાંથી કોલકાતાની ટીમમાં આવ્યો હતો.

કોલકાતાએ તેને 80 લાખ રૂપિયામાં ખરીદ્યો હતો. 2019 માં પરવાનગી લીધા વિના, તે અબુ ધાબી T20 ટૂર્નામેન્ટમાં રમવા ગયો હતો. જેના કારણે BCCIએ તેના પર પ્રતિબંધ લગાવી દીધો હતો, પરંતુ તેના પરત ફર્યા બાદ તેણે પોતાની રમતને વધુ ગંભીરતાથી લીધી હતી. BCCIએ તેના પર 3 મહિનાનો પ્રતિબંધ લગાવ્યો હતો.

રમત ગમતના તાજા સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

રમતગમતના તાજા સમાચારIPL 2023,  ટેનિસક્રિકેટ સાથે જોડાયેલા તમામ સમાચાર જાણવા માટે જોડાયેલા રહો

g clip-path="url(#clip0_868_265)">