સુરત: હોળીના તહેવારમાં લાખો કિલો લાકડા બચાવવાની અનોખી ઝુંબેશ, ગોબર સ્ટીકની માગમાં થયો મોટો વધારો
હિન્દુ સમુદાયમાં ભારે મહાત્મય ધરાવતા હોળી પર્વની ઉજવણી સાથે જ લાખો કિલો લાકડાનું આંધણ અટકે એ માટે વૈદિક હોળી પ્રગટાવવાની ઝુંબેશ રંગ લાવી રહી છે. હોળીની દરમિયાન ગૌવંશના સંવર્ધન અને પર્યાવરણના જતનના ઉદ્દેશ સાથે ગૌપ્રેમીઓ ગૌશાળાઓ પ્રબુદ્ધ નાગરીકો કટીબદ્ધ થયા છે. ગત વર્ષે સુરતની ચાર જાણીતી, મોટી ગૌશાળાઓ દ્વારા 95 ટન ગોબરસ્ટીક બનાવાઈ હતી. તે સામે આ લોકજાગૃતિને જોતાં 200 ટન ગોબરસ્ટીક બનાવવાનો નિર્ધાર કર્યો છે.
Most Read Stories