IND vs NZ T20 WC Final Live Score : ભારત ત્રીજી વખત ચેમ્પિયન બન્યું, ફાઇનલમાં ન્યુઝીલેન્ડને 96 રનથી હરાવ્યું
India vs New Zealand T20 World Cup Final: ભારતે T20 વર્લ્ડ કપ 2026 ની ફાઇનલમાં ન્યુઝીલેન્ડને હરાવીને ટાઇટલ જીત્યું. આ ભારતનો ત્રીજો T20 વર્લ્ડ કપ ટાઇટલ છે. આ પહેલા ભારતે 2007 અને 2024 માં ટાઇટલ જીત્યું હતું.

ભારતે T20 વર્લ્ડ કપ 2026 ની ફાઇનલમાં ન્યુઝીલેન્ડને 96 રનથી હરાવીને ટાઇટલ જીત્યું. આ ટીમ ઇન્ડિયાનો સતત બીજો અને એકંદરે ત્રીજો T20 વર્લ્ડ કપ ટાઇટલ છે. T20 વર્લ્ડ કપ 2026 ની ફાઇનલમાં ભારતે ન્યુઝીલેન્ડ માટે 256 રનનો લક્ષ્યાંક રાખ્યો હતો, પરંતુ તેઓએ ન્યુઝીલેન્ડને 19 ઓવરમાં માત્ર 159 રનમાં ઓલઆઉટ કરી દીધું.
ટીમ ઈન્ડિયા છેલ્લા ત્રણ ફાઇનલમાંથી બેમાં વિજયી બની છે, જેમાં 2007 અને 2024માં ટાઇટલ જીત્યા હતા. ન્યુઝીલેન્ડ અગાઉ 2021માં T20 વર્લ્ડ કપની ફાઇનલમાં પહોંચ્યું હતું, જ્યાં તેઓ હારી ગયા હતા.
LIVE NEWS & UPDATES
-
ભારત ચેમ્પિયન બન્યું
ભારતે ફાઇનલમાં ન્યુઝીલેન્ડને હરાવીને T20 વર્લ્ડ કપ 2026 જીત્યો. આ ભારતનો સતત બીજો અને એકંદરે ત્રીજો T20 વર્લ્ડ કપ ખિતાબ છે. 2007 અને 2024 આવૃત્તિઓ પછી, 2026 માં ભારત ત્રીજી વખત T20 વર્લ્ડ કપ ચેમ્પિયન બન્યું.
-
ભારત વર્લ્ડ ચેમ્પિયન
ભારત ત્રીજી વખત ચેમ્પિયન બન્યું, ફાઇનલમાં ન્યુઝીલેન્ડને 96 રનથી હરાવ્યું
-
-
બુમરાહે લીધી ચોથી વિકેટ
જસપ્રીત બુમરાહે લીધી ચોથી વિકેટ, ભારત જીતથી માત્ર એક વિકેટ દૂર
-
બુમરાહની બે બોલમાં બે વિકેટ
બુમરાહની બે બોલમાં બે વિકેટ , જસપ્રીત બુમરાહે બે બોલમાં બે બેટ્સમેનને ક્લીન બોલ્ડ કર્યા
-
અક્ષરની ત્રીજી ઓવરમાં ત્રીજી વિકેટ
અક્ષર પટેલની ત્રીજી ઓવરમાં ત્રીજી વિકેટ, મિચેલને કર્યો આઉટ, ભારત જીતથી ચાર વિકેટ દૂર
-
-
ન્યુઝીલેન્ડની અડધી ટીમ પોવેલીયન ભેગી
ન્યુઝીલેન્ડની અડધી ટીમ પોવેલીયન ભેગી, ભારત જીતથી માત્ર 5 વિકેટ દૂર, વરુણ ચક્રવતીએ લીધી વિકેટ, ટિમ સીફર્ટને કર્યો આઉટ, ફિફ્ટી ફટકરી ટિમ સીફર્ટ આઉટ થયો, ભારત જીતથી માત્ર પાંચ વિકેટ દૂર
-
હાર્દિકે લીધી વિકેટ
હાર્દિક પંડ્યાએ ચેપમેનને કર્યો આઉટ, ન્યુઝીલેન્ડને ચોથો ઝટકો, ન્યુઝીલેન્ડનો સ્કોર 70/4
-
પાવરપ્લેમાં ટોપ ઓર્ડર ઢેર
2026 ના T20 વર્લ્ડ કપ ફાઇનલમાં, પાવરપ્લેમાં ન્યુઝીલેન્ડનો ટોપ ઓર્ડર ઢેર. ભારતે પાવરપ્લેમાં ત્રણ વિકેટ લીધી, જેમાં અક્ષર પટેલની બે અને બુમરાહની એક વિકેટનો સમાવેશ થાય છે.
