યુઝવેન્દ્ર ચહલ સાથે અણબનાવના સમાચાર પર ધનશ્રીએ આપ્યું ‘Real Life Update’
હાલમાં એવા સમાચાર આવ્યા હતા કે ભારતીય ટીમના લેગ સ્પિનર યુઝવેન્દ્ર ચહલ અને તેની પત્ની ધનશ્રી વર્મા (Dhanshree Verma) વચ્ચે કંઈ બરાબર નથી. ધનશ્રીએ હવે આ વિશે પોતાનો વાત રજૂ કરી છે.
ભારતીય ટીમના લેગ સ્પિનર યુઝવેન્દ્ર ચહલ (Yuzvendra Chahal) અને તેની પત્નીને લઈને છેલ્લા કેટલાક દિવસોથી ચર્ચાઓ ચાલી રહી છે. સમાચાર મુજબ આ બંને વચ્ચે કંઈ બરાબર નથી. આ અંગે અટકળો ત્યારે થઈ જ્યારે ચહલની પત્નીએ તેના ઈન્સ્ટાગ્રામ પર તેના નામ પરથી પતિની સરનેમ હટાવી દીધી હતી. ચહલે આ વિશે ખુલાસો કર્યો હતો અને હવે ધનશ્રીએ (Dhanshree Verma) પણ આ વિશે પોતાની વાત રજૂ કરી છે. ધનશ્રીએ તેના ઈન્સ્ટાગ્રામ પર આ વિશે એક પોસ્ટ લખી છે. આ પોસ્ટમાં ધનશ્રીએ છેલ્લા કેટલાક દિવસોથી ચાલી રહેલા સમાચારોને અફવાઓ ગણાવી છે. તેણે કહ્યું કે તેણે ચહલ અને તેના સંબંધો વિશે જે સમાચાર સાંભળ્યા તે નફરત અને ઉદાસીથી ભરેલા છે. આ પોસ્ટમાં ધનશ્રીએ જણાવ્યું કે તેને ઈજા થઈ છે અને તેને સર્જરી કરાવવાની છે અને આ દરમિયાન તેના પતિએ અને તેના પરિવારે ધનશ્રીને સપોર્ટ કર્યો હતો.
ધનશ્રીએ પોતાની પોસ્ટમાં લખ્યું છે કે આ બધું એકદમ ફની છે. તેણે કહ્યું, “રિક્વર કરવા માટે ઊંઘની જરૂર હતી. પરંતુ આ બધું એકદમ ફની છે. આજે જ્યારે મેં મારી આંખો ખોલી ત્યારે હું ખૂબ જ મજબૂત અને આત્મવિશ્વાસ અનુભવતી હતી. મને છેલ્લા 14 દિવસથી આની જરૂર હતી. મારા ઘૂંટણની ઈજાને કારણે મેં મારો આત્મવિશ્વાસ ગુમાવી દીધો હતો. આ ઈજા મને ડાન્સ કરતી વખતે થઈ હતી. મને મારા લિગામેન્ટમાં સમસ્યા હતી. હું મારા ઘરે આરામ કરતી હતી અને હું ફક્ત મારા પલંગ પરથી કાઉચ પર જતી હતી તે પણ ફિઝિયોથેરાપી માટે. પરંતુ આ સમય દરમિયાન મને જે નજીકના લોકો તરફથી સપોર્ટ મળ્યો તેમાં મારા પતિ, મારા પરિવાર અને મારા નજીકના મિત્રો સામેલ હતા.
આ વાતથી હેરાન
ધનશ્રીએ કહ્યું કે ડોક્ટરોએ તેને સર્જરી કરાવવાનું કહ્યું છે અને તે આનાથી તે હેરાન હતી, આવામાં તેના અને ચહલના સંબંધ વિશે જે સમાચાર આવ્યા તેનાથી તે હેરાન થઈ ગઈ હતી. ધનશ્રીએ લખ્યું, “ડોક્ટરોની સલાહ મુજબ જો મારે ફરીથી ડાન્સ કરવો હોય તો મારે સર્જરી કરાવવી પડશે. હું મારા જીવનની બેઝિક વસ્તુઓ પણ યોગ્ય રીતે કરી શકતી નથી તેનાથી હું ખૂબ નારાજ હતી. આ તે સમય હતો જ્યારે મને લોકોના સપોર્ટની જરૂર હતી અને આ સમયે અચાનક એક સમાચાર આવે છે. આ બધું સાંભળીને મને ખૂબ જ નફરત અને દુ:ખદાયી લાગ્યું. હું માત્ર એટલું જ કહેવા માંગુ છું કે આ ઈજા પછી હું મારા જીવનને કેવી રીતે આગળ લઈ જઈશ તે વિશે મને હજુ પણ ડર લાગે છે. કેટલાક મહિના આરામ, રિક્વરી અને સર્જરી પછી ફિઝિયોથેરાપીનો સવાલ છે.”