AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

6,6,6,6,6….અંતિમ ઓવરમાં પાંચ સિક્સર મારનાર રિંકુ સિંહ પર લાગ્યો હતો 3 મહિનાનો બેન, ઝાડુ મારવાનું કરતો હતો કામ

IPL 2023ની સૌથી રોમાંચક મેચમાં કોલકાતા નાઈટ રાઈડર્સે ગુજરાત ટાઈટન્સને 3 વિકેટે હરાવ્યું હતું. એક એવી મેચ જ્યાં આ સિઝનની પ્રથમ હેટ્રિક પણ ટીમને જીતાડવામાં નિષ્ફળ રહી કારણ કે એક બેટ્સમેન છેલ્લી ઓવરમાં સતત 5 છગ્ગા સાથે મેચનો અંત આવ્યો. કોલકત્તાનો રિંકુ સિંહ આ મેચનો હીરો બન્યો હતો.

6,6,6,6,6....અંતિમ ઓવરમાં પાંચ સિક્સર મારનાર રિંકુ સિંહ પર લાગ્યો હતો 3 મહિનાનો બેન, ઝાડુ મારવાનું કરતો હતો કામ
ipl 2023 rinku singh
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 09, 2023 | 9:50 PM
Share

અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આજે રોમાંચક મેચ જોવા મળી હતી. IPL 2023ની સૌથી રોમાંચક મેચમાં કોલકાતા નાઈટ રાઈડર્સે ગુજરાત ટાઈટન્સને 3 વિકેટે હરાવ્યું હતું. એક એવી મેચ જ્યાં આ સિઝનની પ્રથમ હેટ્રિક પણ ટીમને જીતાડવામાં નિષ્ફળ રહી કારણ કે એક બેટ્સમેન છેલ્લી ઓવરમાં સતત 5 છગ્ગા સાથે મેચનો અંત આવ્યો. કોલકત્તાનો રિંકુ સિંહ આ મેચનો હીરો બન્યો હતો.

વેંકટેશ અય્યર, વિજય શંકર, રાશિદ ખાન જેવા ખેલાડીઓના જબરદસ્ત પ્રદર્શને પહેલા જ મેચને ચમકાવી દીધી હતી, પરંતુ રિંકુ સિંહે છેલ્લા 5 બોલમાં 5 છગ્ગા ફટકારીને દરેકની ચમક ઝાંખી પાડી અને પોતાનું નામ કાયમ માટે અમર કરી દીધું. આઈુપીએલના ઈતિહાસમાં અમદાવાદમાં રમાયેલી આ મેચ સૌથી રોમાંચક મેચમાં સામેલ થઈ ગઈ છે.

આજના હીરો રિંકુ સિંહનો સંઘર્ષ

રિંકુના પ્રારંભિક સંઘર્ષ વિશે વાત કરીએ તો, તેના પિતા સિલિન્ડરનું વિતરણ કરતા હતા. તેમનું બાળપણ 2 રૂમના મકાનમાં વીત્યું હતું. એટલું જ નહીં, પરિવારને આર્થિક મદદ કરવા માટે તેને સફાઈ કામ કરવાનો વિચાર પણ આવ્યો, પરંતુ પછી તેણે બધું છોડીને પોતાની રમત પર ધ્યાન કેન્દ્રિત કર્યું. ઉત્તર પ્રદેશની અંડર 16, અંડર 19, અંડર 23, સેન્ટ્રલ ઝોનમાં રમીને તે રણજી ટ્રોફીમાં પહોંચ્યો અને 2017માં આઈપીએલમાં પ્રવેશ કર્યો. 2018 માં તે પંજાબની ટીમમાંથી કોલકાતાની ટીમમાં આવ્યો હતો.

કોલકાતાએ તેને 80 લાખ રૂપિયામાં ખરીદ્યો હતો. 2019 માં પરવાનગી લીધા વિના, તે અબુ ધાબી T20 ટૂર્નામેન્ટમાં રમવા ગયો હતો. જેના કારણે BCCIએ તેના પર પ્રતિબંધ લગાવી દીધો હતો, પરંતુ તેના પરત ફર્યા બાદ તેણે પોતાની રમતને વધુ ગંભીરતાથી લીધી હતી. BCCIએ તેના પર 3 મહિનાનો પ્રતિબંધ લગાવ્યો હતો.

જીત બાદનું સેલિબ્રેશન

અંતિમ ઓવરમાં રિંકુ સિંહના 5 સિક્સર

અંતિમ ઓવરમાં યશ દયાલની ઓવરમાં રિંકુ સિંહે 5 સિક્સર ફટકારીને શાનદાર જીત અપાવી હતી. આ મેચમાં 3 વિકેટથી કોલકત્તાની ટીમે જીત મેળવી હતી. યશ દયાલે 4 ઓવરમાં 17.30ની એવરેજથી  69 રન આપ્યા હતા. રિંકુ સિંહે 21 બોલમાં 48 રન ફટકાર્યા હતા. 1 ચોગ્ગો અને 6 સિક્સર ફટકાર્યા હતા.

રિંકુ સિંહે અંતિમ ઓવરમાં 30 રન ફટકારીને ધોનીનો રેકોર્ડ તોડ્યો હતો. ધોનીએ આઈપીએલમાં બેંગ્લોર સામે છેલ્લી ઓવરમાં 24 રન ફટકાર્યા હતા. રિંકુ સિંહ કોલકત્તા માટે એક બેસ્ટ ફિનિસર તરીકે ઉભરી આવ્યો છે.

રમત ગમતના તાજા સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

રમતગમતના તાજા સમાચારIPL 2023,  ટેનિસક્રિકેટ સાથે જોડાયેલા તમામ સમાચાર જાણવા માટે જોડાયેલા રહો

g clip-path="url(#clip0_868_265)">