વકીલ અને ન્યાયાધીશ કેમ કાળો કોટ જ પહેરે છે ? જાણો શું છે કારણ
કાળો કોટ અને પેન્ટ તેમજ સફેદ શર્ટ પહેરેલી વ્યક્તિને જે તમે જોશો તો તમે તરત સમજી જશો કે તે વકીલ છે. ફિલ્મોમાં કે રિયલ લાઈફમાં તમે કોર્ટના જજને બ્લેક ડ્રેસ પહેરેલા જોયા હશે. પરંતુ શું તમે જાણો છો કે શા માટે ન્યાયાધીશો અને વકીલો કાળો કોટ જ પહેરે છે ? આજે અમે તમને તેના પાછળનું કારણ જણાવીશું.

કાળો કોટ અને પેન્ટ તેમજ સફેદ શર્ટ પહેરેલી વ્યક્તિને જે તમે જોશો તો તમે તરત સમજી જશો કે તે વકીલ છે. ફિલ્મોમાં કે રિયલ લાઈફમાં તમે કોર્ટના જજને બ્લેક ડ્રેસ પહેરેલા જોયા હશે. પરંતુ શું તમે જાણો છો કે શા માટે ન્યાયાધીશો અને વકીલો કાળો કોટ જ પહેરે છે ?

કાળો કોટ પહેરવા પાછળ ઘણા કારણો છે. કાળો રંગ અનુશાસન, આત્મવિશ્વાસ અને શક્તિનું પ્રતિક માનવામાં આવે છે. તેમજ સફેદ રંગ પવિત્રતાનું પ્રતિક છે. ત્યારે લોકોને તેમની પાસે અપેક્ષા હોય છે કે તેઓ ખોટાને સમર્થન આપ્યા વિના સત્યની સાથે ઉભા રહેશે અને ન્યાય અપાવશે.

આ સિવાય વર્ષ 1961માં એડવોકેટ એક્ટનો નિયમ બનાવવામાં આવ્યો હતો જે અંતર્ગત વકીલોને કાળો કોટ પહેરવો ફરજિયાત કરવામાં આવ્યો હતો. ત્યારથી તે કોર્ટમાં માત્ર કાળો કોટ પહેરે છે.

વકીલો અને ન્યાયાધીશોના કાળા કોટ પહેરવા પાછળ એક ઐતિહાસિક કારણ પણ છે. વર્ષ 1694માં બ્રિટનની રાણી મેરી દ્વિતીયનું શીતળાના કારણે અવસાન થયું હતું. ત્યારે તેના પતિ વિલિયમે તમામ ન્યાયાધીશોને કાળા કપડા પહેરીને અંતિમ સંસ્કારમાં આવવા કહ્યું હતું કારણ કે પશ્ચિમી દેશોમાં કાળો રંગ ઉદાસીનું પ્રતીક છે.

આગામી કેટલાક વર્ષો સુધી રાષ્ટ્રીય શોક ચાલુ રહ્યો અને ન્યાયાધીશોએ કાળો પોશાક પહેરીને કોર્ટમાં જવાનું શરૂ કર્યું. ત્યારથી કોર્ટમાં કાળો કોટ પહેરવામાં આવતો હોવાનું પણ એક કારણ માનવામાં આવે છે. (Image - Freepik)
