Junagadh Breaking News: જૂનાગઢના વીરપુર ગામમાં સિંહનો ધામો! મંદિર પાસે પાણી પી આરામ કરતો Video Viral
જૂનાગઢ જિલ્લામાં ફરી એકવાર સિંહોની અવરજવર ચર્ચાનો વિષય બની છે. જિલ્લાના વીરપુર ગામમાં એક સિંહ અચાનક ગામની અંદર આવેલા મંદિર નજીક પહોંચી જતા સ્થાનિકોમાં થોડીવાર માટે ભય અને ઉત્સુકતાનો માહોલ સર્જાયો હતો. ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.
જૂનાગઢ જિલ્લામાં ફરી એકવાર સિંહોની અવરજવર ચર્ચાનો વિષય બની છે. જિલ્લાના વીરપુર ગામમાં એક સિંહ અચાનક ગામની અંદર આવેલા મંદિર નજીક પહોંચી જતા સ્થાનિકોમાં થોડીવાર માટે ભય અને ઉત્સુકતાનો માહોલ સર્જાયો હતો. ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.
પાણી પી પોતાની તરસ છીપાવી
માહિતી મુજબ, સિંહ ગામમાં પ્રવેશ્યા બાદ મંદિરની આસપાસ થોડો સમય આંટા મારતો જોવા મળ્યો હતો. બાદમાં તેણે મંદિર પાસે રાખવામાં આવેલી કુંડીમાંથી પાણી પી પોતાની તરસ છીપાવી હતી. પાણી પી લીધા પછી સિંહ મંદિરની બાજુમાં થોડો સમય આરામ કરતો પણ જોવા મળ્યો હતો.
સિંહની હાજરીથી ગામના લોકોમાં ચિંતા જોવા મળી હતી અને લોકો સુરક્ષિત સ્થળે ખસી ગયા હતા. જોકે સિંહે કોઈ પ્રકારની આક્રમક હરકત કરી ન હતી. થોડો સમય આરામ કર્યા બાદ તે ફરીથી જંગલ તરફ પરત ફરી ગયો હોવાનું સ્થાનિકોએ જણાવ્યું હતું.
વીડિયો વાયરલ થતાં લોકોમાં પણ ભારે રસ જોવા મળ્યો
આ સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં લોકોમાં પણ ભારે રસ જોવા મળી રહ્યો છે. વન્યજીવો અને માનવ વસાહતો વચ્ચે વધતી નજીકને લઈને ફરી ચર્ચા શરૂ થઈ છે. વન વિભાગ દ્વારા લોકોને સાવચેત રહેવા અને આવા સમયે સિંહથી સુરક્ષિત અંતર જાળવવાની અપીલ કરવામાં આવી છે.
Breaking News : TV9 ના અહેવાલની ધારદાર અસર.. સરકારી કામમાં લાલિયાવાડી સામે તંત્રની આંખો ખૂલી અને રાતોરાત અધૂરું કામ પૂરું કરવું પડ્યું!
વીરપુર ગામમાં સાવજના ધામા, પાણી પી આરામ કરતો Video Viral
ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીની હનુમંત કથા સામે પાટીદાર અગ્રણીનો વિરોધ
અમદાવાદ: મનપાના નવનિયુક્ત મેયર એક્શન મોડમાં, Watch Video
બકરી ઈદ પર વિવાદિત નિવેદન આપી NRI ઇન્ફ્લુએન્સરે વિવાદ છંછેડ્યો
