IND vs PAK T20 WC Live Score : ભારતે પાકિસ્તાનને કચડી નાખ્યું, 61 રનથી હરાવી સુપર 8 માં કર્યું ક્વોલિફાય
India vs Pakistan T20 world Cup 2026 : ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ કોલંબોના પ્રેમદાસા સ્ટેડિયમ ખાતે રમાઈ હતી. ભારતે આ મેચ 61 રનથી જીતીને સુપર 8 માં સ્થાન મેળવ્યું હતું. આ સાથે, ટીમ ઈન્ડિયાએ T20 વર્લ્ડ કપમાં પાકિસ્તાન સામેનો પોતાની જીતનો રેકોર્ડ 8-1 થી કરી દીધો છે.

India vs Pakistan, T20 World Cup 2026 : ભારત અને પાકિસ્તાન વચ્ચે એક મહત્વપૂર્ણ મેચ રમાઈ હતી. આ ક્રિકેટનો જબરદસ્ત મુકાબલો કોલંબોના આર. પ્રેમદાસા સ્ટેડિયમમાં યોજાયો હતો. 2026 ના T20 વર્લ્ડ કપમાં બંને ટીમોની નજર જીતનો સિલસિલા આલવ વધારવા પર હતી. જોકે, આ મેચમાં, ભારતીય ટીમે પાકિસ્તાનને હરાવીને સુપર 8 માં પોતાનું સ્થાન સુરક્ષિત કર્યું.
ભારત અને પાકિસ્તાન T20 વર્લ્ડ કપ 2026 ના ગ્રુપ A માં છે. એકબીજાનો સામનો કરતા પહેલા, બંને ટીમોએ બે-બે મેચ રમી હતી, બંનેમાં જીત મેળવી હતી. જોકે, પાકિસ્તાનની ટીમ આ મેચમાં સંપૂર્ણ રીતે નિષ્ફળ રહી હતી. ભારતે પ્રથમ બેટિંગ કરતા 175 રન બનાવ્યા હતા, જ્યારે પાકિસ્તાન જવાબમાં ફક્ત 114 રન જ બનાવી શક્યું હતું.
આ મેચમાં ભારત તરફથી ઈશાન કિશને શાનદાર ઇનિંગ રમી. તેણે 40 બોલમાં 10 ચોગ્ગા અને 3 છગ્ગા સાથે 77 રન બનાવ્યા. પ્રથમ બેટિંગ કરતા ટીમ ઈન્ડિયાએ 20 ઓવરમાં 175 રન બનાવ્યા. બોલિંગ વિભાગમાં હાર્દિક પંડ્યા, અક્ષર પટેલ, વરુણ ચક્રવર્તી અને જસપ્રીત બુમરાહએ બે-બે વિકેટ લીધી. કુલદીપ યાદવ અને તિલક વર્માએ પણ એક-એક વિકેટ લીધી, જેના પરિણામે પાકિસ્તાન 114 રનમાં ઓલઆઉટ થઈ ગયું.
LIVE NEWS & UPDATES
-
ભારત સુપર-8 માં ક્વોલિફાય
આ મેચ બંને ટીમો માટે મહત્વપૂર્ણ હતી. બંને ટીમો પોતાની પાછલી મેચ 2-2 થી જીત્યા બાદ આ મેચમાં ઉતર્યા હતા. તેથી, એક ટીમ આજે તેની પહેલી હારનો સામનો કરશે જ્યારે વિજેતા ટીમ સુપર 8 માં સ્થાન મેળવશે તે નક્કી હતું, અને આ મેચમાં ભારતે પાકિસ્તાનને કારમી હાર આપી સુપર-8 ની ટિકિટ ક્ન્ફ્મ કરી હતી.
-
પાકિસ્તાન 114 રનમાં ઓલઆઉટ
પાકિસ્તાન 114 રનમાં ઓલઆઉટ થઈ ગયું. આ સાથે ભારતે 61 રનથી મેચ જીતી લીધી. આ ભારતનો પાકિસ્તાન પર આઠમો T20 વર્લ્ડ કપ વિજય છે. ભારત તરફથી હાર્દિક પંડ્યા, અક્ષર પટેલ, વરુણ ચક્રવર્તી અને જસપ્રીત બુમરાહએ બે-બે વિકેટ લીધી. કુલદીપ યાદવ અને તિલક વર્માએ એક-એક વિકેટ લીધી.
