રોજર ફેડરરની વિદાયમાં ભાવુક થયા નડાલ સહિત તમામ દિગ્ગજ ટેનિસ ખેલાડીઓ, જુઓ ફોટો

ફેડરરે તેના ટેનિસ કારકિર્દીની છેલ્લી મેચ ડબલ્સ વર્ગમાં રાફેલ નડાલ સાથે રમી હતી. તેણે આ મેચ લેવર કપના કોર્ટ પર રમી હતી.

TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 24, 2022 | 8:32 PM
રોજર ફેડરરે ટેનિસ કોર્ટને અલવિદા કહ્યું. તેણે તેની છેલ્લી મેચ લેવર કપના કોર્ટ પર રમી હતી. ખાસ વાત એ છે કે મેન્સ સિંગલ્સના આ તાજ વગરના રાજાએ તેની છેલ્લી મેચ ડબલ્સ વર્ગમાં રમી હતી, જેમાં તે સ્પેનના રાફેલ નડાલ સાથે રમતા જોવા મળ્યો હતો.

1 / 8
છેલ્લી મેચનું પરિણામ રોજર ફેડરરની તરફેણમાં આવ્યું ન હતું. હાર તો મળી પણ હાર્યા પછી પણ દિલ જીતી લીધું. ફેડરરની વિદાય વખતે કોર્ટ પર એવું કોઈ હાજર નહોતું કે જેના આંસુ ન નીકળ્યા હોય. મેચમાં તેની સાથે રમનાર નડાલ ધ્રૂસકે ધ્રુસકે રડી પડ્યો હતો. તેના સિવાય, જોકોવિચ, મરે અને અન્ય તમામ ખેલાડીઓની પણ આ ભાવનાત્મક ક્ષણ દરમિયાન આંખો ભીની થઇ હતી.

2 / 8
20 વખતના ગ્રાન્ડ સ્લેમ વિજેતા રોજર ફેડરરનો છેલ્લો મુકાબલો જેક સોક અને ફ્રાન્સિસ ટિયાફોની જોડી સામે હતો. આ જોડી સામે ફેડરરે રાફેલ નડાલ સાથે મળીને પહેલો સેટ 6-4 થી જીત્યો હતો.

3 / 8
ફેડરર અને નડાલની જોડીનું કોર્ટ પર શાનદાર પ્રદર્શન રહ્યું હતું પરંતુ જેક અને ફ્રાન્સિસની જોડીએ બીજા સેટમાં જબરદસ્ત વાપસી કરીને સેટ 6-7 થી જીત્યો હતો.

4 / 8
ત્રીજા સેટમાં કાંટાની ટક્કર થઇ હતી. કોર્ટ પર એક તરફ અપાર અનુભવ અને બીજી તરફ જુસ્સો હતો. હવે કોઈની હાર અથવા જીત નિશ્ચિત હતી અને મેચમાં અનુભવ પર જુસ્સો ભારે પડયો. જેક અને ફ્રાન્સિસની જોડીએ ફેડરર અને નડાલ સામે ત્રીજો સેટ 9-11 થી જીત્યો હતો.

5 / 8
ચાહકોને આશા હતી કે રોજર ફેડરર તેની છેલ્લી મેચમાં જીતશે. પરંતુ, આવું થઈ શક્યું નહીં. જો કે આ મેચમાં હાર બાદ પણ ફેડરર લોકોનું દિલ જીતવામાં સફળ રહ્યો હતો.

6 / 8
ફેડરરે તેની છેલ્લી મેચ બાદ કહ્યું, "મારા માટે આ એક મોટો દિવસ છે. હું દુઃખી નથી પણ ખુશ છું. મને અહીં ઉભા રહીને સારું લાગે છે. મેં છેલ્લી વખત જે કર્યું તે બધું કરવામાં મને આનંદ આવ્યો. મારા પર કોઈ દબાણ નહોતું. મેં મેચ રમી, તે મારા માટે ખૂબ જ ખુશીની વાત હતી."

7 / 8
તમને જણાવી દઈએ કે 41 વર્ષીય ફેડરરે ગયા અઠવાડિયે જ સોશિયલ મીડિયા દ્વારા નિવૃત્તિની જાહેરાત કરી હતી. લેવર કપ પહેલા આયોજિત પ્રેસ કોન્ફરન્સમાં તેણે કહ્યું હતું કે રાફેલ નડાલ સાથે ડબલ્સ રમવાનું તેનું સપનું છે. તેની અંતિમ મેચમાં, તેણે તે સ્વપ્ન જીવ્યું.

8 / 8

Latest News Updates

Follow Us:
નવસારીની કેસર કેરીના શોખીનો માટે માઠા સમાચાર

તાપીના વાલોડ, વ્યારા, ડોલવણમાં વરસ્યો વરસાદ, માવઠું થતા જગતનો તાત ચિંત

આકરા ઉનાળા વચ્ચે વલસાડ શહેર અને આસપાસના વિસ્તારમાં કમોસમી વરસાદ

આ રાશિના જાતકોને થશે ધનલાભ, જાણો તમારુ રાશિફળ

જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો

મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો

ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video

ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video

પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના

g clip-path="url(#clip0_868_265)">