AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rajkot : રાજકોટમાં ક્ષત્રિય સમાજની બહેનોએ બાઈક અને જીપ પર ખુલ્લી તલવાર સાથે કર્યો અનોખા ગરબા

આપણે બધા અનેક પ્રકારના ગરબા જોઈએ છીએ. ત્યારે રાજકોટમાં ક્ષત્રિય સમાજની બહેનોનો દ્વારા તલવાર પકડીને ગરબા રાસ કર્યો હોવાનું સામે આવ્યુ છે.કોમળ હાથોથી નીતનવા પકવાન બનાવતી નારી શીલ-ચારિત્ર્યની કે માં ભોમની રક્ષા કરવાની નોબત આવે ત્યારે હાથમાં ખડગ લઇને રણચંડી બની જાય છે. રાજકોટમાં પેલેસ રોડ પર રાજવી માંધાતાસિંહનાં પેલેસ પ્રાંગણમાં તલવાર સાથે ક્ષત્રિય સમાજની બહેનો નવરાસ રમીને ભારતના ખમીરવંતા ઇતિહાસને પુનઃજીવિત કર્યો હતો.

Bhavesh Lashkari
| Edited By: | Updated on: Oct 17, 2023 | 2:03 PM
Share
રાજકોટમાં પેલેસ રોડ પર રાજવી માંધાતાસિંહનાં પેલેસ પ્રાંગણમાં ધારદાર તલવાર સાથે બાઇક તેમજ ખુલ્લી જીપ પર ઉભા રહીને કરેલા રાસને જોઇને ઘોડેશ્વાર વિરાંગનાઓની ઝાંખી થઇ હતી.

1 / 5
 ગુજરાતના ગરબા એટલે કંઈ ત્રણ તાળી નહિ, અહીં દરેક પ્રાંતના ગરબાનો અલગ અંદાજ છે અને અલગ રીતે રમાય છે. જેમનો એક રાસ એટલે ગુજરાતના ક્ષત્રિય સમાજની મહિલાઓ દ્વાર કરવામાં આવતી તલવાર સાથે રાસ રમવામાં આવે છે.રાજકોટના રણજીત વિલાસ પેલેસ ખાતે દર વર્ષની જેમ આ વર્ષે પણ બીજું અને ત્રીજું નોરતું એમ કુલ બે દિવસ નવરાત્રિની ઉજવણી કરવા માટેનું આયોજન કરવામાં આવેલુ છે. જેમાં  200 જેટલી બહેનોનું  અદભૂત શૌર્ય જોવા મળ્યું હતું. મહિલાઓએ બાઈક અને ખુલ્લી જીપ પર સવાર થઇ તલવાર પકડીને રાસ કર્યો હતો.

2 / 5
રાજકોટના રાજવી પેલેસમાં એક સાથે 200 જેટલી બહેનો દ્વારા તલવાર રાસનું આયોજન કરવામાં આવ્યું હતું. રાજવી પેલેસ ખાતે વર્ષ 2006થી નવરાત્રીમાં તલવાર રાસ રમાય છે. આ વખતે સોમવાર અને મંગળવાર એટલે કે બીજું અને ત્રીજું નોરતા દરમિયાન એમ બે દિવસ તલવાર રાસનું આયોજન કરવામાં આવ્યું છે.

3 / 5
એક સાથે 200 જેટલી ક્ષત્રિય સમાજની બહેનો તલવાર રાસ રમી રહી છે. જેમાં તેઓ બાઈક અને ખુલ્લી જીપ પર સવાર થઇ પ્રથમ વખત તલવાર રાસ રમી ઉપસ્થિત સૌ કોઇને ઘોડેશ્વાર વિરાંગનાઓની ઝાંખી કરાવી હતી. આ ઉપરાંત બહેનોએ દીવડા, થાળી અને ટીપ્પણી રાસ પણ રજૂ કર્યો હતો.

4 / 5
છેલ્લા 13 વર્ષથી સાફા બાંધવાની તાલીમ, હેરિટેજ વોક, પર્યાવરણ જાગૃતિ, સૈનિકોને ઇકો ફ્રેન્ડલી રાખડી મોકલવા સહિતની પ્રવૃત્તિ સાથે સંકળાયેલા ભગિની ફાઉન્ડેશન દ્વારા બાઈક પર તલવાર રાસ શીખવવાની ખાસ શિબિર રાખવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે આજથી ચાર વર્ષ પહેલા ક્ષત્રિય સમાજની હજારો બહેનો એક સાથે તલવાર રાસ રમીને વિશ્વ વિક્રમ પણ સ્થાપ્યો હતો.

5 / 5
g clip-path="url(#clip0_868_265)">