-
-
પાકિસ્તાન સામે ભારતનો જીતનો રેકોર્ડ 8-1
ડિફેન્ડિંગ ચેમ્પિયન ટીમ ઈન્ડિયાએ T20 વર્લ્ડ કપ 2026 ના સુપર 8 રાઉન્ડમાં સ્થાન મેળવ્યું છે. ટુર્નામેન્ટના પોતાના ત્રીજા મુકાબલામાં ટીમ ઈન્ડિયાએ કોલંબોમાં પાકિસ્તાનને 61 રનથી હરાવ્યું. થોડા દિવસો પહેલા જ મેચનો બહિષ્કાર કરવાની જાહેરાત કરીને વિવાદ ઉભો કરનાર પાકિસ્તાની ટીમે મેદાન પર ખૂબ જ ખરાબ પ્રદર્શન કર્યું અને તેમની શરમજનક હાર થઈ. આ સાથે, ટીમ ઈન્ડિયાએ T20 વર્લ્ડ કપમાં પાકિસ્તાન સામેનો પોતાની જીતનો રેકોર્ડ 8-1 થી કરી દીધો છે.
-
ભારતની જીત
ભારતે પાકિસ્તાનને 61 રનથી હરાવ્યું, સુપર 8 માં ટીમ ઈન્ડિયા ક્વોલિફાય
-
પાકિસ્તાનને નવમો ઝટકો
પાકિસ્તાનને નવમો ઝટકો, ભારત જીતથી માત્ર એક વિકેટ દૂર, વરુણ ચક્રવર્તીએ લીધી બે બોલમાં બે વિકેટ
-
-
પાકિસ્તાનને આઠમો ઝટકો
પાકિસ્તાનને આઠમો ઝટકો, ભારત જીતથી માત્ર બે વિકેટ દૂર, T20 વર્લ્ડ નંબર 1 બોલર વરુણ ચક્રવર્તીએ લીધી વિકેટ
-
પાકિસ્તાને ગુમાવી સાતમી વિકેટ
તિલક વર્માએ પહેલા જ બોલ પર લીધી વિકેટ, પાકિસ્તાને ગુમાવી સાતમી વિકેટ, ભારતને જીત માટે હવે માત્ર ત્રણ વિકેટ ની જરૂર
-
કુલદીપની કમાલ બોલિંગ
કુલદીપની કમાલ બોલિંગ, કુલદીપ યાદવે પાકિસ્તાનને આપ્યો છઠ્ઠો ઝટકો, મોહમ્મદ નવાઝ ફક્ત 4 રન બનાવી આઉટ
-
બાપુએ લીધી બીજી વિકેટ
પાકિસ્તાનની અડધી ટીમ પોવેલિયન ભેગી, બાપુએ અપાવી પાંચમી સફળતા, બાપુએ મેચમાં બીજી વિકેટ લીધી હતી. ઉસ્માન ખાન 44 રન બનાવી થયો આઉટ
-
પાકિસ્તાનનો સ્કોર પચાસને પાર
પાકિસ્તાનનો સ્કોર પચાસને પાર, પહેલા ચાર બેટસમેન સસ્તામાં થયા આઉટ, બુમરાહ-હાર્દિક-અક્ષરે લીધી વિકેટ, બાબર પણ સુપર ફ્લોપ
-
પટેલે બાબરને કર્યો ક્લીન બોલ્ડ
અક્ષર પટેલે બાબર આઝમને કર્યો ક્લીન બોલ્ડ, પાકિસ્તાને ગુમાવી ચોથી વિકેટ, પાકિસ્તાન હાર તરફ અગ્રેસર, તમામ મુખ્ય બેટ્સમેન પોવીલિયન ભેગા
-
બે ઓવરમાં પાકિસ્તાનને ત્રણ ઝટકા
બે ઓવરમાં પાકિસ્તાનને ત્રણ ઝટકા, બુમરાહ-હાર્દિક સામે ટોપ ઓર્ડર ફ્લોપ
-
બુમરાહે આપ્યો બીજો ઝટકો
પાકિસ્તાનને બીજી જ ઓવરમાં બીજો ઝટકો, બુમરાહે અયુબને કર્યો આઉટ
-
પાકિસ્તાનને પહેલો ઝટકો
પાકિસ્તાનને પહેલી જ ઓવરમાં મોટો ઝટકો, હાર્દિક પંડ્યાએ સાહિબજાદા ફરહાનને 0 પર કર્યો આઉટ
-
અંતિમ બે બોલમાં બે વિકેટ
