AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking news: શું 9 ઑક્ટોબરે નિફ્ટીમાં આવશે રિકવરી કે થશે મોટો કડાકો? કોરોનાકાળ પછી ચોથી વાર બન્યું એવું, જેનાથી રોકાણકારો ફફડે છે!

ગુરુવારે FIIs દ્વારા ₹12,943 કરોડથી વધુની ભારે વેચવાલીથી નિફ્ટી 371 પોઈન્ટ ગગડ્યો. કોરોનાકાળ પછી ચોથી વખત બનેલી આ રેકોર્ડ ઘટના બાદ હવે શુક્રવારે બજાર કઈ તરફ જશે? જાણો ભૂતકાળના આંકડા અને એનાલિસિસ.

Breaking news: શું 9 ઑક્ટોબરે નિફ્ટીમાં આવશે રિકવરી કે થશે મોટો કડાકો? કોરોનાકાળ પછી ચોથી વાર બન્યું એવું, જેનાથી રોકાણકારો ફફડે છે!
| Updated on: Oct 08, 2026 | 9:55 PM
Share

ભારતીય શેરબજારમાં ગુરુવાર, 8 ઑક્ટોબર 2026ના રોજ વિદેશી સંસ્થાકીય રોકાણકારો (FIIs) દ્વારા ₹12,943.60 કરોડની જંગી ચોખ્ખી વેચવાલી (Net Selling) કરવામાં આવી હતી. આ તોતિંગ વેચાણના કારણે નિફ્ટી ઇન્ડેક્સ આશરે 371.25 પોઈન્ટ્સ (-1.64%) ઘટીને 22,231.80 ના સ્તરે બંધ રહ્યો હતો. ઑક્ટોબર મહિનાના શરૂઆતના માત્ર 5 ટ્રેડિંગ દિવસોમાં જ FIIs દ્વારા કુલ ₹36,209.60 કરોડથી વધુનું જંગી વેચાણ થઈ ચૂક્યું છે, જેની સામે સ્થાનિક સંસ્થાકીય રોકાણકારો (DIIs) દ્વારા ₹35,612 કરોડનું ખરીદીનું સમર્થન મળ્યું છે.

આ સ્થિતિમાં રોકાણકારો સમક્ષ બે મોટા સવાલો ઊભા થયા છે:

  • 1. અગાઉ કેટલી વાર FIIs એ એક જ દિવસમાં ₹12,000 કરોડથી વધુની વેચવાલી કરી છે?
  • 2. શુક્રવાર, 9 ઑક્ટોબરે બજારમાં શું થશે—જોરદાર રિકવરી આવશે કે પછી ફરી કડાકો બોલશે?
  • ₹12,000 કરોડથી વધુ વેચવાલીના જૂના કિસ્સા અને બજારનું વલણ 1 એપ્રિલ 2020થી અત્યાર સુધીના ડેટા તપાસતા માલૂમ પડે છે કે, આજના દિવસને ગણીને માત્ર 4 વખત જ FIIs દ્વારા એક જ દિવસમાં ₹12,000 કરોડથી વધુનું નેટ સેલિંગ નોંધાયું છે:
તારીખ તે દિવસે FII નેટ વેચવાલી બીજા દિવસે FII નેટ વેચવાલી બીજા દિવસે નિફ્ટીનું વલણ
4 જૂન 2024 (ચૂંટણી પરિણામ) ₹12,436.22 કરોડ ₹5,656.26 કરોડ +3.36% ઉછાળો (+735.85 પોઈન્ટ)
3 ઑક્ટોબર 2024 ₹15,243.27 કરોડ ₹9,896.95 કરોડ -0.93% કડાકો (-235.50 પોઈન્ટ)
29 મે 2026 ₹21,105.86 કરોડ ₹3,911.68 કરોડ -0.70% કડાકો (-165.15 પોઈન્ટ)
8 ઑક્ટોબર 2026 (આજ) ₹12,943.60 કરોડ 9 ઑક્ટોબરના ડેટા બાકી 9 ઑક્ટોબરના પરિણામની રાહ

નોંધ: જૂન 2024 પહેલાં 17 જાન્યુઆરી 2024ના રોજ ₹10,578 કરોડનું વેચાણ થયું હતું, જે ₹12,000 કરોડની મર્યાદાથી નીચે હતું.

ચાર્ટ અને ડેટા શું સંકેત આપે છે?

ટેકનિકલ ચાર્ટ એનાલિસિસ: ટ્રેડિંગવ્યૂ ચાર્ટ દર્શાવે છે કે જ્યારે પણ બજારમાં આ પ્રકારનું મોટું સેલિંગ આવ્યું છે (જેમ કે 4 જૂન ’24, 3 ઑક્ટોબર ’24 અને 29 મે ’26), ત્યારે બજારમાં તીવ્ર અસ્થિરતા (Volatility) જોવા મળી છે. 29 મે 2026ના રોજ ₹21,105 કરોડના સૌથી મોટા ઐતિહાસિક સેલિંગ પછી પણ આગલા દિવસે નિફ્ટીમાં માત્ર 0.70%નો જ ઘટાડો નોંધાયો હતો.

બીજા દિવસે વેચાણની ગતિ ધીમી પડી: અગાઉના ત્રણેય કિસ્સાઓમાં બીજા દિવસે પણ FIIs ચોખ્ખા વેચવાલ રહ્યા હતા, પરંતુ વેચાણની રકમ પહેલા દિવસ કરતાં અડધી કે ત્રીજા ભાગની થઈ ગઈ હતી.

