ચૂંટણી જીતતા જ સામે આવ્યું ક્રિકેટરનું રોદ્ર સ્વરૂપ, બધાની સામે ફેનને મારી થપ્પડ, જુઓ વીડિયો
બાંગ્લાદેશ ક્રિકેટ ટીમનો દિગ્ગજ ક્રિકેટર શાકિબ અલ હસન ચૂંટણી જીતી ગયો છે. શાકિબને હવે રાજકારણી અને ક્રિકેટર પણ કહેવાશે, પરંતુ તેની સાથે જ શાકિબનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં તે તેના એક પ્રશંસક સાથે ગેરવર્તન કરી રહ્યો છે અને આ પછી તેની ભારે ટીકા પણ થઈ રહી છે.
બાંગ્લાદેશના કેપ્ટન શાકિબ અલ હસને ચૂંટણી મેદાનમાં ઉતરવાનું નક્કી કર્યું હતું અને તેણે ચૂંટણી જીતી પણ લીધી છે. શાકિબે અવામી લીગની ટિકિટ પર મગુર-1 બેઠક પરથી બાંગ્લાદેશની સામાન્ય ચૂંટણી લડી હતી. જોકે ચૂંટણી જીત્યા બાદ તેણે એક ફેનને જાહેરમાં થપ્પડ મારી દીધી હતી, જેનો વીડિયો હાલ ખૂબ વાયરલ થઈ રહ્યો છે.
શાકિબની જોરદાર ટીકા થઈ
આ વીડિયોમાં શાકિબ ચૂંટણીના રંગમાં જોવા મળી રહ્યો છે, પરંતુ અચાનક તેમાં ખલેલ પડે છે અને એક વ્યક્તિ શાકિબને પાછળ ખેંચવાનો પ્રયત્ન કરે છે જે બાદ શાકિબ આ વ્યક્તિને ભીડની સામે જ ગુસ્સામાં આવીને આ વ્યક્તિને જોરદારને થપ્પડ મારી દે છે. જેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા બાદ શાકિબની જોરદાર ટીકા થઈ રહી છે.
શાકિબ અલ હસન જીત્યો ચૂંટણી
આ ચૂંટણીમાં શાકિબ અલ હસને તેના નજીકના હરીફ કાઝી રેઝુલને હરાવ્યા હતા. આ ચૂંટણીમાં શાકિબને 185,388 વોટ મળ્યા હતા જ્યારે તેના વિરોધી કાઝી રેઝુલને 45,993 વોટ મળ્યા હતા. શાકિબ ક્રિકેટર હોવા ઉપરાંત હવે સાંસદ પણ કહેવાશે.
Shakib Al Hasan slapped a fan..!pic.twitter.com/KaUbabgkCX
— Mufaddal Vohra (@mufaddal_vohra) January 7, 2024
શાકિબે એક વ્યક્તિને મારી થપ્પડ
શાકિબના સાંસદ બનવાના સમાચાર સાથે જ તેનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો ચૂંટણી દિવસનો હોવાનું કહેવાય છે. શાકિબે સફેદ કુર્તા-પાયજામા અને કાળી હાફ કોટી પહેરી છે. તે એવી જગ્યાએ જઈ રહ્યો છે જ્યારે એક ચાહક તેને પાછળથી પકડી લે છે અને તે પાછળ ફરીને તેને થપ્પડ મારી દે છે. TV9 આ વીડિયોની પુષ્ટિ કરતું નથી. આ વીડિયો ક્યારનો છે તે સ્પષ્ટ નથી, જો કે એવું કહેવામાં આવી રહ્યું છે કે વોટિંગ દરમિયાન બૂથ પર જઈ રહ્યો હતો ત્યારે શાકિબે તેના એક વ્યક્તિએ થપ્પડ મારી હતી.
વીડિયો થયો વાયરલ
બાંગ્લાદેશમાં 7 જાન્યુઆરી રવિવારે મતદાન થયું હતું અને તે જ દિવસે મતોની ગણતરી પણ કરવામાં આવી હતી, જેમાં શાકિબ અલ હસન વિજેતા જાહેર થાય હતો સાંસદ તરીકે ચૂંટાયો હતો. જોકે રવિવારે ચૂંટણી જીતવાના જોશ સામે થપ્પડની ગુંજ વધુ અસરદાર રહી હતી.
શાકિબ અલ હસન મેદાનમાં તેના ગુસ્સા માટે છે પ્રખ્યાત
શાકિબને ઘણો ઉગ્ર સ્વભાવનો માણસ છે. તેણે અનેકવાર ચાલુ મહક દમરિયાં મેદાન પર પોતાનો ગુસ્સો બતાવ્યો છે. બાંગ્લાદેશમાં ડોમેસ્ટિક ક્રિકેટ રમતી વખતે, એક મેચમાં જ્યારે અમ્પાયરે તેની અપીલ પર બેટ્સમેનને આઉટ ન આપ્યો, ત્યારે તેણે સ્ટમ્પને લાત મારીને ઉખાડી નાખ્યા હતા. અન્ય એક મેચમાં તે અમ્પાયર સાથે ખુલ્લેઆમ લડતો પણ જોવા મળ્યો હતો. ઢાકા પ્રીમિયર લીગમાં અમ્પાયર સાથેની દલીલને કારણે બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડે શાકિબને પણ સસ્પેન્ડ કરી દીધો હતો.
આ પણ વાંચો : ઈશાન કિશન T20 વર્લ્ડ કપ પણ નહીં રમે ! ટીમમાંથી બહાર થવાનું આ છે કારણ