-
અક્ષરે ફીલીપ્સને કર્યો ક્લીન બોલ્ડ
અક્ષર પટેલે લીધી બીજી વિકેટ, ન્યુઝીલેન્ડને ત્રીજો ઝટકો, ગ્લેન ફીલીપ્સને કર્યો ક્લીન બોલ્ડ
-
બુમરાહે કીવીને બીજો ઝટકો આપ્યો
જસપ્રીત બુમરાહે ન્યુઝીલેન્ડને આપ્યો બીજો ઝટકો, ઇશાન કિશને રચિન રવીન્દ્રનો જોરદાર કેચ પકડ્યો,
-
અક્ષર પટેલે ભારતને અપાવી પહેલી સફળતા
અક્ષર પટેલે ભારતને અપાવી પહેલી સફળતા, ફિન એલનને કર્યો આઉટ, છેલ્લી મેચમાં સદી ફટકારનાર આ મેચમાં માત્ર 9 રન બનાવી થયો આઉટ, બાપુએ અમદાવાદમાં અપાવી ભારતને પહેલી સફળતા
-
દુબેએ એલનનો કેચ છોડ્યો
શિવમ દુબેએ ફીન એલનનો કેચ છોડ્યો, મોટો ચાન્સ હાથમાંથી ગયો, એલને ગત મેચમાં સદી ફટકારી હતી, ન્યુઝીલેન્ડની બેટિંગનો ભાર એના હાથમાં છે અને તેનો કેચ છોડવો ભારતને ભારે પડી શકે છે
-
256 રનનો ટાર્ગેટ
ભારતે ન્યુઝીલેન્ડને જીતવા 256 રનનો આપ્યો ટાર્ગેટ, ફાઈનલમાં સૌથી મોટો સ્કોર બનાવ્યો, અંતિમ ઓવરમાં શિવમ દુબેએ 24 રન ફટકાર્યા
-
શક્તિમાં દુબેની આતશબાજી
શક્તિમાં દુબેનું શક્તિ પ્રદર્શન, જીમી નિશમને જોરદાર સિક્સરો ફટકારી
-
પંડ્યા આઉટ
હાર્ડ હિટીંગ પંડ્યા સિક્સર ફટકારવા જતા આઉટ, 13 બોલમાં 18 રન બનાવી થયો આઉટ
-
સુર્યા 0 પર આઉટ
ભારતને બે બોલમાં બે ઝટકા, ઇશાન કિશન બાદ કેપ્ટન સૂર્યકુમાર યાદવ 0 પર આઉટ
-
સંજુ 89 રન બનાવી આઉટ
ભારતને બીજો ઝટકો, સંજુ સેમસન 89 રન બનાવી થયો આઉટ, સતત બીજી મેચમાં સદી ચુકી ગયો
-
ભારતનો સ્કોર 200 ને પાર, કિશનની ફિફ્ટી
અભિષેક, સંજુ બાદ ઇશાન કિશનની જોરદાર ફિફ્ટી, ભારતનો સ્કોર 200 ને પાર, કેપ્ટન સેન્ટનરને જોરદાર સિકસર ફોર ફટકારી ફિફ્ટી પૂરી કરી
-
સંજુ સેમસનની જોરદાર ફિફ્ટી
સંજુ સેમસનની જોરદાર ફિફ્ટી, બેક ટુ બેક ફિફ્ટી, સતત ત્રણ મેચમાં સંજુ સેમસને ફટકારી છે ફિફ્ટી, લોકીને બે બોલમાં બે સિક્સર ફટકારી
-
ભારતનો સ્કોર 100 ને પાર
અભિષેક શર્મા ફિફ્ટી ફટકારી થયો આઉટ, ભારતનો સ્કોર 100 ને પાર, ઈશાન કિશને આવતાની સાથે જ બે બાઉન્ડ્રી ફટકારી
-
ભારતને પહેલો ઝટકો
ભારતને પહેલો ઝટકો, અભિષેક શર્મા ફિફ્ટી ફટકારી થયો આઉટ, ટિમ સીફર્ટની જોરદાર કેચ, રચિન રવીન્દ્રએ લીધી વિકેટ
-
પાવરપ્લેમાં ભારતનો સ્કોર 92/0
અભિષેક શર્માએ 18 બોલમાં ફિફ્ટી ફટકારી, પાવરપ્લેમાં ભારતનો સ્કોર 92/0
-
અભિષેક શર્માની ફિફ્ટી
માત્ર 18 બોલમાં અભિષેક શર્માની ફિફ્ટી, સંજુની આક્રમક બેટિંગ, બંનેએ અમદાવાદમાં ધમાલ મચાવી દીધી, અભિષેકે ચોગ્ગો ફટકારી ફિફ્ટી પૂરી કરી
-
30 બોલમાં ભારતનો સ્કોર 72
માત્ર 30 બોલમાં ભારતનો સ્કોર 72 પર પહોંચી ગયો, સંજુ-અભિષેકે ન્યુઝીલેન્ડના બોલરોને ધોઈ નાખ્યા, સંજુએ જોરદાર સિક્સર ફટકારી
