દરરોજ પ્લેનમાં ઓફિસ જાય છે આ મહિલા ! 600 કિલોમીટરનો કરે છે પ્રવાસ
આ મહિલા મલેશિયાની રહેવાસી રેચલ કૌર છે જે ભારતીય મૂળની છે અને તે દરરોજ સવારે ઓફિસ જવા અને રાત્રે ઘરે પરત ફરવા માટે ફ્લાઇટમાં 600 કિલોમીટરનો પ્રવાસ કરે છે. ત્યારે શા માટે તે રોજ 600 કિમી અવર જવર કરે છે ચાલો અહીં જાણીએ

સામાન્ય રીતે લોકો તેમના ઘરેથી ઓફિસ જવા માટે તેમની અંગત કારનો ઉપયોગ કરે છે અને અન્યથા તેઓ જાહેર પરિવહન દ્વારા જાય છે. પણ જો કોઈ વ્યક્તિ રોજ પ્લેનમાં ઓફિસે જતી હોય તો? જી હા અમે એવા એક મહિલાની વાત કરી રહ્યા છે જે ઘર અને ઓફિસ એકસાથે સંભાળવા રોજ ફ્લાઈમાં ઓફિસ જાય છે અને ફ્લાઈટમાં પાછી આવે છે.

આ મહિલા મલેશિયાની રહેવાસી રેચલ કૌર છે જે ભારતીય મૂળની છે અને તે દરરોજ સવારે ઓફિસ જવા અને રાત્રે ઘરે પરત ફરવા માટે ફ્લાઇટમાં 600 કિલોમીટરનો પ્રવાસ કરે છે. રેચલ કૌરનું કહેવું છે કે તે આ ફક્ત તેના બે બાળકો માટે કરે છે. તેમણે કહ્યું કે આ કરવાથી તેમને તેમના બાળકો સાથે સમય પસાર કરવાનો અને તેમના અભ્યાસમાં મદદ કરવાનો સમય મળે છે.

હવે તમારા મનમાં આ પ્રશ્ન અવશ્ય ઊભો થતો હશે કે, આવું કરવાથી ઘણા પૈસા ખર્ચ થતા હશે? પરંતુ તે એવું નથી. રેચલ ફ્લાઇટમાં મુસાફરી પણ કરે છે અને પૈસા પણ બચાવે છે. રેચલ કૌરે જણાવ્યું કે, તે સવારે 5 વાગે એરપોર્ટ માટે તેના ઘરેથી નીકળે છે. સવારે 5.55 વાગ્યે તેમની ફ્લાઇટ માટે બોર્ડિંગ છે. પછી ફ્લાઇટથી તેની ઓફિસ સુધીની મુસાફરીમાં સામાન્ય રીતે અડધો કલાક અથવા 40 મિનિટનો સમય લાગે છે અને તે સવારે 7.45 સુધીમાં તેની ઓફિસે પહોંચી જાય છે.

રેચલ જણાવ્યું કે, શરૂઆતમાં તેણે પરિવારથી દૂર કુઆલાલંપુરમાં એકલા રહેવાનું નક્કી કર્યું હતું. તે માત્ર શનિવાર અને રવિવારના દિવસે જ તેના પરિવાર સાથે સમય પસાર કરી શકતી હતી. તેમજ તેને કુઆલાલંપુરમાં રહેવું ઘણું મોંઘું પડતું હતું. તેણી ભાડે રહેતી હતી અને દર મહિને સરેરાશ US $474 ખર્ચતી હતી.

રેચલ જણાવ્યું કે, જો તે દરરોજ ફ્લાઇટમાં મુસાફરી કરે છે, તેનો ખર્ચ માત્ર 316 યુએસ ડોલર છે. તેણે કહ્યું કે તેને એરપોર્ટથી ઓફિસ પહોંચવામાં માત્ર 5 થી 7 મિનિટનો સમય લાગે છે. તે એર એશિયા એરલાઇન્સમાં કામ કરે છે. જો કે તે દરરોજ ફ્લાઈટ્સ માટે પોતાના ખિસ્સામાંથી પૈસા ખર્ચે છે, પરંતુ એરલાઈન્સમાં કામ કરવાને કારણે તેને ઘણું ડિસ્કાઉન્ટ પણ મળે છે. તેણે કહ્યું કે આ કરીને તે રોજ ઓફિસનું સંચાલન કરે છે અને ઘરે પાછા જઈને બાળકોને સમય આપી શકે છે.
લાઈફમાં પહેલી વખત બિસ્કિટ ખાધા પછી જંગલી લોકોનું રિએક્શન જોયા જેવું છે, જુઓ વીડિયો






































































