Stock Market: 200% નું ડિવિડન્ડ! સિમેન્ટ બનાવતી કંપનીએ રોકાણકારોને ભેટ આપી, તમારી પાસે આ શેર છે કે નહીં?
સ્ટોક માર્કેટમાં આવતા અઠવાડિયે ઘણી કંપનીઓ ડિવિડન્ડની જાહેરાત કરશે. એવામાં સિમેન્ટ કંપનીએ 200% ડિવિડન્ડ આપવાનું એલાન કર્યું છે.

ભારતીય સિમેન્ટ કંપનીએ તેના શેરધારકો માટે મહત્વપૂર્ણ સમાચાર બહાર પાડયા છે. કંપનીએ નાણાકીય વર્ષ 2025-26 માટે વચગાળાના ડિવિડન્ડની જાહેરાત કરી છે.

17 ઓક્ટોબર, 2025 ના રોજ યોજાયેલી બેઠકમાં ડિરેક્ટર બોર્ડે આ ભલામણ કરી હતી. કંપનીએ એક્સચેન્જ ફાઇલિંગમાં જણાવ્યું હતું કે, ડિવિડન્ડ પ્રતિ ઇક્વિટી શેર ₹4 હશે. આ ડિવિડન્ડ ₹2 ની ફેસ વેલ્યુ ધરાવતા શેર પર આધારિત છે, જે આશરે 200 ટકા થાય છે.

કંપનીએ ડિવિડન્ડ માટે 25 ઓક્ટોબર, 2025 ને રેકોર્ડ ડેટ તરીકે નક્કી કરી છે. જણાવી દઈએ કે, ફક્ત તે શેરધારકો જ ડિવિડન્ડ મેળવવા માટે પાત્ર રહેશે જેમના નામ આ તારીખે કંપનીના રેકોર્ડમાં હશે. રેકોર્ડ ડેટ એ 'કટ-ઓફ ડેટ' છે, જે નક્કી કરે છે કે કોને ડિવિડન્ડ મળવું જોઈએ.

જો કે, ડિવિડન્ડ પેમેન્ટની તારીખ હજુ સુધી જાહેર કરવામાં આવી નથી. કંપની ટૂંક સમયમાં આ વિશે માહિતી આપશે. નિષ્ણાતો રોકાણકારોને કંપનીના અપડેટ્સ પર નજર રાખવા માટે સલાહ આપી રહ્યા છે.

'Dalmia Bharat Ltd' ના શેર શુક્રવારે એટલે કે 17 ઓકટોબરના રોજ 0.93% વધીને ₹2,245 પર બંધ થયા હતા. કંપનીનું માર્કેટ કેપ હાલમાં ₹ 42,110 કરોડ છે.
આ પણ વાંચો: Stock Market: સ્ટોક એક્સચેન્જ બંધ થઈ રહ્યું છે! 117 વર્ષ પછી તેની છેલ્લી દિવાળી ઉજવશે, 253 કરોડ રૂપિયામાં વેચાશે જમીન
