AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rental Service : હવે આ શું ! દાદી પણ ભાડેથી મળશે, 1900 રૂપિયામાં તો ઘરમાં રોનક આવી જશે

મોબાઈલ સર્વિસ, કાર સર્વિસ અને હોટલ સર્વિસ વિશે સૌ કોઈ જાણે છે પણ આ 'દાદી ભાડે મળે' તે સર્વિસ શું છે? જાણો આ અનોખી સર્વિસનું ખરું નામ શું છે અને કયા દેશમાં આ સેવા આપવામાં આવે છે.

| Updated on: Jul 21, 2025 | 5:45 PM
Share
કલ્પના કરો કે, કોઈ એવી કંપની હોય કે જે તમારી બધી સમસ્યાઓનું ધ્યાન રાખી શકે. એવામાં પછી ભલે તે સફાઈને લગતું કામ હોય, બાળકોની સંભાળ રાખવાનું કામ હોય, પાલતુ પ્રાણીઓની દેખરેખ માટેનું કામ હોય કે કોઈને કોઈ કાર્યક્રમમાં મોકલવા હોય, આ બધી સર્વિસ જો એક જગ્યાએ મળી આવે તો કેવું રહે?

1 / 7
હા, જાપાની કંપની 'ક્લાયન્ટ સર્વિસીસ' બસ આવું જ કઈંક કામ કરે છે. આ કંપની તમામ પ્રકારની મદદ પૂરી પાડે છે. ખાસ વાત તો એ કે, લોકો તમારા વતી માફી પણ માંગી શકે છે, તમારા સ્થાને કોઈ કાર્યક્રમમાં હાજરી પણ આપી શકે છે અને જો તમે નોકરી છોડવામાં ખચકાટ અનુભવો છો તો તેઓ તમારા વતી નોકરી છોડવાની વાત પણ કરી શકે છે.

2 / 7
લોકોના જીવનને સરળ બનાવવા માટે ઘણી અનોખી સેવાઓ શરૂ કરનાર 'ક્લાયન્ટ સર્વિસીસ' થકી વર્ષ 2012 માં "ઓકે ગ્રાન્ડમા" નામની એક ખાસ સેવા શરૂ કરવામાં આવી, જેને પ્રેમથી "ઓકે ઓપ્પા-ચાન" પણ કહેવામાં આવે છે.

3 / 7
હવે તેમની સૌથી અનોખી સેવા "ઓકે ગ્રાન્ડમા" વિશે વાત કરીએ તો, આ સર્વિસમાં તમે 60 થી 94 વર્ષની વયના દાદીને સાથે રાખી શકો છો. લોકો આનો ઉપયોગ એકલતા દૂર કરવા, વાત કરવા અથવા તો દાદી જેવો પ્રેમ મેળવવા માટે કરે છે. આના માટે પ્રતિ કલાક 3,300 યેન (1,928.39 Indian Rupees) જેટલો નજીવો ચાર્જ લેવામાં આવે છે.

4 / 7
લોકોના જીવનને સરળ બનાવવા માટે ઘણી અનોખી સેવાઓ શરૂ કરનાર ક્લાયન્ટ સર્વિસીસે વર્ષ 2012 માં "ઓકે ગ્રાન્ડમા" નામની આ ખાસ સેવા શરૂ કરી, જેને પ્રેમથી "ઓકે ઓપ્પા-ચાન" પણ કહેવામાં આવે છે. આજે પણ આ કંપનીની સૌથી લોકપ્રિય સર્વિસ છે.

5 / 7
આ કંપનીમાં કામ કરતી 100 થી વધુ વરિષ્ઠ મહિલાઓ પાસે જીવનનો ઊંડો અનુભવ છે, જેના આધારે તેઓ દરેક કામને સમજદારીથી અને જવાબદારીથી સંભાળે છે.

6 / 7
તેઓ માને છે કે, ઉંમર વધી ગઈ હોવા છતાં સમાજ માટે કંઈક કરવાની ઇચ્છા હજુ પણ જીવંત છે. કોઈની વાત સાંભળવી હોય, સારું ભોજન બનાવવું હોય, બાળકોને વસ્તુઓ સમજાવવી હોય કે મુશ્કેલ પરિસ્થિતિઓમાં કોઈનો સહારો બનવું હોય, દરેક કામ આ દાદીઓ કરે છે.

7 / 7

જ્ઞાનમાં વધારો કરવા માટે જનરલ નોલેજ ખૂબ જ ઉપયોગી એક ક્લિકમાં તમારૂ નોલેજ વધારો.

g clip-path="url(#clip0_868_265)">