DIIs નો મોટો ટેકો: 8 ઑક્ટોબર 2026ના ડેટા અનુસાર, FIIs એ ₹28,669 કરોડનું કુલ વેચાણ કર્યું હતું, જેની સામે DIIs એ ₹22,988 કરોડની ગ્રોસ ખરીદી કરીને ₹10,703.10 કરોડનું નેટ ઇન્વેસ્ટમેન્ટ બજારમાં ઠાલવ્યું છે, જેના કારણે બજારને મોટો સપોર્ટ મળ્યો છે.

તારણ: શું 9 ઑક્ટોબરે કડાકો આવશે?

ઐતિહાસિક આંકડા સાબિત કરે છે કે “₹12,000 કરોડથી વધુ વેચવાલી એટલે આગલા દિવસે ઘટાડો જ થાય” એવો કોઈ નિશ્ચિત નિયમ નથી. 4 જૂન 2024ના રોજ આટલી મોટી વેચવાલી પછીના દિવસે નિફ્ટી 3%થી વધુ ઊછળ્યો હતો. આગલા દિવસે બજાર કઈ દિશા પકડશે તેનો આધાર વૈશ્વિક સમાચારો અને સ્થાનિક સંસ્થાઓ (DIIs) કેટલી આક્રમક ખરીદી કરે છે તેના પર રહેલો છે. શુક્રવાર 9 ઑક્ટોબરના સત્રમાં શરૂઆતના વલણ બાદ જ સ્પષ્ટ ચિત્ર સામે આવશે.

ડિસ્ક્લેમર: આ આર્ટિકલ માત્ર માહિતી આપવાના હેતુથી તૈયાર કરવામાં આવ્યો છે. આને કોઈ પણ પ્રકારની ઇન્વેસ્ટમેન્ટ કે શેર ખરીદવા-વેચવાની સલાહ માનવી નહીં. બજારમાં પૈસા રોકતા પહેલાં હંમેશા તમારા પ્રમાણિત નાણાકીય સલાહકારની મદદ અવશ્ય લો.

Breaking News: શું નિફ્ટી 18,471 ના લેવલ સુધી જશે? 20 વર્ષમાં માત્ર 2 વખત સર્જાઈ છે આવી સ્થિતિ; સમજો ચાર્ટનું સંપૂર્ણ ગણિત

Follow Us
મોત સામે અડીખમ ઊભી રહી ગઈ 'માં', વાયરલ વીડિયો જોઈ આંખો ભીની થઈ જશે
મોત સામે અડીખમ ઊભી રહી ગઈ 'માં', વાયરલ વીડિયો જોઈ આંખો ભીની થઈ જશે
ગેનીબેને ખેડૂતોનું દેવુ માફ કરી બનાસકાંઠા માટે વિશેષ સહાયની કરી માગ
ગેનીબેને ખેડૂતોનું દેવુ માફ કરી બનાસકાંઠા માટે વિશેષ સહાયની કરી માગ
કાં તો પાક ધિરાણ માફ કરો, કાં તો સહાય વધારવાની ધરતીપુત્રોની માગ
કાં તો પાક ધિરાણ માફ કરો, કાં તો સહાય વધારવાની ધરતીપુત્રોની માગ
કિસાન કોંગ્રેસના નેતા પાલ આંબલિયાએ સરકારની સહાયને ગણાવી ક્રુર મજાક
કિસાન કોંગ્રેસના નેતા પાલ આંબલિયાએ સરકારની સહાયને ગણાવી ક્રુર મજાક
ભાવનગરમાં 88 લાખના વોટર રિચાર્જિંગ પ્રોજેક્ટમાં ગેરરીતિના આક્ષેપ
ભાવનગરમાં 88 લાખના વોટર રિચાર્જિંગ પ્રોજેક્ટમાં ગેરરીતિના આક્ષેપ
ભરૂચની ઐતિહાસિક જામા મસ્જિદના વિવાદ મામલે આવ્યા મોટા સમાચાર
ભરૂચની ઐતિહાસિક જામા મસ્જિદના વિવાદ મામલે આવ્યા મોટા સમાચાર
અમદાવાદમાં ટોમેટો કેચઅપના નામે વેચાતા સોસમાં ભેળસેળ
અમદાવાદમાં ટોમેટો કેચઅપના નામે વેચાતા સોસમાં ભેળસેળ
હવે વિજ્ઞાનજાથાને નિશાને આવી કાળી ચૌદસની કકળાટ કાઢવાની પરંપરા
હવે વિજ્ઞાનજાથાને નિશાને આવી કાળી ચૌદસની કકળાટ કાઢવાની પરંપરા
રેન ફોરેસ્ટ પ્રવાસીઓને વરસાદ, હરિયાળી અને રોમાંચનો અનોખો અનુભવ કરાવશે
રેન ફોરેસ્ટ પ્રવાસીઓને વરસાદ, હરિયાળી અને રોમાંચનો અનોખો અનુભવ કરાવશે
હાલોલ બાયપાસ નજીક ટાયર ભરેલા ટ્રકમાં ભીષણ આગ, જુઓ Video
હાલોલ બાયપાસ નજીક ટાયર ભરેલા ટ્રકમાં ભીષણ આગ, જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">