ટીમ ઇન્ડિયાએ ટીમ ઇન્ડિયાએ પાકિસ્તાનને 176 રનનો આપ્યો ટાર્ગેટ, ઇશાન કિશનની ફિફ્ટી, સુર્યાના 32 રન, શિવમ દુબેએ 27 રન બનાવ્યા. ભારતે અંતિમ બે બોલમાં બે વિકેટ ગુમાવી, શિવમ દુબે થયો રનઆઉટ, અક્ષર પટેલ થયો કેચ આઉટ
-
સૂર્યા 32 રન બનાવી આઉટ
ટીમ ઇન્ડિયાને પાંચમો ઝટકો, કેપ્ટન સૂર્યકુમાર યાદવ 32 રન બનાવી આઉટ
-
ટીમ ઇન્ડિયાનો સ્કોર 150 ને પાર
ટીમ ઇન્ડિયાનો સ્કોર 150 ને પાર, શિવમ દુબે-સૂર્યાની મજબુત બેટિંગ, શિવમ દુબેએ અબરારની બોલિંગમાં ફટકારી જોરદાર સિક્સર
-
હાર્દિક 0 પર આઉટ
ટીમ ઇન્ડિયાને બે બોલમાં બે ઝટકા, તિલક બાદ હાર્દિક પંડ્યા 0 પર થયો આઉટ
-
તિલક વર્મા આઉટ
ટીમ ઇન્ડિયાને ત્રીજો ઝટકો, તિલક વર્મા 25 રન બનાવી આઉટ
-
ભારતનો સ્કોર 100 ને પાર
ટીમ ઇન્ડિયાનો સ્કોર 100 ને પાર, તિલક-સૂર્યાની મજબૂત બેટિંગ, તિલક વર્માએ શાનદાર સિક્સર ફટકારી હતી.
-
કિશન 70 રન બનાવી આઉટ
ટીમ ઇન્ડિયાને મોટો ઝટકો, ઇશાન કિશનની 70 રન બનાવી આઉટ, માત્ર 40 બોલમાં 70 રન બનાવ્યા,
-
કિશનની ફિફ્ટી
ઇશાન કિશનની આક્રમક બેટિંગ, માત્ર 27 બોલમાં ફટકારી ફિફ્ટી, કિશને ચોગ્ગા-છગ્ગાનો વરસાદ કર્યો
-
પાવરપ્લેમાં ભારતનો સ્કોર 50 ને પાર
પાવરપ્લેમાં ભારતનો સ્કોર 50 ને પાર, ઇશાન કિશનની આક્રમક બેટિંગ, ઇશાન ફિફ્ટીની નજીક પહોંચ્યો, તિલક વર્માની મક્કમ બેટિંગ, અભિષેકની વિકેટ બાદ ભારતની મજબૂત બેટિંગ.
-
ઇશાનની આક્રમક બેટિંગ
ઇશાન કિશનની આક્રમક બેટિંગ, ચોગ્ગા-છગ્ગાનો વરસાદ શરુ કર્યો, આફ્રીદી બાદ અબરારનું સ્વાગત સિક્સર સાથે કર્યું
-
આફ્રીદીની ધુલાઈ
શાહીન આફ્રીદીની ધુલાઈ, ઇશાન કિશન અને તિલક વર્માએ ફટકારી બાઉન્ડ્રી
-
કિશને આફ્રીદીને ફટકારી સિક્સર
ઇશાન કિશને શાહીન શાહ આફ્રીદીને પહેલી જ બોલ પર ફટકારી જોરદાર સિક્સર
-
અભિષેક 0 પર આઉટ
પહેલી જ ઓવરમાં ભારતને મોટો ઝટકો, અભિષેક શર્મા 0 પર આઉટ
-
પાકિસ્તાને સ્પિન સાથે કરી શરૂઆત
પાકિસ્તાને સ્પિન સાથે કરી શરૂઆત, કેપ્ટન સલામન પહેલીવાર ટુર્નામેન્ટમાં બોલિંગ કરવા આવ્યો
-
TOSS
પાકિસ્તાને ટોસ જીત્યો, ભારત પહેલા કરશે બેટિંગ
પાકિસ્તાને ટોસ જીતી લીધો છે અને કેપ્ટન સલમાન આગાએ પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે. આનો અર્થ એ થયો કે ભારતીય ટીમ પહેલા બેટિંગ કરશે.
-
ટીમ ઈન્ડિયા સ્ટેડિયમ પહોંચી
ભારતીય ટીમ કોલંબોના આર. પ્રેમદાસા સ્ટેડિયમમાં આ મોટી મેચ માટે પહોંચી ગઈ છે, જે સાંજે 7 વાગ્યે શરૂ થશે.
