Knowledge : દિવસ હોય કે રાત…વડાપ્રધાનના બોડીગાર્ડ કેમ પહેરે છે Black Goggles?
Bodyguards black goggles : દુનિયામાં મોટી મોટી હસ્તીઓ લોકપ્રિયતાને કારણે પોતાની સુરક્ષા માટે બોડીગાર્ડ રાખતા હોય છે. ભારતના વડાપ્રધાનની જેમ દુનિયાભરના નેતાઓ માટે પણ 10થી વધુ બોડીગાર્ડ રાખવામાં આવે છે. ચાલો જાણીએ છે વડાપ્રધાન મોદીના બોડીગાર્ડ બ્લેક ગોગલ્સ કેમ પહેરે છે.

વડાપ્રધાન મોદી જ્યારે પણ કોઈ કાર્યક્રમ માટે બહાર નીકળે છે. ત્યારે તેમની સાથે સ્પેશયલ પ્રોટેક્શન ગ્રુપ (SPG) કમાન્ડોની ટીમ સાથે હોય છે. વડાપ્રધાન, પૂર્વ વડાપ્રધાન સહિત વિદેશી મહેમાનોને આ SPG કમાન્ડો સુરક્ષા આપતા હોય છે.

આ બોડીગાર્ડ દરેક સમયે હાઈ એલર્ટ પર રહે છે. તેઓ દરેક સમયે કાળા ચશ્મા પહેરે છે. જેથી લોકો એ ન જોઈ શકે કે બોડીગાર્ડની નજર કઈ તરફ છે. અચાનક કોઈ વિસ્ફોટ થાય તો આંખો બંધ કર્યા વગર તેઓ વડાપ્રધાનને સુરક્ષા આપી શકે છે.

હુમલાખોરોને એવી ટ્રેનિંગ આપવામાં આવે છે કે જેથી તેઓ આંખો અને બોડી લેંગ્વેજની મદદથી બોડીગાર્ડનું મગજ વાંચી શકે છે. તેવામાં આવા દુશ્મનોથી બચવા માટે કાળા ચશ્મા કામ લાગે છે.

કાળા ચશ્માની મદદથી બોડીવાર્ડ તાપ અને વધારે પ્રકાશ વચ્ચે પણ સ્પષ્ટ જોઈ શકે છે અને સુરક્ષા આપી છે. કોઈ પણ હુમલા સમયે બોડીગાર્ડની આંખની સુરક્ષામાં પણ આ ચશ્મા મદદરુપ સાબિત થાય છે.

બોડીગાર્ડ આ કાળા ચશ્માની મદદથી પોતાની ભાવનાઓ છુપાવી શકે છે. કોઈ હુમલા સમયે તે પોતાના આશ્ચર્ય કે દુખાવાને કાળા ચશ્માની મદદથી છુપાવી શકે છે અને તરત કાઉન્ટર અટેક કરી શકે છે.