Yoga For Stress : તણાવ દૂર કરવા અને ખુશ રહેવા માટે અપનાવો આ યોગાસન, સ્વાસ્થ્ય પર દેખાશે અસર
Yoga For Stress : આજે મોટાભાગના લોકો તણાવથી પરેશાન છે. આવી સ્થિતિમાં, દરરોજ કેટલાક યોગા કરવાથી તમે તણાવમુક્ત રહી શકો છો. ચાલો જાણીએ કે આવા યોગાસન કયા છે.

નિયમિત કસરત કરવી સ્વાસ્થ્ય માટે અત્યંત ફાયદાકારક છે. તે જ સમયે, કેટલાક યોગાસન છે જે વજન ઘટાડવામાં મદદ કરે છે. સાથે જ તમને તણાવમુક્ત રાખે છે. ચાલો જાણીએ કે આ યોગાસન કયા છે.

વજ્રાસન - વજ્રાસન માત્ર તમારા મનને શાંત જ નથી રાખતું, સાથે આ આસામ તમારા પેટની સમસ્યાઓ દુર કરે છે અને સુસ્તીમાં પણ રાહત આપશે.

સુપ્ત બદ્ધ કોણાસન - આ યોગ આસન સ્નાયુઓનો તણાવ દૂર કરવામાં મદદ કરે છે. આમ કરવાથી તમને સારી ઊંઘ પણ આવે છે. તે તમારા શરીરને શક્તિ આપે છે. સાથે જ તમારા મનને શાંત રાખે છે.

ઉત્તાનાસન - જો તમે ડિપ્રેશનનો શિકાર છો, તો આ યોગ આસન તમારા માટે ખૂબ મદદરૂપ સાબિત થશે. આ તમારા મનને શાંત કરશે. આ આસન નિયમિત રીતે કરવાથી તમારું મન શાંત રહેશે.

પ્રસારિત પાદોત્તાસન - આ મુદ્રા કરવાથી, ચિંતા અને તણાવ મિનિટોમાં ગાયબ થઇ શકે છે. તેનાથી મન શાંત રહે છે. આ તમને હળવાશનો અનુભવ કરાવે છે.

આ દરેક યોગાસન સ્વાસ્થ્ય માટે સારા છે, પરંતુ તમારે યોગ કરવા માટે પ્રથમ તેની યોગ્ય રીત શીખી લેવી જોઈએ. તે માટે તમે નિષ્ણાતનો સંપર્ક કરી શકો છો.