AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPL 2024 MI vs RCB Score: મુંબઈએ RCBને 7 વિકેટે હરાવ્યું, સૂર્યાનું તોફાની પ્રદર્શન

Smit Chauhan
| Edited By: | Updated on: Apr 11, 2024 | 11:21 PM
Share

મુંબઈ ઈન્ડિયન્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર IPL 2024 ની 25મી મેચમાં ટકરાશે. બંને ટીમોએ અત્યાર સુધી માત્ર 1-1 મેચ જ જીતી છે. એવામાં આજની મેચમાં બંને ટીમો જીતનો દમદાર પ્રયાસ કરશે અને આજે મજેદાર ટક્કર જોવા મળશે.

IPL 2024 MI vs RCB Score: મુંબઈએ RCBને 7 વિકેટે હરાવ્યું, સૂર્યાનું તોફાની પ્રદર્શન
MI vs RCB

મુંબઈ ઈન્ડિયન્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર… આ બંને ટીમો સ્ટાર્સથી ભરેલી છે, પરંતુ આ સિઝનમાં બંને ટીમોની હાલત ખરાબ છે. મુંબઈએ 4માંથી એક મેચ જીતી છે, જ્યારે RCBએ પાંચમાંથી માત્ર એક જ મેચ જીતી છે. હવે આ બંને ટીમો આમને-સામને છે અને ટક્કર વાનખેડે ખાતે છે, જ્યાં મુંબઈએ દિલ્હી કેપિટલ્સને હરાવ્યું છે. જો કે, મુંબઈને કોર્નર કરવા માટે, બેંગલુરુએ તેની ટીમમાં મોટો ફેરફાર કર્યો છે અને પ્લેઈંગ ઈલેવનમાં વિલ જેક્સને તક આપી છે. IPL માં વિલ જેક્સનું આ ડેબ્યૂ હશે.

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
  • 11 Apr 2024 11:18 PM (IST)

    મુંબઈએ બેંગ્લોરને 7 વિકેટે હરાવ્યું, સૂર્યાનું શાનદાર પ્રદર્શન

    મુંબઈ ઈન્ડિયન્સે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને એકતરફી મેચમાં 7 વિકેટે હરાવ્યું હતું. આરસીબીએ પ્રથમ બેટિંગ કરતા 196 રન બનાવ્યા હતા. જવાબમાં મુંબઈએ 15.3 ઓવરમાં 3 વિકેટ ગુમાવીને મેચ જીતી લીધી હતી. મુંબઈ તરફથી તોફાની બેટિંગ કરતા સૂર્યકુમાર યાદવે 19 બોલમાં 52 રન બનાવ્યા હતા. તેણે 5 ફોર અને 4 સિક્સર ફટકારી હતી. ઈશાન કિશને 34 બોલમાં 69 રન બનાવ્યા હતા. રોહિત શર્માએ 38 રન બનાવ્યા હતા. હાર્દિક પંડ્યાએ 21 રનની અણનમ ઇનિંગ રમી હતી. આ દરમિયાન RCB તરફથી આકાશ દીપ, વિજય કુમાર વિશાક અને વિલ જેક્સે એક-એક વિકેટ લીધી હતી.

  • 11 Apr 2024 11:12 PM (IST)

    મુંબઈએ 14 ઓવરમાં 181 રન બનાવ્યા

    મુંબઈ ઈન્ડિયન્સે 14 ઓવરમાં 3 વિકેટ ગુમાવીને 181 રન બનાવ્યા છે. તિલક વર્મા 5 રન બનાવીને રમી રહ્યો છે. હાર્દિક પંડ્યા 14 રન બનાવીને રમી રહ્યો છે.

  • 11 Apr 2024 11:12 PM (IST)

    મુંબઈને વધુ એક ફટકો, સૂર્યકુમાર આઉટ

    મુંબઈ ઈન્ડિયન્સને મોટો ફટકો પડ્યો છે. સૂર્યકુમાર યાદવ 19 બોલમાં 52 રન બનાવીને આઉટ થયો હતો. તેણે 5 ફોર અને 4 સિક્સર ફટકારી છે. મુંબઈને હવે જીતવા માટે 21 રનની જરૂર છે.

