David Warner ના નવા અવતારથી મચ્યો ખળભળાટ, અલ્લુ અર્જુન બનીને મચાવ્યો હંગામો, Watch Video
ભલે તેણે આઈપીએલમાં સનરાઈઝર્સ હૈદરાબાદની ટીમ છોડી દીધી હોય. પરંતુ વોર્નર તેના તેલુગુ ચાહકો માટે હંમેશા કંઈક નવું કરતો રહે છે. તેને સાઉથની આ પ્રકારની એક્શન ફિલ્મ ખૂબ જ ગમે છે.
ઓસ્ટ્રેલિયાનો હેન્ડસમ અને સ્ટાર ઓપનર ડેવિડ વોર્નર (David Warner) બોલિવૂડ સુપરસ્ટાર અલ્લુ અર્જુન (Allu Arjun) નો જોરદાર ચાહક લાગે છે. પુષ્પા ફિલ્મના ઘણા વીડિયો તેણે ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યા છે. મંગળવારે તેણે અલ્લુ અર્જુનની વધુ એક ફિલ્મ પર એક વીડિયો બનાવ્યો છે. જેને ચાહકો દ્વારા પસંદ કરવામાં આવી રહ્યો છે.
ડેવિડ વોર્નર (David Warner) હાલમાં જ શ્રીલંકાના પ્રવાસ પરથી સ્વદેશ પરત ફર્યો છે અને તે પોતાના પરિવાર સાથે સમય વિતાવી રહ્યો છે. મંગળવારે તેને અલ્લુ અર્જુનની ફિલ્મ અલા વૈકુંઠપુરરામુ લો (Ala Vaikunthapurramu lo) માંથી લેવામાં આવ્યો છે. તેણે અલ્લુ અર્જુન (Allu Arjun) ના ચહેરા પર પોતાનો ચહેરો સુપરઇમ્પોઝ કરીને આ વીડિયો બનાવ્યો છે. ભલે તેણે આઈપીએલ માં સનરાઈઝર્સ હૈદરાબાદ (Suunrisers Hyderabad) ની ટીમ છોડી દીધી હોય. પરંતુ ઓસ્ટ્રેલિયાના આ સ્ટાર ક્રિકેટર ડેવિડ વોર્નર તેના તેલુગુ ચાહકો માટે હંમેશા કંઈક નવું કરતો રહે છે. તેને સાઉથની આ પ્રકાર ની એક્શન ફિલ્મ ખૂબ જ ગમે છે અને અવારનવાર સાઉથની ફિલ્મ ના એક્શન અને કોમેડી સીનના વીડિયો શેર કરતો રહે છે. આમ તે પોતાના ચાહકોનું મનોરંજન પણ પુરી પાડી રહ્યો છે.
View this post on Instagram
ઇન્સ્ટાગ્રામ (Instagram) માં શેર કરેલા આ વીડિયોમાં ડેવિડ વોર્નર (David Warner) એ કેપ્શન આપ્યું છે ‘Guess who’s back who am I’. મહત્વનું છે કે, તેણે અલ્લુ અર્જુન (Allu Arjun) માટે બેસ્ટ એક્ટર પણ લખ્યું છે. આલા વૈકુંઠપુરરામુ લો ફિલ્મ (Ala Vaikunthapurramu lo) માં અલ્લુ અર્જુન તેની બહેનના દુપટ્ટા માટે કેટલાક છોકરાઓ સાથે લડતો જોવા મળે છે. જે આ ફિલ્મનો ખૂબ જ લોકપ્રિય સીન છે. થોડા જ સમયમાં લાખો લોકોએ ડેવિડ વોર્નરના આ અવતારને પસંદ કર્યો. તો ઘણા ઉર્જસે તેને નવું આમ આપ્યું છે. તેના ચાહકો દ્વારા આપવામાં આવેલ નવું નામ ‘અલ્લુ વોર્નર’ છે. જોકે મહત્વની વાત એ છે કે તેના આ નવા નામ ‘અલ્લુ વોર્નર’ લોકોને વધુ પસંદ આવી રહ્યું છે અને તેને આજ નામથી લોકો બોલાવવાનું પણ શરૂ કરી દીધું છે.