AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Video: યશસ્વી જયસ્વાલ 9 વર્ષ મોટી બોલિવૂડ અભિનેત્રીને ડેટ કરી રહ્યો છે? વાયરલ વીડિયો બાદ ચર્ચા તેજ

ટીમ ઈન્ડિયાનો યુવા સ્ટાર યશસ્વી જયસ્વાલ મેદાનમાં દમદર બેટિંગની સાથે પોતાના અંગત જીવનને કારણે પણ હાલ ચર્ચામાં છે. તેનું નામ 33 વર્ષીય બોલિવૂડ અભિનેત્રી સાથે જોડાયું છે. બંને ડેટિંગ કરી રહ્યા હોવાની ખૂબ ચર્ચા ચાલી રહી છે. બંનેનો એક વીડિયો સામે આવ્યા બાદ સોશિયલ મીડિયા પર ડેટિંગની અટકળો તેજ બની છે. ખાસ વાત એ છે કે આ અભિનેત્રી યશસ્વી કરતાં 9 વર્ષ મોટી છે. જોકે, બંને તરફથી કોઈ સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી.

Video: યશસ્વી જયસ્વાલ 9 વર્ષ મોટી બોલિવૂડ અભિનેત્રીને ડેટ કરી રહ્યો છે? વાયરલ વીડિયો બાદ ચર્ચા તેજ
Yashasvi Jaiswal, Mrunal ThakurImage Credit source: X
| Updated on: Jul 27, 2026 | 9:09 PM
Share

ભારતીય ક્રિકેટ ટીમના યુવા ઓપનર યશસ્વી જયસ્વાલ આજકાલ મેદાનની બહાર પોતાના અંગત જીવનને લઈને હેડલાઇન્સમાં છે. તાજેતરમાં અફઘાનિસ્તાન સામેની ત્રીજી વનડેમાં શાનદાર સદી ફટકારનાર 24 વર્ષીય ખેલાડીનું નામ 33 વર્ષીય બોલિવૂડ અભિનેત્રી મૃણાલ ઠાકુર સાથે જોડવામાં આવી રહ્યું છે. બંને વચ્ચે અફેર અને ડેટિંગની અફવાઓ એક કેફેની બહાર લેવાયેલા એક વીડિયોથી ચર્ચામાં આવી છે જે સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

વાયરલ વીડિયોથી અટકળો તેજ

વાયરલ વીડિયોમાં અભિનેત્રી મૃણાલ ઠાકુર પહેલા તે જ કાફેમાંથી બહાર નીકળતી જોઈ શકાય છે. થોડા સમય પછી, ભારતીય ક્રિકેટર યશસ્વી જયસ્વાલ પણ તે જ કાફેમાંથી બહાર આવે છે અને પોતાની કારમાં નીકળી જાય છે. જોકે, યશસ્વી કે મૃણાલે સત્તાવાર રીતે પુષ્ટિ કરી નથી કે તેઓ કામ માટે કાફેમાં સાથે હતા કે પછી તે માત્ર એક સંયોગ હતો. હાલમાં, સોશિયલ મીડિયા પર આ ફક્ત અટકળો છે, અને આ અફેરની કોઈ સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી.

બ્રિટિશ મહિલા સાથે જોડાયું હતું યશસ્વીનું નામ

આ પહેલીવાર નથી જ્યારે યશસ્વી જયસ્વાલનું નામ કોઈ સાથે જોડાયું હોય. અગાઉ તેનું નામ યુનાઇટેડ કિંગડમ (UK) ની મેડી હેમિલ્ટન સાથે જોડાયું છે, જેને ઘણીવાર તેની નજીકની મિત્ર અથવા ગર્લફ્રેન્ડ માનવામાં આવે છે. જોકે, યશસ્વીએ હંમેશા પોતાનું અંગત જીવન મીડિયાથી દૂર રાખ્યું છે અને ક્યારેય આ અહેવાલોની પુષ્ટિ કરી નથી. 24 વર્ષીય ખેલાડી ત્રણેય ફોર્મેટમાં ભારત માટે રમે છે. તેણે 29 ટેસ્ટ, છ ODI અને 23 T20I રમી છે.