  • 11 Apr 2024 10:59 PM (IST)

    સૂર્યાએ 17 બોલમાં ફટકારી અડધી સદી

    સૂર્યકુમાર યાદવે આક્રમક બેટિંગ કરી હતી અને 17 બોલમાં અડધી સદી ફટકારી હતી. તે 18 બોલમાં 52 રન બનાવીને રમી રહ્યો છે. તેણે 5 ફોર અને 4 સિક્સર ફટકારી છે. મુંબઈએ 13 ઓવરમાં 2 વિકેટ ગુમાવીને 169 રન બનાવ્યા છે. તેને જીતવા માટે માત્ર 28 રનની જરૂર છે.

  • 11 Apr 2024 10:55 PM (IST)

    મુંબઈને જીતવા માટે 46 રનની જરૂર

    મુંબઈ ઈન્ડિયન્સને જીતવા માટે 48 બોલમાં 46 રનની જરૂર છે. ટીમે 12 ઓવરમાં 2 વિકેટ ગુમાવીને 151 રન બનાવ્યા છે. સૂર્યા 12 બોલમાં 34 રન બનાવીને રમી રહ્યો છે. હાર્દિક પંડ્યા 2 બોલમાં 7 રન બનાવીને રમી રહ્યો છે. તેણે સિક્સર ફટકારી છે.

  • 11 Apr 2024 10:54 PM (IST)

    મુંબઈને બીજો ફટકો, રોહિત શર્મા આઉટ

    મુંબઈ ઈન્ડિયન્સને બીજો ઝટકો લાગ્યો છે. રોહિત શર્મા 24 બોલમાં 38 રન બનાવીને આઉટ થયો હતો. વિલ જેક્સે તેને પેવેલિયનનો રસ્તો બતાવ્યો. હવે હાર્દિક પંડ્યા બેટિંગ કરવા આવ્યો છે.

  • 11 Apr 2024 10:49 PM (IST)

    મુંબઈને જીતવા માટે 62 રનની જરૂર

    સૂર્યકુમાર યાદવે પણ આક્રમક બેટિંગ શરૂ કરી છે. તેણે 11મી ઓવરમાં ત્રણ સિક્સ અને એક ફોર ફટકારી હતી. સૂર્યકુમાર 10 બોલમાં 29 રન બનાવીને રમી રહ્યો છે. રોહિત 34 રન બનાવીને રમી રહ્યો છે. મુંબઈએ 11 ઓવરમાં 135 રન બનાવ્યા છે.

  • 11 Apr 2024 10:45 PM (IST)

    મુંબઈએ 10 ઓવરમાં 110 રન બનાવ્યા

    મુંબઈની ઈનિંગની 10 ઓવર પૂરી થઈ ગઈ છે. ટીમે 1 વિકેટ ગુમાવીને 110 રન બનાવી લીધા છે. રોહિત શર્મા 22 બોલમાં 34 રન બનાવીને રમી રહ્યો છે. સૂર્યકુમાર યાદવ 5 રન બનાવીને રમી રહ્યો છે. આકાશ દીપે RCBને એકમાત્ર વિકેટ આપી છે.

  • 11 Apr 2024 10:37 PM (IST)

    મુંબઈને મોટો ફટકો, ઈશાન 69 રન બનાવીને આઉટ

    મુંબઈ ઈન્ડિયન્સને મોટો ફટકો પડ્યો છે. ઈશાન કિશન 34 બોલમાં 69 રન બનાવીને આઉટ થયો હતો. આકાશ દીપે તેને પેવેલિયનનો રસ્તો બતાવ્યો. મુંબઈની પહેલી વિકેટ પડી. વિરાટ કોહલીએ ઈશાનનો કેચ લીધો હતો. મુંબઈએ 8.5 ઓવરમાં 101 રન બનાવ્યા છે. રોહિત 29 રન બનાવીને રમી રહ્યો છે.

