પીએમ મોદીએ ધોનીને કહ્યું જાડેજા આપણો જ છોકરો છે, ધ્યાન રાખજો, જાણો અદ્ભુત સ્ટોરી
રવિન્દ્ર જાડેજા (Ravindra Jadeja) હાલમાં ક્રિકેટમાંથી બ્રેક પર છે અને તે તેની પત્ની રીવાબા માટે પ્રચાર કરી રહ્યો છે. તમને જણાવી દઈએ કે, રીવાબા જામનગરથી ભાજપના ઉમેદવાર છે.
રવિન્દ્ર જાડેજા હાલમાં ક્રિકેટને બદલે રાજકારણના મેદાનમાં રમી રહ્યો છે. તમને જણાવી દઈએ કે, તેમની પત્ની રીવાબાને જામનગરથી ભાજપની ટિકિટ મળી છે અને ટીમ ઈન્ડિયાનો આ ઓલરાઉન્ડર પ્રચાર કરી રહ્યો છે. વિધાનસભા ચૂંટણી દરમિયાન રવિન્દ્ર જાડેજાએ એક ઈન્ટરવ્યુ દરમિયાન પીએમ મોદી અને તેમની મીટિંગની સ્ટોરી સંભળાવી હતી જેમાં ધોની પણ સામેલ છે. જાડેજાએ જણાવ્યું કે, જ્યારે તેઓ પહેલીવાર પીએમ મોદીને મળ્યા ત્યારે કેપ્ટન ધોનીએ તેમનો પરિચય કરાવ્યો હતો અને ત્યારબાદ વડાપ્રધાને જે જવાબ આપ્યો તે જાડેજાના દિલને સ્પર્શી ગયો.
ફ્રી પ્રેસ જનરલને આપેલા ઈન્ટરવ્યુમાં રવિન્દ્ર જાડેજાએ કહ્યું અમે મોટેરા સ્ટેડિયમમાં સાઉથ આફ્રિકા વિરુદ્ધ મેચ રમવાના હતા. એમએસધોની તે સમયે ટીમનો કેપ્ટન હતો અને તેમણે મોદી સાથે પરિચય કરાવ્યો હતો. મોદી સરે કહ્યું ભાઈ આતો આપણો જ છોકરો છે ધ્યાન રાખજે.
જાડેજા ખુશ થયો
રવિન્દ્ર જાડેજાએ કહ્યું કે, નરેન્દ્ર મોદી જેવી મોટી હસ્તી તેના વિશે આ વાત કરતા તે ખુબ ખુશ થયો હતો. તમને જણાવી દઈએ કે, રવિન્દ્ર જાડેજા ઈન્ડિયાનો એક સ્ટાર ખેલાડી છે. છેલ્લા 2-3 વર્ષમાં તેમણે ટીમ માટે શાનદાર પ્રદર્શન કર્યું છે. કારણ એ છે કે, તે ભારતમાં જ નહિ પરંતુ દુનિયાભરમાં પોપ્યુલર છે.
#WATCH: Ravindra Jadeja recalls the time when Modi introduced him to MS Dhoni as ‘Apna Ladka Hai’
️BJYM | @imjadeja https://t.co/8NLgTIajrk#RavindraJadeja #MSDhoni #NarendraModi #ViralVideo #TrendingNow pic.twitter.com/YWFl4r9106
— Free Press Journal (@fpjindia) November 21, 2022
ક્યારે થશે જાડેજાની વાપસી
હવે સવાલ એ છે કે, રવિન્દ્ર જાડેજાની ક્રિકેટના મેદાન પર વાપસી ક્યારે થશે ? જાડેજાને એશિયા કપ દરમિયાન ઈજા થઈ હતી અને તેના કારણે તે ટી 20 વર્લ્ડકપ માંથી બહાર થયો હતો. જાડેજાની ગેરહાજરી ભારતીય ટીમને પડી રહી છે. હવે જાડેજા ન્યુઝીલેન્ડ વિરુદ્ધ સિરીઝમાં પણ ટીમનો ભાગ નથી. માનવામાં આવી રહ્યું છે કે, આ ખેલાડી બાંગ્લાદેશ વિરુદ્ધ ટેસ્ટ સિરીઝમાં વાપસી કરી શકે છે.
હાલમાં જાડેજાને ચેન્નાઈ સુપરકિંગ્સે રિટેન કર્યો છે. આઈપીએલ 2022માં જાડેજા સારું પ્રદર્શન કરી શક્યો ન હતો. તેમને કેપ્ટનશીપ મળી હતી અને અધ વચ્ચે ટૂર્નામેન્ટમાં જ ધોની કેપ્ટન બન્યો હતો. જાડેજા ત્યારબાદ ટૂર્નામેન્ટ છોડી ચાલ્યો ગયો હતો. ત્યારબાદ એવી અટકળો હતી કે, જાડેજા હવે ચેન્નાઈ સુપરકિંગ્સથી અલગ થઈ શકે છે પરંતુ એવું થયું નથી.