AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : ઉત્તર પ્રદેશમાં વાવાઝોડાએ તબાહી મચાવી, 74ના મોત, 38 જિલ્લામાં યલો એલર્ટ જાહેર

ઉત્તર પ્રદેશમાં ભારે વાવાઝોડા, વરસાદ અને કરા પડવાથી ભારે તબાહી મચી ગઈ છે. વૃક્ષો પડવા અને અન્ય ઘટનાઓમાં 74 લોકોના મૃત્યું થયા છે, અને ઘણા લોકો ઘાયલ થયા છે.

Breaking News : ઉત્તર પ્રદેશમાં વાવાઝોડાએ તબાહી મચાવી, 74ના મોત, 38 જિલ્લામાં યલો એલર્ટ જાહેર
| Updated on: May 14, 2026 | 8:01 AM
Share

ઉત્તરપ્રદેશમાં બુધવારેના રોજ આવેલા ભારે વરસાદ અને વાવાઝોડાના કારણે તબાહી મચી ગઈ છે. અલગ અલગ જગ્યાએ વૃક્ષો પડવાની સાથે વીજળી પડવા જેવી ઘટનાઓ બની છે. આ ઘટનાઓમાં અત્યારસુધી કુલ 74 લોકોના મૃત્યું થયા છે. જ્યારે સેકન્ડો લોકો ઘાયલ થયા છે. મૃતકનો આંકડો વધી શકે છે. હવામાન વિભાગે રાજ્યના 38 જિલ્લામાં વાવાઝોડું અને વરસાદ પડવાનું યેલો અલર્ટ જાહેર કર્યું છે.ઉત્તર પ્રદેશના ઘણા જિલ્લાઓમાં તોફાન અને વરસાદને કારણે જાનહાનિ પણ થઈ.

100 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાયો

હવામાન વિભાગના અનુસાર પશ્ચિમ ઉત્તર પ્રદેશમાં બનેલી ચક્રવાતી સિસ્ટમ અને દક્ષિણ રાજસ્થાનથી આવી રહેલા ભારે પવનના પ્રભાવથી પ્રદેશમાં અનેક સ્થળો પર 80 થી 100 કિલોમીટરની પ્રતિ કલાકે પવન ફૂંકાયો હતો. આ પવન સાંજ સુધીમાં મોટા તોફાનમાં ફેરવાઈ ગયો.

પ્રયાગરાજમાં 17 લોકોના મોત

પ્રયાગરાજ જિલ્લામાં કુલ 17 લોકોના મૃત્યું થયા છે. મૃતકમાં પાંચ મહિલા, 4 બાળકો અને 8 પુરુષ સામેલ છે.ભારે વાવાઝોડાને કારણે સેંકડો વૃક્ષો અને વીજળીના થાંભલા ઉખડી ગયા. અનેક જિલ્લાઓમાં વીજ પુરવઠો ખોરવાઈ ગયો અને માર્ગ ટ્રાફિકને અસર થઈ. કેટલાક સ્થળોએ કાર અને ઘરોને પણ નુકસાન થયું.શહેરના ઘણા વિસ્તારોમાં વૃક્ષો પડી જવાથી અને વીજળીના તાર તૂટી જવાથી લોકોને કલાકો સુધી મુશ્કેલીનો સામનો કરવો પડ્યો.

38 જિલ્લાઓમાં યલો એલર્ટ જાહેર

હવામાન વિભાગે લખનૌ, ઉન્નાવ, સીતાપુર, પ્રયાગરાજ, જૌનપુર, પ્રતાપગઢ અને બાંદા સહિત 38 જિલ્લાઓમાં આગામી કેટલાક કલાકો સુધી ભારે વરસાદ, વીજળી પડવા અને 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકવાની ચેતવણી જાહેર કરી છે.ઉન્નાવ જિલ્લામાં ભારે વાવાઝોડા અને વરસાદ દરમિયાન અલગ અલગ ઘટનાઓમાં સાત લોકોના મોત થયા છે.

