સમુદ્રમાં કોઈ રોમાંસ નહી પરંતુ આ નિયમોનું રાજ ચાલે છે, એક ભૂલ જેલ ભેગા કરી શકે
ક્રુઝ પર કેટલાક કડક નિયમો છે, જો તેનું ઉલ્લંઘન થાય તો વ્યક્તિને જહાજમાંથી ઉતારી શકાય છે અથવા ધરપકડ પણ કરવામાં આવે છે. તો ચાલો જાણી લઈએ ચાલતી ક્રુઝમાં મુસાફરી માટે ક્યા નિયમો હોય છે.

સમુદ્રમાં ચાલતા આલીશાન ક્રુઝ પર મુસાફરો મોજ, મસ્તી અને નાઈટ પાર્ટી કરે છે. તો કામ કરી રહેલા કર્મચારીઓ માટે આ સફર વધારે અનુશાસન અને સાવધાની રાખવાની હોય છે. ક્રુઝમાં કામ કરનાર સ્ટાફ માટે કેટલાક કડક નિયમો પણ છે. જો આ ભૂલો કરી તો ખતરો બની શકે છે.

ક્રુઝ પર કેટલાક એવા કડક નિયમો હોય છે. જેનું પાલન કરવું જરુરી બને છે. ક્રુઝ પર કામ કરનાર લોકોને ખુબ સંભાળીને રહેવું પડે છે. ન્યુયોર્ક પોસ્ટના રિપોર્ટ અનુસાર ક્રુઝને ચલાવનાર તેમજ ક્રુઝમાં કામ કરનાર સ્ટાફ મુસાફરો સાથે વાત કરવાથી દુર રહે છે.

ક્રુઝમાં કામ કરી ચૂકેલા એક વ્યક્તિએ સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કરીને કહ્યું હતુ કે, મુસાફરોની ખુબ નજીક જવું સ્ટાફ માટે સમસ્યાનું કારણ બની શકે છે.

જો કોઈ મહિલા પ્રવાસી ક્રુઝ સ્ટાફની સાથે ફલર્ટ કરે છે. તો તેના માટે સમસ્યા આવી શકે છે. ક્રુઝમાં કામ કરનાર કર્મચારીઓ મુસાફરોની કોઈ પણ ઓફરને વિનમ્રતાપૂર્વક અસ્વીકાર કરી દે છે. કારણ કે, આવું ન કરવા પર તેને જહાજ માંથી ઉતારી દેવામાં આવે છે.

ઓસીએ દાવો કર્યો કે, ક્રુઝ સ્ટાફ નિયમને એટલી ગંભીરતાથી લે છે કે, જો તે કોઈ સ્ટાફ મુસાફરોની નજીક જઈ રહ્યું છે. તો સમસ્યા થઈ શકે છે. સ્ટાફ કોઈ સંબંધ કે આવા કોઈ પ્રયાસ કરતો પકડાય જાય છે. તો તેને નોકરીમાંથી દુર કરવામાં આવે છે. જેમ જેલની સજા પણ થઈ શકે છે.

ઓસીએ દાવો કર્યો કે, ક્રુઝ સ્ટાફ નિયમને એટલી ગંભીરતાથી લે છે કે, જો તે કોઈ સ્ટાફ મુસાફરોની નજીક જઈ રહ્યું છે. તો સમસ્યા થઈ શકે છે. સ્ટાફ કોઈ સંબંધ કે આવા કોઈ પ્રયાસ કરતો પકડાય જાય છે. તો તેને નોકરીમાંથી દુર કરવામાં આવે છે. જેમ જેલની સજા પણ થઈ શકે છે. (ALL PHOTO : canva)
બાળકોનું સમર વેકેશન હોય કે તહેવારોના વેકેશન આવતા હોય ત્યારે લોકો વધારે ટ્રાવેલ કરતા નજરે પડે છે. તેમાં પણ ગુજરાતના સ્થળો બધાના ફેવરિટ છે. તો ટ્રાવેલને લગતા વધુ સમાચાર વાંચવા માટે અહી ક્લિક કરો
