Dhanashree Vermaએ અફવાઓ પણ તોડ્યું મૌન, કહ્યું અફવાઓ પર વિશ્વાસ ન કરો
ધનશ્રી વર્મા ડેન્ટિસ્ટની સાથે કોરિયોગ્રાફર પણ છે. ધનશ્રી વર્માએ સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરીને અફવાઓ પર પૂર્ણવિરામ મૂક્યું છે.

Dhanashree Verma : ભારતીય ફાસ્ટ બોલર યુઝવેન્દ્ર ચહલ અને તેની પત્ની ધનશ્રી વર્મા (Dhanashree Verma)હાલમાં ચર્ચામાં છે. ધનશ્રી વર્માએ તેના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટ્રાગ્રામ પરથી પતિ યુઝવેન્દ્ર ચહલની સરનેમ દુર કરી છે. ત્યારબાદ સોશિયલ મીડિયા પર અનેક અફવાઓ ફેલાવવા લાગી હતી. આજે ખુદ ધનશ્રી વર્માએ ઈન્સ્ટાગ્રામ પોસ્ટ શેર કરી તમામ અટકળો વચ્ચે પૂર્ણવિરામ મૂક્યું છે. ધનશ્રીએ તેના અને ચહલ (Yuzvendra Chahal)વચ્ચેના રિલેશનશિપની આવી રહેલા સમાચારોને અફવા ગણાવી હતી.
ધનશ્રી વર્માએ શેર કરી પોસ્ટ
ધનશ્રી વર્મા ત્યારે ચર્ચામાં આવી જ્યારે તેણે તેના ઈન્સ્ટાગ્રામ પરથી ચહલ સરનેમ હટાવી દીધી હતી. જે બાદ આ કપલ સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ થવા લાગ્યું. ધનશ્રીના આ નિર્ણયથી બધાને આશ્ચર્ય થયું. સ્વાભાવિક છે કે દરેકને આશ્ચર્ય થશે કે શું આ કપલ વચ્ચે બધું બરાબર છે. તમને જણાવી દઈએ કે, ધનશ્રી વર્માએ પોતે સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા તમામ અફવાઓને ફગાવી દીધી છે. પોસ્ટ શેર કરતા તેણે લખ્યું- ‘દરેકને વિનંતી છે કે અમારા સંબંધો વિશે કોઈપણ પ્રકારની અફવા પર વિશ્વાસ ન કરો.
2020માં લગ્ન કર્યા
તમને જણાવી દઈએ કે, ક્રિકેટર યુઝવેન્દ્ર ચહલ અને ધનશ્રી વર્માના લગ્ન ડિસેમ્બર 2020ના રોજ થયા હતા. કોરોના મહામારીના સમયે લોકડાઉન દરમિયાન બંને ઓનલાઈન ક્લાસમાં મળ્યા હતા. જણાવી દઈએ કે, યુઝવેન્દ્ર ચહલ ડાન્સ શીખવા માટે ધનશ્રી વર્માના ક્લાસમાં જોડાયો હતો. આ દરમિયાન બંનેની લવસ્ટોરી શરૂ થઈ. લગ્ન બાદ આ કપલ સોશિયલ મીડિયા પર લાઇમલાઇટમાં રહેવા લાગ્યું.
કોરિયોગ્રાફર ધનશ્રી વર્મા છે
તમને જણાવી દઈએ કે ,ધનશ્રી વર્મા ડેન્ટિસ્ટની સાથે કોરિયોગ્રાફર પણ છે. ધનશ્રી સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. તેણીની પોતાની યુટ્યુબ ચેનલ પણ છે, જેના પર તે તેના ડાન્સ વીડિયો શેર કરતી રહે છે. એટલું જ નહીં ચાહકો સોશિયલ મીડિયા પર ધનશ્રીના વીડિયો દ્વારા ડાન્સ શીખવાનો પ્રયાસ પણ કરે છે. ધનશ્રીની સોશિયલ મીડિયા પર પણ સારી ફેન ફોલોઈંગ છે.
ચહલે કરી સ્પષ્ટતા
યુઝવેન્દ્ર ચહલે ગુરુવાર 18 ઓગસ્ટના રોજ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક સ્ટોરી પોસ્ટ કરી, જેમાં તેને તેમના સંબંધો વિશે શરૂ થયેલી અફવાઓને નકારી કાઢી. ચહલે લખ્યું, “તમને બધાને નમ્ર વિનંતી છે કે અમારા સંબંધોને લગતી અફવાઓ પર વિશ્વાસ ન કરો. મહેરબાની કરીને આ બધું બંધ કરો. દરેકને પ્રેમ કરો.