-
ચાર જ ઓવરમાં ભારતનો સ્કોર 50 ને પાર
ચાર જ ઓવરમાં ભારતનો સ્કોર 50 ને પાર, અભિષેક-સંજુની આક્રમક બેટિંગ, લોકી ફર્ગ્ય્યસુનની એક ઓવરમાં ફટકાર્યા 24 રન
-
ચોગ્ગા-છગ્ગાનો વરસાદ
ફાઈનલમાંઅભિષેક-સંજુની આક્રમક શરૂઆત, ચોગ્ગા-છગ્ગાનો વરસાદ શરુ કર્યો
-
ભારતની સિક્સર સાથે શરૂઆત
ફાઈનલમાં ભારતની સિક્સર સાથે શરૂઆત, સંજુઅર ફટકારી જોરદાર બાઉન્ડ્રી
-
ન્યુઝીલેન્ડની પ્લેઇંગ ઈલેવન
ટિમ સીફર્ટ, ફિન એલન, રચિન રવિન્દ્ર, ગ્લેન ફિલિપ્સ, માર્ક ચેપમેન, ડેરિલ મિશેલ, મિશેલ સેન્ટનર (કેપ્ટન), જીમી નીશમ, જેકબ ડફી, મેટ હેનરી, લોકી ફર્ગ્યુસન
-
ભારતની પ્લેઇંગ ઈલેવન
અભિષેક શર્મા, સંજુ સેમસન, ઈશાન કિશન, સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), તિલક વર્મા, હાર્દિક પંડ્યા, અક્ષર પટેલ, શિવમ દુબે, વરુણ ચક્રવર્તી, જસપ્રીત બુમરાહ, અર્શદીપ સિંહ
-
ભારતની પ્લેઇંગ ઈલેવનમાં કોઈ બદલાવ નહીં
ભારતની પ્લેઇંગ ઈલેવનમાં કોઈ બદલાવ નથી કરવામાં આવ્યો. સેમીફાઈનલમાં જે ટીમ હતી તે જ મેદાનમાં ઉતરશે.
-
ભારત પહેલા કરશે બેટિંગ
T20 વર્લ્ડ કપ ફાઈનલમાં ન્યુઝીલેન્ડે જીત્યો ટોસ, ટક્કર, અમદાવાદમાં ભારત પહેલા કરશે બેટિંગ
-
ન્યુઝીલેન્ડ સામે શું પડકાર છે?
ન્યુઝીલેન્ડનો પડકાર તેમનો પહેલો મર્યાદિત ઓવરનો વર્લ્ડ કપ ટાઇટલ મેળવવાનો છે, જેણે 2019 ODI વર્લ્ડ કપ અને 2021 T20 વર્લ્ડ કપમાં આ તક ગુમાવી દીધી હતી.
-
ટીમ ઈન્ડિયા સામે શું પડકાર છે?
આજ સુધી, ન તો કોઈ યજમાન દેશ T20 વર્લ્ડ કપ ટ્રોફી જીતી શક્યું છે, ન તો કોઈ ડિફેન્ડિંગ ચેમ્પિયન સતત બીજીવાર ચેમ્પિયન બન્યું છે. ટીમ ઈન્ડિયા સામે આ બંને ઈતિહાસને તોડવાનો પડકાર છે.
-
ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે કેટલી ICC ફાઈનલ રમાઈ છે?
ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે આ ત્રીજી ICC ફાઇનલ છે. છ વર્ષ પછી બંને ટીમો વચ્ચે આ ત્રીજી ICC ફાઇનલ છે. નોંધપાત્ર વાત એ છે કે, આ ત્રીજી ફાઇનલ રમ્યા પછી, ભારત અને ન્યુઝીલેન્ડ ત્રણેય ફોર્મેટમાં એકબીજા સામે ICC ફાઇનલ રમનાર પ્રથમ ટીમ બનશે. 2026 T20 વર્લ્ડ કપ ફાઇનલ પહેલા, ભારત અને ન્યુઝીલેન્ડ 2021 ટેસ્ટ ચેમ્પિયનશિપ અને 2025 ચેમ્પિયન્સ ટ્રોફી ફાઇનલમાં રમ્યા હતા.
-
ભારત-ન્યુઝીલેન્ડ T20I રેકોર્ડ
ભારત અને ન્યુઝીલેન્ડ ટી20 આંતરરાષ્ટ્રીય મેચમાં 31મી વખત આમને-સામને થશે. ભારતે અગાઉની 30 મેચોમાંથી 16 મેચ જીતી છે, જ્યારે ન્યુઝીલેન્ડ 11 વખત જીત્યું છે.
Published On - Mar 08,2026 5:45 PM
