લાઈફમાં પહેલી વખત બિસ્કિટ ખાધા પછી જંગલી લોકોનું રિએક્શન જોયા જેવું છે, જુઓ વીડિયો
જંગલમાં રહેતા લોકોના પહેરવેશથી લઈ તેની લાઈફસ્ટાઈલ ખુબ જ અનોખી હોય છે. ત્યારે આજે અમે તમને એક એવો વીડિયો દેખાડવા જઈ રહ્યા છીએ. જેમાં પહેલી વખત બિસ્કિટ ખાધા બાદ જંગલી લોકોનું રિએક્શન કેવું હતુ. તમે પણ જુઓ.

તમે આમતો ફિલ્મોમાં તાંઝાનિયાના લોકોને જોયા હશે.તેમની રહેણી કહેણી, ભાષા રીતિ રિવાજ બધું જ અલગ હોય છે. ત્યારે એક યુટ્યુબરે તાંઝનિયાના જંગલી લોકો વિશે એક વીડિયો શેર કર્યો છે.યુટ્યુબર અનેક દેશોમાં ફરે છે. તેના વિશેની માહિતી ચાહકો સાથે શરે કરે છે. તે જ્યારે તાંઝાનિયા પહોંચ્યો ત્યારે તેનો સુંદર વીડિયો સોશિયલ મીડિયા પર તેમણે અપલોડ કર્યો છે. આ વીડિયો જોયા બાદ તમને પણ વિચાર આવશે કે, શું ખરેખર આ લોકોએ તેમની લાઈફમાં પહેલી વખત બિસ્કિટ ખાધા છે.
હરજા ટ્રાઈબના લોકો માત્ર શિકાર કરે છે
તો તમને જણાવી દઈએ કે,તાંઝાનિયાની અંદર હરજા ટ્રાઈબના લોકો માત્ર શિકાર કરે છે. અને માંસ ખાય છે. તેમજ જે પણ જંગલમાંથી કંદમૂળ મળે છે. તે ખાય છે. પરંતુ આજે આ યુટ્યુબર તાંઝાનિયાના લોકોનું જ્યારે પહેલી વખત બિસ્કિટ આપ્યા અને ખાધા ત્યારે કેવું રિએક્શન હતુ. તેના વિશે આ વીડિયોમાં કહી રહ્યો છે. અહિ 2 થી 3 લોકો બેઠા છે. જેમાં તેના પિતા પણ છે. તેનું નામ નોનો છે. બીજાનું નામ અંડા છે. જ્યારે ત્રણેય વ્યક્તિના નામ યુટ્યબરે પુછ્યા તો તેને પણ સમજાયું નહિ. તેમણે કહ્યું જો તમને આ લોકોના નામ સમજાયા હોય તો કોમેન્ટ કરીને કહેજો.
પહેલી વખત બિસ્કિટ ખાધા
ત્યારબાદ યુટ્યુબર આ લોકોને બિસ્કિટ આપે છે. ત્યારે આ લોકોને બિસ્કિટ શું છે તેના વિશે પણ ખ્યાલ ન હતો. તેમજ બિસ્કિટનું પેકેટ કેવી રીતે ખોલવું તે પણ વિચારી રહ્યા હતા.યુટ્યુબર કહી રહ્યો છે કે, જ્યારે તે આ બિસ્કિટ તાંઝાનિયાના આ જંગલી લોકોને આપશે, તો તેનું રિએક્શન કેવું હશે.
તાંઝાનિયા પૂર્વ આફ્રિકાનો સૌથી મોટો દેશ છે અને તેમાં ઝાંઝીબાર, પેમ્બા અને માફિયા ટાપુઓનો સમાવેશ થાય છે.તાંઝાનિયા મુખ્યત્વે કૃષિ પ્રધાન દેશ છે, જ્યાં ત્રણ ચતુર્થાંશ વસ્તી ગ્રામીણ વિસ્તારોમાં રહે છે. તાંઝાનિયાના 80 ટકા ગરીબ લોકો ગ્રામીણ ઘરોમાં રહે છે. કૃષિ ક્ષેત્રનો વિકાસ દર વાર્ષિક 4% જેટલો ઓછો છે, તાંઝાનિયાની 35 ટકાથી વધુ વસ્તી અત્યંત ગરીબીમાં જીવે છે. આનું એક મુખ્ય કારણ દેશમાં શહેરીકરણની ધીમી ગતિ છે. લગભગ 34 ટકા વસ્તી વીજળી, સ્વચ્છતા અને શિક્ષણ જેવી મૂળભૂત સુવિધાઓથી વંચિત છે.