AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

સુરતના મહિલા કોન્સ્ટેબલ રેખાબેને વધાર્યું ગૌરવ, કઝાકિસ્તાનમાં યોજાયેલી વર્લ્ડ સ્ટ્રેન્થ લિફ્ટિંગ ચેમ્પિયનશિપમાં મેળવ્યો ગોલ્ડ મેડલ, જુઓ તસવીરો

સુરતના 42 વર્ષીય કોન્સ્ટેબલ રેખાબેન દિલીપભાઈ વસાવાએ ગત 18 જુલાઈએ કઝાકિસ્તાનમાં યોજાયેલી 11મી વર્લ્ડ સ્ટ્રેન્થ લિફ્ટિંગ ચેમ્પિયનશિપ-2024’માં ગોલ્ડ મેડલ મેળવી સુરત સહિત આખા દેશનું ગૌરવ વધાર્યું છે. રેખાબેન વસાવાએ માસ્ટર-1માં 80 કિ.ગ્રા.થી વધુ વજનની કેટેગરીમાં અન્ય દેશોના રમતવીરોને પછાડી સુવર્ણ પદક માટે પોતાની દાવેદારી નિશ્ચિત કરી હતી.

Sanjay Chandel
| Edited By: | Updated on: Aug 03, 2024 | 2:50 PM
Share
રેખાબેન મૂળ ઉમરપાડા તાલુકાના બલાલકુવા ગામના વતની છે. રેખાબેન હાલ સુરતના મુખ્ય પોલીસ મથક ખાતે કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવે છે. તેઓ કહે છે કે કંઈક કરી છૂટવા માટે ઉંમરની કોઈ બાધ નથી હોતી. તેઓ પહેલા ટ્રાફિક બ્રિગેડમાં ફરજ બજાવતી હતી.

1 / 5
પોલીસની પરીક્ષા પાસ કર્યા બાદ છેલ્લા 9 વર્ષથી કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાઉં છે. જેમાં છેલ્લા 8 વર્ષથી સુરત ખાતે કાર્યરત છે. પોલીસ ખાતામાં દર વર્ષે રમાતા ડીજી કપમાં કબડ્ડી માટે રમતા બે વર્ષ પહેલા સ્ટ્રેન્થ લિફ્ટિંગના સિલેક્શનમાં ભાગ લીધો હતો. જિલ્લા રાજ્ય રાષ્ટ્રીય અને વિશ્વ કક્ષાએ વિવિધ સ્પર્ધાઓમાં ભાગ લીધો હતો.

2 / 5
 યોગ્ય સાથ સહકાર અને સલાહ સાથે કોઈ પણ સ્ત્રી મનગમતા ક્ષેત્રમાં સફળતા હાંસલ કરી શકે છે .એમ જણાવતા રેખાબેન તેમની સફળતાનો શ્રેય પરિવાર અને સાથી મિત્રોને આપ્યો છે. તેમના જણાવ્યા અનુસાર પતિ અને બાળકોએ દરેક તબક્કે પ્રોત્સાહન આપ્યું છે. મારા ઓફિસના સાથી મિત્રો અધિકારીઓ તેમજ પોલીસ કમિશનરએ પણ હંમેશા આગળ વધવાની તક આપી છે. જેથી હું વિશ્વ સ્તરે દેશનું પ્રતિનિધિત્વ કરી સુવર્ણ ચંદ્રક મેળવી. દેશનું ગૌરવ વધારવામાં સફળ થઈ છું.કોમન વેલ્થ એશિયન ગેમ્સમાં ભારત માટે પ્રતિનિધિત્વ કરવાનું ધ્યેય છે.

3 / 5
આ રમતમાં સર્વશ્રેષ્ઠ દેખાવ કરવા માટેના પ્રયત્નો વિષે જણાવતા તેમણે કહ્યું કે, હું સૌથી વિશેષ ધ્યાન મારા ડાયેટ પર આપું છું. ડાયેટ અનુસાર પોષણક્ષમ ખોરાક મારા શ્રેષ્ઠ પ્રદર્શનમાં ઉપકારક નીવડ્યું છે. આ સાથે જ નિયમિત શારીરિક વ્યાયામ અને સ્ટ્રેન્થ લિફટિંગની ટ્રેનિંગ પણ શરૂ જ હોય છે. છેલ્લા 2 વર્ષથી સ્ટ્રેન્થ લિફિટિંગ સાથે સંકળાયેલા છે. જેમાં તેમણે જિલ્લા રાજ્ય રાષ્ટ્ર અને વિશ્વ કક્ષાએ વિવિધ સ્પર્ધાઓમાં ભાગ લઈ ઉત્કૃષ્ટ દેખાવ કર્યો છે.

4 / 5
રેખાબેનના પતિ ખાનગી શાળામાં પ્યુનની નોકરી કરે છે. બંને બાળકો અભ્યાસ કરે છે આર્થિક રીતે નબળા પરિવારમાંથી આવતા રેખાબેન દરેક સ્ત્રી માટે પ્રેરણારૂપ છે. રેખાબેને સાબિત કર્યું કે દ્રઢ નિશ્ચય સાચી નિષ્ઠા અને અવિરત મહેનત સાથે કરવામાં આવતું કોઈ પણ કામ સફળતાના શિખરો સર કરાવે છે.

5 / 5
Follow Us
Breaking News : દારુકાંડમાં વધુ 13 આરોપીઓ પર પોલીસનો સપાટો..

બનાસકાંઠામાં મહિલાના ધર્માંતરણનો આરોપ, ચાર શખ્સો સામે નોંધાઈ ફરિયાદ

નંબર પ્લેટ વગર વાહન અને નો ઇંધણ જાહેરનામું: રાજકોટના વીડિયો પર સવાલો

કંપનીના કર્મચારીઓને મારી નાખવાની ધમકી આપી ખંડણી માગી

બોયઝ હોસ્ટેલમાં ધોરણ-9ના વિદ્યાર્થી સાથે રેગિંગ! સિનિયરે કર્યો ટોર્ચર

લઠ્ઠાકાંડ પર નીતિન પટેલનું નિવેદન, કહ્યું- ‘સરકાર,પોલીસની સતત કાળજી'

અમદાવાદ એરપોર્ટ પર ₹84 લાખના સોનાની દાણચોરી ઝડપાઈ

શાળાના બાળકે 1 રૂપિયો ખર્ચ્યા વગર બાળ મેળામાં કરી 'અદ્ભુત કમાણી'

Breaking News : મહેસાણામાં કેમિકલ ઢોળાતા ટેન્કમાં બે કર્મીઓ બેભાન

જખૌ દરિયાકાંઠે રહસ્યમય વસ્તુઓ મળી
જખૌ દરિયાકાંઠે રહસ્યમય વસ્તુઓ મળી
g clip-path="url(#clip0_868_265)">