  • 11 Apr 2024 10:30 PM (IST)

    મુંબઈએ 8 ઓવરમાં 92 રન બનાવ્યા

    મુંબઈ ઈન્ડિયન્સે 8 ઓવરમાં કોઈ પણ નુકશાન વિના 92 રન બનાવ્યા હતા. ટીમને જીતવા માટે 72 બોલમાં 105 રનની જરૂર છે. ઈશાન 30 બોલમાં 62 રન બનાવીને રમી રહ્યો છે. રોહિત શર્મા 18 બોલમાં 28 રન બનાવીને રમી રહ્યો છે.

  • 11 Apr 2024 10:19 PM (IST)

    ઈશાનની દમદાર ફિફ્ટી

    મુંબઈ ઈન્ડિયન્સની જોરદાર બેટિંગ, ઈશાન કિશનની દમદાર ફિફ્ટી, રોહિત શર્માની ફટકાબાજી

  • 11 Apr 2024 10:13 PM (IST)

    રોહિત શર્માની શાનદાર સિક્સર

    મુંબઈ ઈન્ડિયન્સનો સ્કોર 50 ને પાર, રોહિત શર્મા-ઈશાન કિશનની મજબૂત બેટિંગ, રોહિત શર્માની શાનદાર સિક્સર

  • 11 Apr 2024 10:08 PM (IST)

    રોહિત-ઈશાનની ફટકાબાજી

    ચાર ઓવર બાદ મુંબઈનો સ્કોર 32/0, રોહિત-ઈશાનની ફટકાબાજી શરૂ

  • 11 Apr 2024 10:02 PM (IST)

    રોહિત-ઈશાનની મજબૂત બેટિંગ

    ત્રણ ઓવર બાદ મુંબઈનો સ્કોર 23/0, રોહિત-ઈશાનની મજબૂત બેટિંગ

  • 11 Apr 2024 09:34 PM (IST)

    RCBએ 197 રનનો આપ્યો ટાર્ગેટ

    રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે મુંબઈ ઈન્ડિયન્સને જીતવા માટે 197 રનનો ટાર્ગેટ આપ્યો હતો. દિનેશ કાર્તિકે શાનદાર બેટિંગ કરી હતી. 23 બોલનો સામનો કરીને તેણે અણનમ 53 રન બનાવ્યા હતા. કાર્તિકે આ ઇનિંગમાં 5 ફોર અને 4 સિક્સર ફટકારી હતી.

  • 11 Apr 2024 09:26 PM (IST)

    RCBએ 19 ઓવરમાં 177 રન બનાવ્યા

    RCBની ઇનિંગની છેલ્લી ઓવર બાકી છે. ટીમે 19 ઓવરમાં 8 વિકેટ ગુમાવીને 177 રન બનાવ્યા છે. દિનેશ કાર્તિક 36 રન બનાવીને રમી રહ્યો છે. આકાશ દીપ 1 રન બનાવીને રમી રહ્યો છે. મુંબઈ તરફથી બોલિંગ કરતી વખતે બુમરાહે 4 ઓવરમાં 21 રન આપીને 5 વિકેટ લીધી હતી.

  • 11 Apr 2024 09:22 PM (IST)

    RCBને 7મો ફટકો, સૌરવ ચૌહાણ આઉટ

    બુમરાહે મુંબઈ ઈન્ડિયન્સને બીજી વિકેટ અપાવી. સૌરવ ચૌહાણ 9 રન બનાવીને આઉટ થયો હતો. આરસીબીએ 18.3 ઓવરમાં 7 વિકેટ ગુમાવીને 170 રન બનાવ્યા છે. હવે વિશાક બેટિંગ કરવા આવ્યો છે.

  • 11 Apr 2024 09:19 PM (IST)

    RCBએ 18 ઓવરમાં 168 રન બનાવ્યા

    RCBએ 18 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને 168 રન બનાવ્યા છે. દિનેશ કાર્તિક 30 રન બનાવીને રમી રહ્યો છે. તેણે 17 બોલનો સામનો કરીને 4 ચોગ્ગા અને 1 છગ્ગા ફટકાર્યા હતા. સૌરવ ચૌહાણ 7 રન બનાવીને રમી રહ્યો છે.

