Travel tips : એવું કયું ફળ છે જે ક્રુઝ પર લઈ જઈ શકાતું નથી, નામ સાંભળીને તમે ચોંકી જશો?
એવું કયું ફળ છે જે ક્રુઝ પર લઈ જઈ શકાતું નથી, તેનું નામ સાંભળીને તમે ચોંકી જશો? ભારતમાં ઋતુના આધારે ઉગાડવામાં આવતા દરેક ફળ કોઈને કોઈ ફાયદા પહોંચાડે છે. ત્યારે ક્રુઝમાં ફળો અંગે અલગ અલગ નિયમો હોય છે.

ક્રુઝમાં સામાન્ય રીતે તાજા ફળ અને શાકભાજી લઈ જવાની પરવાનગી હોતી નથી. ખાસ કરીને કટ કરેલા ફ્રુટ્સ. તેનું કારણ એ છે કે, ક્રુઝ જહાજો આનું કારણ એ છે કે ,ક્રુઝ જહાજો પર, ખોરાકને સંગ્રહિત કરવા અને તાજો રાખવાની વ્યવસ્થા મર્યાદિત હોય છે,

ખુલ્લા ફળો અને શાકભાજી ઝડપથી બગડી શકે છે, જેનાથી રોગ ફેલાવાનું જોખમ રહેલું છે. ક્રુઝ લાઇન્સ સામાન્ય રીતે તેમના મહેમાનો માટે પહેલાથી પેક કરેલા અને સુરક્ષિત રીતે સીલબંધ ખોરાક ઓફર કરે છે.

તો ચાલો જાણીએ કે, ક્યું ફળ છે. જે ક્રુઝ પર લઈ જવાની મનાઈ છે. એવું પણ કહેવાય છે કે, ક્રુઝ પર નારિયળ પાણી લઈ જવા પર પ્રતિબંધ હોય છે. આની પાછળનું કારણ એ છે કે, નારિયળ એક જ્વલનશીલ ફળ છે. એટલા માટે ક્રુઝમાં સુકુ નારિયળ લઈ જવા પર પ્રતિબંધ હોય છે.

નારિયેળ એક એવું ફળ છે જે તમે ક્રુઝ સિવાય ફ્લાઇટમાં તમારી સાથે લઈ જઈ શકતા નથી. ધ ઇન્ડિપેન્ડન્ટ અનુસાર, ઇન્ટરનેશનલ એર ટ્રાન્સપોર્ટ એસોસિએશનના ડેન્જરસ ગુડ્સ રજિસ્ટર (IATA) કાર્ગોમાં નારિયેળના પલ્પને વર્ગ 4 જોખમ તરીકે વર્ગીકૃત કરે છે. સૂકા નારિયેળને જ્વલનશીલ પદાર્થ તરીકે ચિહ્નિત કરવામાં આવે છે.

IATA અનુસાર, નારિયેળ અથવા કોપરાનો પાવડર તણખાથી સળગી શકે છે. આ ફળની છાલ પણ આગનું જોખમ ઊભું કરી શકે છે.
બાળકોનું સમર વેકેશન હોય કે તહેવારોના વેકેશન આવતા હોય ત્યારે લોકો વધારે ટ્રાવેલ કરતા નજરે પડે છે. તેમાં પણ ગુજરાતના સ્થળો બધાના ફેવરિટ છે. તો ટ્રાવેલને લગતા વધુ સમાચાર વાંચવા માટે અહી ક્લિક કરો
