તમારો નિશ્ચય મજબૂત હોય તો કોઈપણ મુશ્કેલી હરાવી શકે નહીં, આ પંક્તિ સુરતના વાનીઆએ સાચી સાબિત કરી

સુરતના મોહમ્મદ વાનીઆએ દેશનું નામ રોશન કર્યું છે. સુરતમાં રહેતો 18 વર્ષીય મોહમ્મદ વાનીઆ જન્મથી સાંભળી શકતો નથી મોહમ્મદ વાનીઆએ વર્લ્ડ ડેફ શૂટિંગ ચેમ્પિયન શિપમાં સિલ્વર અને બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કરી દેશનું નામ રોશન કર્યું છે

Sanjay Chandel
| Edited By: | Updated on: Sep 27, 2024 | 11:34 AM
18 વર્ષીય મોહમ્મદ વાનીઆ જન્મથી સાંભળી શકતો નથી. જન્મથી દિવ્યાંગ હોવા છતાં 18 વર્ષીય મોહમ્મદ એ અનોખી સિદ્ધિ  પ્રાપ્ત કરી છે. જર્મની ખાતે યોજાયેલ સેકન્ડ વર્લ્ડ ડેફ શૂટિંગ ચેમ્પિયનશિપ માં સિલ્વર અને બ્રોન્ઝ મેડલ હાંસીલ કરી દેશ નું નામ રોશન કર્યું છે

1 / 7
મોહમ્મદ વાનિયા ગુજરાતનો પ્રથમ શૂટર કે જેણે જર્મનીના હેનોવર ખાતે યોજાયેલી સેકન્ડ વર્લ્ડ ડેફ શૂટિંગ ચેમ્પિયનશિપમાં 10 મીટર એરરાઇફલ શૂટિંગમાં એક સિલ્વર અને બ્રોન્ઝ મળી કુલ 2 મેડલ જીત્યા છે. ઈન્ડિવિજ્યુઅલ કેટેગરીમાં તે બ્રોન્ઝ જ્યારે મિક્સ્ડ ટીમ ઇવેન્ટમાં સિલ્વર મેડલ જીત્યો હતો.

2 / 7
કાનમાં ડિવાઇસ અને હાથમાં રાઇફલ લઈને નિશાન સાધતા મોહમ્મદ વાનિયાએ સાબિત કરી દીધું છે કે જો તમારો નિશ્ચય મજબૂત હોય તો કોઈપણ મુશ્કેલી તમને હરાવી શકે નહીં

3 / 7
મોહમ્મદ 10 મહિનાનો હતો ત્યારે માતા-પિતાને ખબર પડી કે તે જન્મથી ડેફ એન્ડ ડમ્બ છે ત્યારે સુરતમાં ઓડિયોલોજીની સારી સુવિધા ન હતી એટલે માતા-પિતા 5 વર્ષ સુધી અઠવાડિયે એકવાર મુંબઈ જતા સાડા ચાર વર્ષનો હતો ત્યારે એનું ઓપરેશન કરાવી કોકલિયર ઇમ્પલાન્ટ કરાવ્યું હતું હાલ એ નોર્મલ સ્કૂલમાં જાય છે પરંતુ નોર્મલ છોકરાઓ જેટલા શબ્દો એની પાસે નથી હોતા તે સેલ્ફ ડિપેન્ડન્ટ ફીલ કરે એટલું બોલી શકે છે. જો તે ઇમ્પલાન્ટ કાઢી નાંખે તો સાંભળવાની શક્તિ શૂન્ય થઈ જાય છે

4 / 7
તે માત્ર ડેફ એન્ડ ડમ્બ શૂટરની કેટેગરીમાં જ નહીં પરંતુ નોર્મલ ખેલાડીઓની ટૂર્નામેન્ટમાં પણ નેશનલ પ્લેયર છે મોહમ્મદ કાનમાં ડિવાઇસ અને હાથમાં રાઇફલ લઇ અન્ય દિવ્યાંગ બાળકો માટે  પ્રેરણાસ્ત્રોત બન્યો છે મોહમ્મદના પિતા એ જણાવ્યું કે મોહમ્મદ એ 18 વર્ષ માં 11 ગોલ્ડ 7 સિલ્વર અને 7 બ્રોન્ઝ મેડલ  જીત્યા છે.

5 / 7
એ છેલ્લા 2 વર્ષથી નોર્મલ ખેલાડીઓની કેટેગરીમાં ગુજરાતમાં યુથ જુનિયર અને ઓપન ત્રણેય કેટેગરીમાં ગોલ્ડ જીતી રહ્યો છે અમને ખૂબ જ ગર્વ થાય છે કે અમારો પુત્ર પોતાની માટે નહીં પરંતુ દેશ માટે રમે છે અને નામ ગૌરંવિત કરે છે તો અન્ય બાળકો માટે પણ આજે મોહમ્મદ પ્રેરણાસ્ત્રોત બન્યો છે આ બાબતે મોહમ્મદ સાથે વાત કરવાનો પ્રયાસ કરતા તેણે જણાવ્યું કે ઓલમ્પિક ડેફ શૂટિંગ અને નોર્મલ ખેલાડીઓના ઓલમ્પિકમાં ભારત માટે ગોલ્ડ લાવવાનું તેનું સપનું છે

6 / 7
મોહમ્મદ તેની પહેલી જ ઇવેન્ટમાં ગોલ્ડ જીત્યો હતો તેણે પુણેમાં તેમજ અલગ અલગ કેમ્પમાં નેશનલ ઇન્ટરનેશનલ કોચિસ પાસે ટ્રેનિંગ લીધી છે,મોહમ્મદ એ જણાવ્યું કે તેને સુરતી લોચો બહુ જ પસંદ છે

7 / 7
Follow Us:
g clip-path="url(#clip0_868_265)">