મૃણાલ ઠાકુર અને ધનુષના અફેરની અફવાઓ

દરમિયાન, મૃણાલ ઠાકુરનું નામ અગાઉ દક્ષિણ અને હિન્દી સિનેમાના ફેમસ અભિનેતા ધનુષ સાથે જોડાયું હતું. તેમના લગ્નની અફવાઓ પણ સામે આવી હતી, પરંતુ પાછળથી બંનેના નજીકના સૂત્રોએ આ વાતોને સંપૂર્ણપણે ફગાવી દીધી હતી. મૃણાલ હાલમાં તેની અભિનય કારકિર્દીમાં ખૂબ વ્યસ્ત છે. તે છેલ્લે મોટા પડદા પર ફિલ્મ “હૈ જવાની તો ઇશ્ક હોના હૈ” માં જોવા મળી હતી.

અભિષેક શર્મા સતત ફ્લોપ, સૂર્યકુમાર યાદવે આપ્યો હિંમતનો ડોઝ, કહ્યું- ‘આ માત્ર સમયની વાત છે’

Follow Us
Breaking News: ધોરણ 1માં પ્રવેશ માટે પ્રી-સ્કૂલ સર્ટિફિકેટ ફરજિયાત નહી
Breaking News: ધોરણ 1માં પ્રવેશ માટે પ્રી-સ્કૂલ સર્ટિફિકેટ ફરજિયાત નહી
Ahmedabad: આવાસ યોજનાના મકાનો ભાડે આપી દેનાર સામે કોર્પોરેશનની લાલ આંખ
Ahmedabad: આવાસ યોજનાના મકાનો ભાડે આપી દેનાર સામે કોર્પોરેશનની લાલ આંખ
બનાસકાંઠાના દિયોદરમાં ભારે વરસાદથી ખેડૂતોને 'મોટું નુકસાન'
બનાસકાંઠાના દિયોદરમાં ભારે વરસાદથી ખેડૂતોને 'મોટું નુકસાન'
₹25 લાખ સુધીની રેન્ટલ ઇન્કમ પર Tax 'શૂન્ય' કેવી રીતે થાય?
₹25 લાખ સુધીની રેન્ટલ ઇન્કમ પર Tax 'શૂન્ય' કેવી રીતે થાય?
ભોગાવો નદીમાં પાણીનો પ્રવાહ વધ્યો, કેટલાક ગામ રોડ માર્ગે સંપર્ક વિહોણા
ભોગાવો નદીમાં પાણીનો પ્રવાહ વધ્યો, કેટલાક ગામ રોડ માર્ગે સંપર્ક વિહોણા
જર્મનીની હેલ્થકેર સિસ્ટમ ફ્લોપ? ભારતીય મહિલાએ શેર કર્યો 'Video'
જર્મનીની હેલ્થકેર સિસ્ટમ ફ્લોપ? ભારતીય મહિલાએ શેર કર્યો 'Video'
અમદાવાદમાં વરસાદના 5 દિવસ પછી પણ 'હાલાકી' - જુઓ Video
અમદાવાદમાં વરસાદના 5 દિવસ પછી પણ 'હાલાકી' - જુઓ Video
વિરમગામમાં વરસાદી પાણીના પ્રવાહમાં યુવક તણાયો
વિરમગામમાં વરસાદી પાણીના પ્રવાહમાં યુવક તણાયો
શિકાર કરવા આવેલા 5 સિંહોને ભેંસોએ ઉભી પૂંછડીએ ભગાડ્યા, વીડિયો વાયરલ
શિકાર કરવા આવેલા 5 સિંહોને ભેંસોએ ઉભી પૂંછડીએ ભગાડ્યા, વીડિયો વાયરલ
બનાસકાંઠાનું નડાબેટ રણ બન્યું દરિયો! કુદરતી નજારો જોવા ઉમટી ભીડ
બનાસકાંઠાનું નડાબેટ રણ બન્યું દરિયો! કુદરતી નજારો જોવા ઉમટી ભીડ
g clip-path="url(#clip0_868_265)">