  • 11 Apr 2024 09:11 PM (IST)

    બુમરાહે RCBને વધુ એક ઝટકો આપ્યો, લોમરોર આઉટ

    આ ઇનિંગમાં બુમરાહે ત્રીજી વિકેટ લીધી હતી. તેણે પહેલા જ બોલ પર લોમરરને આઉટ કર્યો હતો. લોમરોર શૂન્ય પર આઉટ થયો હતો. RCBએ 16.5 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને 153 રન બનાવ્યા છે. હવે સૌરવ ચૌહાણ બેટિંગ કરવા આવ્યો છે.

  • 11 Apr 2024 09:08 PM (IST)

    RCBને મોટો ફટકો, અડધી સદીની ઇનિંગ બાદ ડુ પ્લેસિસ આઉટ

    ફાફ ડુ પ્લેસિસ શાનદાર ઇનિંગ રમીને આઉટ થયો હતો. જસપ્રીત બુમરાહે તેને પેવેલિયનનો રસ્તો બતાવ્યો હતો. ડુ પ્લેસિસ 40 બોલમાં 61 રન બનાવીને આઉટ થયો હતો. તેણે 4 ફોર અને 3 સિક્સર ફટકારી હતી. આરસીબીએ 16.4 ઓવરમાં 153 રન બનાવ્યા છે. ટીમે 5 વિકેટ ગુમાવી દીધી છે.

  • 11 Apr 2024 08:50 PM (IST)

    ડુપ્લેસિસની મજબૂત અડધી સદી

    ફાફ ડુ પ્લેસિસે પોતાની અડધી સદી પૂરી કરી હતી. તે 33 બોલમાં 50 રન બનાવીને રમી રહ્યો છે. ડુપ્લેસિસે 4 ચોગ્ગા અને 2 છગ્ગા ફટકાર્યા છે. દિનેશ કાર્તિક 5 રન બનાવીને રમી રહ્યો છે. RCBએ 14 ઓવર પછી 4 વિકેટ ગુમાવીને 121 રન બનાવ્યા છે.

  • 11 Apr 2024 08:36 PM (IST)

    મેક્સવેલ 0 પર આઉટ

    રોયલ ચેલેન્જર્સ બેંગલુરુને ચોથો ઝટકો, ગ્લેન મેક્સવેલ 0 પર થયો આઉટ, શ્રેયસ ગોપાલે લીધી વિકેટ

  • 11 Apr 2024 08:33 PM (IST)

    રજત પાટીદારની ફિફ્ટી ફટકારી આઉટ

    રોયલ ચેલેન્જર્સ બેંગલુરુને ત્રીજો ઝટકો, રજત પાટીદારની દમદાર ફિફ્ટી ફટકારી આઉટ, જેરાલ્ડ કોએત્ઝીએ લીધી વિકેટ

  • 11 Apr 2024 08:29 PM (IST)

    રજત પાટીદારની દમદાર ફિફ્ટી

    રોયલ ચેલેન્જર્સ બેંગલુરુનો સ્કોર 100ને પાર, રજત પાટીદારની દમદાર ફિફ્ટી

  • 11 Apr 2024 08:21 PM (IST)

    10 ઓવર બાદ RCB નો સ્કોર 89/2 

    10 ઓવર બાદ RCB નો સ્કોર 89/2, ફાફ ડુ પ્લેસિસ અને રજત પાટીદારની મજબૂત બેટિંગ

  • 11 Apr 2024 08:14 PM (IST)

    ડુ પ્લેસિસ-પાટીદારે સંભાળી બાજી

    રોયલ ચેલેન્જર્સ બેંગલુરુની મક્કમ બેટિંગ. ફાફ ડુ પ્લેસિસ અને રજત પાટીદારની મજબૂત ભાગીદારી

  • 11 Apr 2024 07:48 PM (IST)

    વિલ જેક્સ 8 રન બનાવી આઉટ

    રોયલ ચેલેન્જર્સ બેંગલુરુને બીજો ઝટકો, કોહલી બાદ વિલ જેક્સ 8 રન બનાવી થયો આઉટ, આકાશ માધવાલે લીધી વિકેટ

