David Warner ODI અને T20માં ઓસ્ટ્રેલિયાનો સુકાની બની શકે છે, પેટ કમિન્સે બોર્ડને કરી અપીલ
Cricket : ડેવિડ વોર્નર (David Warner) પર બોલ ટેમ્પરિંગ વિવાદ બાદ ટીમની કમાન સંભાળવા બદલ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. જોકે હવે તે ટૂંક સમયમાં ફરીથી કેપ્ટન બની શકે છે.
ઓસ્ટ્રેલિયાની ટેસ્ટ ટીમના સુકાની પેટ કમિન્સે ક્રિકેટ ઓસ્ટ્રેલિયા (Cricket Australia)ને ડેવિડ વોર્નર (David Warner)ને ફરીથી નેતૃત્વની ભૂમિકામાં લાવવાની અપીલ કરી છે. પેટ કમિન્સે કથિત રીતે ક્રિકેટ ઓસ્ટ્રેલિયા (CA) પર ડેવિડ વોર્નર પરનો નેતૃત્વ પ્રતિબંધ હટાવવા માટે દબાણ કર્યું હતું. જે 2018માં દક્ષિણ આફ્રિકાના કેપટાઉનમાં ત્રીજી ટેસ્ટ દરમિયાન બોલ ટેમ્પરિંગ બાદ તેના પર લાદવામાં આવ્યો હતો. ડેવિડ વોર્નર અને ઓસ્ટ્રેલિયાના તત્કાલીન સુકાની સ્ટીવ સ્મિથ (Steve Smith) પર એક વર્ષનો પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. જ્યારે સ્મિથને બે વર્ષ માટે નેતૃત્વની ભૂમિકાઓ લેવાથી પ્રતિબંધિત કરવામાં આવ્યો હતો. જ્યારે વોર્નર પર તેના બાકીના વ્યાવસાયિક જીવન માટે આવી કોઈપણ ભૂમિકા માટે પ્રતિબંધિત કરવામાં આવ્યો હતો.
પેટ કમિન્સ જે હાલમાં ગાલેમાં શ્રીલંકા સામેની બે ટેસ્ટ મેચની શ્રેણીમાં ઓસ્ટ્રેલિયાનું નેતૃત્વ કરી રહ્યો છે. તેમણે કહ્યું કે તે વોર્નરના આજીવન નેતૃત્વ પ્રતિબંધ સાથે અસંમત છે. કમિન્સે ધ હેરાલ્ડ સનને કહ્યું, “હું મારા મંતવ્યો આપી રહ્યો છું. મૂળભૂત રીતે હું કોઈને આજીવન પ્રતિબંધ મૂકવા સાથે અસંમત છું.”
Focus of David Warner👏🤞@davidwarner31 well done👏#AUSvsSL #SLvAUS pic.twitter.com/2B89re3iK2
— Sports Lab (@NCTheroes) June 29, 2022
પેટ કમિન્સની ટિપ્પણી આવતા મહિને CAની સુનિશ્ચિત બોર્ડ મીટિંગ પહેલા આવી છે. જ્યાં વોર્નરના મુદ્દા પર ચર્ચા થવાની સંભાવના છે. પેટ કમિન્સે કહ્યું, “લોકોને શીખવાની અને સુધારવાની છૂટ છે. હા, મૂળભૂત રીતે હું તે ખ્યાલ સાથે અસંમત છું. તે (વોર્નર) અમારી ટીમનો એક મહાન કેપ્ટન રહ્યો છે. તેથી જો તે ક્યારેય લીડર તરીકે આવે તો તે સારુ હશે.”
David Warner can become the captain of Australia in ODI and T20, Pat Cummins appealed to CA https://t.co/aG7IB95yHf
— Fast News World (@FastNewsWorld2) June 29, 2022
ડેવિડ વોર્નર (David Warner) ઈન્ડિયન પ્રીમિયર લીગ 2022 (IPL 2022)ની સાથે સાથે દેશ માટે રમવામાં પણ શાનદાર પ્રદર્શન કરતો રહ્યો છે. તેણે ગયા વર્ષે સંયુક્ત આરબ અમીરાતમાં ઓસ્ટ્રેલિયાને તેમનો પ્રથમ ICC T20 વર્લ્ડ કપ (ICC T20 World Cup) ટાઈટલ જીતવામાં મદદ કરી હતી અને શ્રીલંકા સામે તાજેતરમાં સમાપ્ત થયેલી સફેદ-બોલ શ્રેણીમાં કેટલીક શાનદાર ઈનિંગ્સ રમી હતી.