T20 સિરીઝ માટે સાઉથ આફ્રિકા પહોંચી ટીમ ઈન્ડિયા, BCCIએ શેર કર્યો ફની વીડિયો

ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે ટી20 સીરિઝ માટે ટીમ ઈન્ડિયા સાઉથ આફ્રિકા પહોંચી ગઈ છે. આ સીરિઝમાં ટીમ ઈન્ડિયાની કેપ્ટનશીપ સૂર્યકુમારના હાથમાં છે. ભારતીય ટીમ છેલ્લા કેટલાક સમયથી ટી20માં શાનદાર ફોર્મમાં છે.

T20 સિરીઝ માટે સાઉથ આફ્રિકા પહોંચી ટીમ ઈન્ડિયા, BCCIએ શેર કર્યો ફની વીડિયો
Follow Us:
| Updated on: Nov 04, 2024 | 12:38 PM

ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે 4 મેચની ટી20 સીરિઝ રમવાની છે. આ સીરિઝ માટે ભારતીય ટીમ સાઉથ આફ્રિકા પહોંચી ગઈ છે.ટીમ ઈન્ડિયાની સીરિઝની પહેલી મેચ 8 નવેમ્બરના રોજ રમાશે. આ સીરિઝ માટે ટીમ ઈન્ડિયામાં અનેક નવા ખેલાડીઓને તક આપવાની છે. જે આ સીરિઝ દરમિયાન પોતાનું ડેબ્યુ કરી શકે છે.

આ વચ્ચે ટીમ ઈન્ડિયા ડરબન પહોંચવાનો એક વીડિયો બીસીસીઆઈએ સોશિયલ મીડિયા પર શેર કર્યો છે. આ વીડિયો ખુબ સુંદર છે. જેનાથી ટીમ ઈન્ડિયાના ખેલાડીઓ એકબીજાને જનરલ નોલેજના સવાલ કરતો જોવા મળી રહ્યો છે.

પનોતી હોય તો લોકોમાં દેખાય છે આ 5 લક્ષણો
Refrigerator Tips: ફ્રિજમાંથી આવે છે કટ-કટનો અવાજ? તો આ રીતે મીનિટોમાં કરો ઠીક
Hair tips : વાળના વિકાસ માટે કયું Oil સારું? બદામનું કે કોકોનટનું
ગાયે પોલીથીન ખાધી છે કે નહીં ? આ રીતે જાણો
No Muslim Country : દુનિયાનો એવો દેશ જ્યાં એક પણ મુસ્લિમ નથી!
Chanakya Niti: ઓછા સમયમાં જલદી ધનવાન બની જાય છે આ લોકો !

અભિષેક શર્માએ સવાલો કર્યા

ટીમ ઈન્ડિયાના યુવા સ્ટાર બેટ્સમેન અભિષેક શર્મા આ વીડિયોમાં ટીમ ઈન્ડિયાના ખેલાડીઓને સવાલ કરતા જોવા મળી રહ્યા છે. તેમણે તિલક વર્માને અનેક સવાલો કર્યા છે. આ સિવાય અક્ષર પટેલે પણ અર્શદીપ સાથે મસ્તી કરતો જોવા મળ્યો છે. આ વીડિયો પર ચાહકોના રિએક્શન પણ સામે આવી રહ્યા છે. ટીમ ઈન્ડિયાની કેપ્ટનશીપ સૂર્યકુમાર યાદવના હાથમાં છે. ટીમ ઈન્ડિયાના સીનિયર ખેલાડીઓ પણ આ વીડિયોમાં જોવા મળી રહ્યા છે.

ટી20માં શાનદાર ફોર્મમાં છે ટીમ ઈન્ડિયા

ભારતીય ક્રિકેટ ટીમ ટી20 ઈન્ટરનેશનલમાં શાનદાર ફોર્મમાં જોવા મળી રહ્યા છે. ટીમ ઈન્ડિયાએ હાલમાં બાંગ્લાદેશ વિરુદ્ધ 3-0થી ટી20 સીરિઝ પોતાને નામ કરી લીધી હતી. આ સીરિઝ દરમિયાન ભારતીય ટીમે ટી20 ઈન્ટરનેશનલનો એક રેકોર્ડ પોતાને નામ કર્યો છે. આ સીરિઝમાં પણ ચાહકો ટીમ ઈન્ડિયા પાસે સારા પ્રદર્શનની આશા કરી રહ્યા છે.ભારતીય ટીમની તમામ મેચની વાત કરવામાં આવે તો તમામ મેચ ભારતીય સમય અનુસાર મોડી સાંજે 8 કલાકે શરુ થશે, આ સીરિઝમાં ખુબ રોમાંચ જોવા મળશે કારણ કે, સાઉથ આફ્રિકાની ટીમ ખુબ મજબુત જોવા મળી રહી છે.

ભારતીય ટીમની પ્લેઈંગ ઈલેવન જોઈએ તો, સૂર્યકુમારયાદવ, અભિષેક શર્મા, સંજુ સેમસન, રિંકુ સિંહ, તિલક વર્મા, જિતેશ શર્મા, હાર્દિક પંડ્યા, અક્ષર પટેલ ,રમનદીપ સિંહ, વરુણ ચક્રવર્તી, રવિ બિશ્રોઈ, અર્શદીપ સિંહ,વિજયકુમાર,આવેશ ખાન, યશ દયાલ

g clip-path="url(#clip0_868_265)">