  • 11 Apr 2024 07:42 PM (IST)

    કોહલી 3 રન બનાવી આઉટ

    રોયલ ચેલેન્જર્સ બેંગલુરુને પહેલો ઝટકો, વિરાટ કોહલી માત્ર 3 રન બનાવી થયો આઉટ, બૂમરાહે લીધી વિકેટ

  • 11 Apr 2024 07:13 PM (IST)

    મુંબઈ ઈન્ડિયન્સ પ્લેઈંગ 11

    રોહિત શર્મા, ઈશાન કિશન (વિકેટકીપર), તિલક વર્મા, હાર્દિક પંડ્યા (કેપ્ટન), ટિમ ડેવિડ, રોમારિયો શેફર્ડ, મોહમ્મદ નબી, શ્રેયસ ગોપાલ, જસપ્રિત બુમરાહ, ગેરાલ્ડ કોએત્ઝી, આકાશ માધવાલ.

  • 11 Apr 2024 07:12 PM (IST)

    રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ પ્લેઈંગ 11

    વિરાટ કોહલી, ફાફ ડુ પ્લેસિસ (કેપ્ટન), વિલ જેક્સ, રજત પાટીદાર, ગ્લેન મેક્સવેલ, દિનેશ કાર્તિક (વિકેટકીપર), મહિપાલ લોમરોર, રીસ ટોપલી, વિજયકુમાર વૈશક, મોહમ્મદ સિરાજ, આકાશ દીપ.

  • 11 Apr 2024 07:10 PM (IST)

    RCB ટીમમાં ત્રણ ફેરફાર

    RCB ટીમમાં ત્રણ ફેરફાર. કેમરૂન ગ્રીનને બહાર કરવામાં આવ્યો. વિલ જેક્સ, મહિપાલ લોમરોડ, વિજયકુમાર વૈશાખને મળી તક.

  • 11 Apr 2024 07:09 PM (IST)

    મુંબઈમાં એક ફેરફાર

    મુંબઈની ટીમમાં એક ફેરફાર, પીયૂષ ચાવલાની જગ્યાએ શ્રેયસ ગોપાલને તક મળી.

  • 11 Apr 2024 07:02 PM (IST)

    મુંબઈએ ટોસ જીત્યો

    વાનખેડેમાં મુંબઈ ઈન્ડિયન્સે ટોસ જીતી બોલિંગ પસંદ કરી, રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ પહેલા કરશે બેટિંગ

  • 11 Apr 2024 06:58 PM (IST)

    મુંબઈ vs બેંગલુરુ

    ઈન્ડિયન પ્રીમિયર લીગની 17મી સીઝનની 25મી મેચ આજે રમાશે. મુંબઈ ઈન્ડિયન્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગલુરુની મેચ ખુબ જ રોમાંચક રહેશે. બંન્ને ટીમો મેચ જીતવા પ્રયાસ કરશે અને પોઈન્ટ ટેબલમાં સ્થાન વધુ મજબૂત કરવા પ્રયાસ કરશે. IPLમાં મોટાભાગની મેચો રોમાંચક રહી છે. ત્યારે ચાહકોને આશા છે કે, આ મેચ પણ રસપ્રદ રહેશે.

Published On - Apr 11,2024 6:58 PM

સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક
જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક
ભરૂચમાં જાહેર રસ્તા પર રીલ બનાવનાર 5 ની ધરપકડ કરાઇ
ભરૂચમાં જાહેર રસ્તા પર રીલ બનાવનાર 5 ની ધરપકડ કરાઇ
યુક્રેનમાં કેદી બનીને રખાયેલા મોરબીના યુવકનો વધુ એક Video સામે આવ્યો
યુક્રેનમાં કેદી બનીને રખાયેલા મોરબીના યુવકનો વધુ એક Video સામે આવ્યો
ગુજરાતમાં પડશે ગાત્રો થીજવતી ઠંડી
ગુજરાતમાં પડશે ગાત્રો થીજવતી ઠંડી
g clip-path="url(#clip0_868_265)">