ભારતીય સૈન્ય- સુરક્ષા દળ દ્વારા ઉપયોગમાં લેવાતા શસ્ત્રોનુ પ્રદર્શન નિહાળતા સીએમ ભૂપેન્દ્ર પટેલ
શસ્ત્ર પ્રદર્શન મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ, ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી સહીત અન્ય મહાનુભાવોએ નિહાળ્યું હતું. શસ્ત્ર પ્રદર્શન નિહાળતા મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે, ભારતીય સૈન્ય અને વિવિધ સુરક્ષા દળોમાં ઉપયોગમાં લેવાતા આધુનિક શસ્ત્રોની વિગતવાર માહિતી મેળવી હતી.
સમગ્ર દેશમાં આજે 77માં ગણતંત્ર દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી. ગુજરાતમાં રાજ્યકક્ષાના ગણતંત્ર દિવસની ઉજવણી, નવા બનાવેલા વાવ-થરાદ જિલ્લામાં કરવામાં આવી હતી. રાજયપાલે, આજે સવારે રાષ્ટ્રધ્વજ ફરકાવીને સલામી ઝીલી હતી. મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ અને ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ, શસ્ત્ર પ્રદર્શન નિહાળ્યું હતું.
બનાસકાંઠા જિલ્લામાંથી અલગ નવા રચાયેલા વાવ થરાદ જિલ્લામાં, આજે 77માં પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરવામાં આવી હતી. રાજ્યપાલ દેવવ્રત આચાર્ય, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સહિતના મહાનુભાવોએ પ્રજાસત્તાક પર્વની રાજ્યકક્ષાની ઉજવણીમાં ભાગ લીધો હતો. થરાદ ખાતે ગુજરાત પોલીસ વિભાગ દ્વારા આયોજિત ભવ્ય શસ્ત્ર પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ શસ્ત્ર પ્રદર્શન મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ, ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી સહીત અન્ય મહાનુભાવોએ નિહાળ્યું હતું. શસ્ત્ર પ્રદર્શન નિહાળતા મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે, ભારતીય સૈન્ય અને વિવિધ સુરક્ષા દળોમાં ઉપયોગમાં લેવાતા આધુનિક શસ્ત્રોની વિગતવાર માહિતી મેળવી હતી.
સરહદી વિસ્તાર એવા વાવ – થરાદ જિલ્લામાં યોજાયેલ રાજ્યકક્ષાની પ્રજાસત્તાક પર્વ ઉજવણીના ભાગરૂપે આયોજિત આ શસ્ત્ર પ્રદર્શન નાગરિકોમાં વિશેષ આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું.
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો.
CM ભૂપેન્દ્ર પટેલ સહીત અન્યોએ વાવ થરાદમાં નિહાળ્યું શસ્ત્ર પ્રદર્શન
ખારીકટ કેનાલની કામગીરી ખોરંભે ચઢવા મુદ્દે ધારાસભ્યએ લગાવ્યા આરોપ
PM મોદીએ ગુજરાતના ગામનુ કામ, મન કી બાતમાં ઉલ્લેખ કરીને દેશને જણાવ્યું
ગુજરાતમા SIRમાં કાવાદાવા સફળ રહ્યાં તો BJP દેશભરમાં તેનો અમલ કરશે
