IPL 2025 : MI vs RCB, વાનખેડેમાં 10 વર્ષ બાદ મુંબઈ સામે બેંગ્લોરે જીતી મેચ, 12 રનથી હાર્યું મુંબઈ, કોહલી અને રજતે ફટકારી અડધી સદી
Mumbai Indians vs Royal Challengers Bengaluru: મુંબઈ ઈન્ડિયન્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ વચ્ચેની મેચ ખૂબ જ રોમાંચક રહી. બેંગલુરુએ 10 વર્ષ પછી મુંબઈને તેના ઘરઆંગણે હરાવ્યું, 12 રને મેચ જીતી.

IPL 2025 ની 20મી મેચમાં, મુંબઈ ઈન્ડિયન્સનો રોમાંચક મુકાબલામાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામે પરાજય થયો. પ્રથમ બેટિંગ કરતા, RCB એ 20 ઓવરમાં 221 રનનો વિશાળ સ્કોર બનાવ્યો. જવાબમાં, મુંબઈ ઈન્ડિયન્સની ટીમ 12 રનથી મેચ હારી ગઈ. એક સમયે એવું લાગતું હતું કે મુંબઈ ઈન્ડિયન્સની ટીમ આ મેચ જીતી શકે છે પરંતુ RCB બોલરોએ છેલ્લી ક્ષણોમાં શાનદાર પ્રદર્શન કર્યું અને પોતાની ટીમને વિજય અપાવ્યો. આ જીત RCB માટે ખૂબ જ ખાસ છે કારણ કે આ ટીમે 10 વર્ષ પછી વાનખેડે ખાતે મુંબઈ ઈન્ડિયન્સને હરાવ્યું છે.
RCBનો ત્રીજો વિજય
આ ટુર્નામેન્ટમાં RCBનો આ ત્રીજો વિજય છે. તે પોઈન્ટ ટેબલમાં ત્રીજા નંબરે છે. જ્યારે મુંબઈ ઈન્ડિયન્સની ટીમ તેની ચોથી મેચ હારી ગઈ છે અને 8મા સ્થાને છે. આરસીબી તરફથી વિરાટ કોહલીએ 42 બોલમાં 67 રન બનાવ્યા. કેપ્ટન રજત પાટીદારે પણ 32 બોલમાં 64 રનની ઇનિંગ રમી. બોલિંગમાં કૃણાલ પંડ્યાએ સૌથી વધુ 4 વિકેટ લીધી. હેઝલવુડ અને યશ દયાલે 2-2 વિકેટ લીધી.
Krunal Aura Pandya. pic.twitter.com/7WvnbIteLo
— Royal Challengers Bengaluru (@RCBTweets) April 7, 2025
હાર્દિક-તિલકના પ્રયત્નો નિરર્થક રહ્યા
મુંબઈ ઈન્ડિયન્સ એક સમયે આ મેચમાં હતું અને તેનું કારણ હાર્દિક પંડ્યા અને તિલક વર્માની તોફાની ઇનિંગ્સ હતી. હાર્દિક પંડ્યાએ ૧૫ બોલમાં ૪ છગ્ગા અને ૩ ચોગ્ગાની મદદથી ૪૨ રન બનાવ્યા. તિલક 29 બોલમાં 56 રનની ઇનિંગ રમ્યો. પરંતુ આ ઇનિંગ્સ પણ મુંબઈને જીત અપાવી શકી નહીં. તિલક વર્મા પછી હાર્દિક પંડ્યા આઉટ થતાં જ મુંબઈ ઈન્ડિયન્સનો પરાજય નિશ્ચિત થઈ ગયો. મુંબઈએ ૧૯મી ઓવરમાં હાર્દિક પંડ્યાની વિકેટ ગુમાવી દીધી અને પછી કૃણાલ પંડ્યાએ છેલ્લી ઓવરમાં ત્રણ વિકેટ લઈને RCB માટે મેચ જીતી લીધી.
છેલ્લી ઓવરમાં શું થયું?
મુંબઈ ઈન્ડિયન્સને છેલ્લી ઓવરમાં 19 રનની જરૂર હતી. આરસીબીએ સ્પિનર કૃણાલ પંડ્યાને ઓવર આપી, જેણે પાછલી ઓવરમાં 19 રન આપ્યા હતા. આ એક મોટું જોખમ હતું પણ તિલક વર્માએ સતત બે બોલ પર વિકેટ લીધી. આ પછી, તેણે પાંચમા બોલ પર નમન ધીરની વિકેટ લઈને મેચનો અંત કર્યો.