મુખ્યમંત્રીએ રાહત કાર્ય ઝડપી બનાવવા નિર્દેશ આપ્યા

મુખ્યમંત્રી કાર્યાલયે તમામ અસરગ્રસ્ત જિલ્લાઓના જિલ્લા મેજિસ્ટ્રેટને રાહત અને બચાવ કામગીરી ઝડપી બનાવવા, ઘાયલોને સારી સારવાર આપવા અને મૃતકોના પરિવારોને તાત્કાલિક સહાય પૂરી પાડવા નિર્દેશ આપ્યો છે.અધિકારીઓએ લોકોને ખરાબ હવામાન દરમિયાન સાવધાની રાખવા, નબળા ઘરોથી દૂર રહેવા અને જરૂરી હોય ત્યારે જ ઘરની બહાર નીકળવાની અપીલ કરી છે.

ઉત્તર પ્રદેશ એ ભારતના મહત્વપૂર્ણ રાજ્યોમાંનું એક છે. તેનુ પાટનગર લખનૌ છે. ઉત્તર પ્રદેશમાં આશરે 20 કરોડની વસ્તીવાળા 75 જિલ્લાઓ છે. અહી ક્લિક કરો

Follow Us
કોના ભાગ્યમાં છે 'ધનલાભ' અને કોને મળશે 'માનસિક શાંતિ'?
કોના ભાગ્યમાં છે 'ધનલાભ' અને કોને મળશે 'માનસિક શાંતિ'?
સૂરતમાં પૂર ઓસર્યા બાદ ગેરેજમાં વાહનો રિપેર કરવાવાળાઓની લાગી લાઈનો
સૂરતમાં પૂર ઓસર્યા બાદ ગેરેજમાં વાહનો રિપેર કરવાવાળાઓની લાગી લાઈનો
72 વર્ષથી ચાલી આવતી પરંપરા અકબંધ, દૂધધારા પરિક્રમામાં ઉમટ્યા ભાવિકો
72 વર્ષથી ચાલી આવતી પરંપરા અકબંધ, દૂધધારા પરિક્રમામાં ઉમટ્યા ભાવિકો
Morbi: ખેડૂતોની ઉપવાસ છાવણી પર કાળુ અમૃતિયા જોશમાં આવી ખોઈ બેઠા હોંશ
Morbi: ખેડૂતોની ઉપવાસ છાવણી પર કાળુ અમૃતિયા જોશમાં આવી ખોઈ બેઠા હોંશ
ગુજરાતમાં આજે પણ થાય છે બાળલગ્ન, જનપ્રતિનિધિ તરીકે અમે નિષ્ફળઃદેવુસિંહ
ગુજરાતમાં આજે પણ થાય છે બાળલગ્ન, જનપ્રતિનિધિ તરીકે અમે નિષ્ફળઃદેવુસિંહ
સુરત જિલ્લામાં 15 ખાડીના પાણી આજુબાજુના ખેતરોમાં ફરી વળ્યાં, જુઓ VIDEO
સુરત જિલ્લામાં 15 ખાડીના પાણી આજુબાજુના ખેતરોમાં ફરી વળ્યાં, જુઓ VIDEO
અમદાવાદમાં 150 સ્થળોએ ભૂવા પડવાનો ખતરો ! AMCના નિવેદનથી વધ્યું ટેન્શન
અમદાવાદમાં 150 સ્થળોએ ભૂવા પડવાનો ખતરો ! AMCના નિવેદનથી વધ્યું ટેન્શન
શંકાસ્પદ ચાંદીપુરા વાયરસના લીધે રાજ્યમાં કુલ 6 દર્દીઓના મોત
શંકાસ્પદ ચાંદીપુરા વાયરસના લીધે રાજ્યમાં કુલ 6 દર્દીઓના મોત
સુરતમાં 800થી વધારે પરિવારોને ઘરવખરી અને કેશડોલ ચૂકવાયું
સુરતમાં 800થી વધારે પરિવારોને ઘરવખરી અને કેશડોલ ચૂકવાયું
પ્રગતિના નવા દ્વાર ખુલશે, ભવિષ્યમાં અણધાર્યો લાભ થશે
પ્રગતિના નવા દ્વાર ખુલશે, ભવિષ્યમાં અણધાર્યો લાભ થશે
g clip-path="url(#clip0_868_265)">