#WATCH | Colombo, Sri Lanka: Indian Cricket Team arrive at the R. Premadasa Stadium in Colombo for their match against Pakistan
#INDvPAK #ICCMensT20WorldCup pic.twitter.com/V77MUKAG1M
— ANI (@ANI) February 15, 2026
-
કોલંબોમાં સ્વચ્છ વાતાવરણ
કોલંબોના ક્રિકેટ ચાહકો માટે સારા સમાચાર છે. કોલંબોમાં સૂર્ય ચમક્યો છે. સવારથી જ વાદળછાયું વાતાવરણ હતું, પરંતુ હવે હવામાન સ્વચ્છ થતું દેખાય છે.
-
જૂનાગઢ : ભવનાથના મેળામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પહોંચ્યા
જૂનાગઢ : મુખ્યમંંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ મહાશિવરાત્રી નિમીત્તે ભવનાથ પહોંચ્યા છે. ભવનાથ મહાદેવની મુખ્યમંત્રીએ પૂજા અર્ચના કરી. સાધુ સાથેની બેઠકમાં મુખ્યમંત્રી ઉપસ્થિત રહ્યા. આ બેઠકમાં ધાર્મિક અને સામાજિક મુદ્દે ચર્ચા થઈ. બેઠક પૂર્ણ થતા મુખ્યમંત્રી સોમનાથ જવા રવાના થયા
-
કોલંબોનું લેટેસ્ટ હવામાન અપડેટ
કોલંબોમાં હવામાન બદલાઈ રહ્યું છે. વરસાદની આગાહીમાં ફેરફાર થઈ રહ્યા છે. BBC વેધર મુજબ, કોલંબોમાં સાંજે 6:30 વાગ્યે વરસાદની શક્યતા 40 ટકા છે. સાંજે 7:30 વાગ્યે, આ શક્યતા 32 ટકા છે. રાત્રે 8:30 વાગ્યે, આ શક્યતા ઘટીને 20 ટકા થઈ ગઈ છે.
-
IND vs PAK : ભારતની સંભવિત પ્લેઈંગ ઈલેવન
અભિષેક શર્મા, ઈશાન કિશન, તિલક વર્મા, સૂર્યકુમાર યાદવ, હાર્દિક પંડ્યા, અક્ષર પટેલ, શિવમ દુબે, કુલદીપ યાદવ, જસપ્રીત બુમરાહ અને વરુણ ચક્રવર્તી.
-
IND vs PAK : પ્લેઈંગ 11 માં ફેરફાર થશે
ફાસ્ટ બોલર અર્શદીપ સિંહને તક મળે તેવી શક્યતા ઓછી છે. કોલંબોની સ્પિન-ફ્રેન્ડલી પરિસ્થિતિઓને જોતાં, કુલદીપ યાદવ પ્લેઇંગ ઇલેવનનો ભાગ બની શકે છે.
-
IND vs PAK : હાથ મિલાવવાના વિવાદ પર મોટી અપડેટ
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ભારતીય કેપ્ટન સૂર્યકુમાર યાદવ ફરી એકવાર ટોસ દરમિયાન પાકિસ્તાની કેપ્ટન સલમાન આગા સાથે હાથ મિલાવવાનું ટાળશે. ગયા વર્ષે એશિયા કપ દરમિયાન પણ આવી જ ઘટના બની હતી.
-
IND vs PAK : કોલંબોમાં કેવું છે હવામાન?
કોલંબોમાં હવામાન બદલાઈ રહ્યું છે. વરસાદની આગાહીમાં ફેરફાર થઈ રહ્યા છે. બીબીસી વેધર મુજબ, કોલંબોમાં સાંજે 6:30 વાગ્યે વરસાદની શક્યતા 40 ટકા છે. સાંજે 7:30 વાગ્યે, આ શક્યતા 32 ટકા છે. રાત્રે 8:30 વાગ્યે, આ શક્યતા ઘટીને 20 ટકા થઈ ગઈ છે.
-
IND vs PAK Live: T20 WC માં ભારત-પાકિસ્તાન રેકોર્ડ
T20 વર્લ્ડ કપમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે આ નવમો મુકાબલો હશે. અગાઉની આઠ મેચમાંથી ભારતે સાત જીતી હતી, જ્યારે પાકિસ્તાને એક જીતી હતી. આનો અર્થ એ થયો કે ભારતનો પાકિસ્તાન પર 7-1થી જીતનો રેકોર્ડ છે.
-
ભારત-પાકિસ્તાન મેચ કેટલા વાગ્યે શરૂ થશે?
જો વરસાદ અવરોધ ન કરે તો, ભારત-પાકિસ્તાન મેચ ભારતીય સમય મુજબ સાંજે 7:00 વાગ્યે શરૂ થશે, અને ટોસ સાંજે 6:30 વાગ્યે થશે.
Published On - Feb 15,2026 3:59 PM
