માત્ર 5,00,000 લોકોની વસ્તી ધરાવતો દેશ ફિફા વર્લ્ડ કપ 2026 માટે થયો ક્વોલિફાય, રચી દીધો ઈતિહાસ
ફિફા વર્લ્ડ કપ 2026ના ક્વોલિફાયર રાઉન્ડમાં શાનદાર પ્રદર્શન કરી 5 લાખની વસ્તી ધરાવતા એક દેશે વર્લ્ડ કપ માટે ક્વોલિફાય કર્યું છે. દિલ્હી-NCR કરતા 60 ગણી ઓછી ધરાવતા આ આફ્રિકન દેશે ફિફા વર્લ્ડ કપમાં ક્વોલિફાય કરી ઈતિહાસ રચી દીધો છે. આ દેશ પહેલીવાર વર્લ્ડ કપમાં રમશે. જાણો કયો છે આ દેશ અને કેવું રહ્યું છે તેમનું પ્રદર્શન.

ફક્ત 525,000 ની વસ્તી ધરાવતો એક એવો દેશ જેનું નામ પણ કરોડો લોકો જાણતા નથી તેની ફૂટબોલ ટીમે 2026 ફૂટબોલ વર્લ્ડ કપ માટે ક્વોલિફાય કરી ઈતિહાસ દીધો છે.

આફ્રિકન દેશ કેપ વર્ડે 2026 ફિફા વર્લ્ડ કપ માટે ક્વોલિફાય થઈ ગયું છે. આ દેશ ફિફા વર્લ્ડ કપમાં પ્રથમ વખત ક્વોલિફાય થયું છે. નોંધપાત્ર વાત એ છે કે આ દેશની કુલ વસ્તી ફક્ત 525,000 છે. જે દિલ્હી-NCR કરતા 60 ગણી ઓછી છે.

કેપ વર્ડેએ 2026 વર્લ્ડ કપ આફ્રિકન ક્વોલિફાઈંગ મેચમાં એસ્વાટિનીને 3-0થી હરાવીને તેમના ગ્રુપમાં ટોચનું સ્થાન મેળવ્યું અને હવે કેપ વર્ડે પ્રથમ વખત ફૂટબોલ વર્લ્ડ કપમાં રમશે.

કેપ વર્ડે ફિફા વર્લ્ડ કપ માટે ક્વોલિફાય થનાર વસ્તીની દ્રષ્ટિએ બીજો સૌથી નાનો દેશ છે. આઈસલેન્ડ 350,000 કરતા ઓછી વસ્તી સાથે ક્વોલિફાય થનાર વિશ્વનો સૌથી નાનો દેશનો રેકોર્ડ ધરાવે છે.

ડેલોન લિવ્રેમેન્ટો, વિલી સેમેડો અને સ્ટોપેરાના ગોલથી કેપ વર્ડેનો વિજય સુનિશ્ચિત થયો. કેપ વર્ડેની સરકારે મેચ જોવા માટે અડધા દિવસની રજા જાહેર કરી. (PC-GETTY IMAGES)
ફૂટબોલ વિશ્વભરમાં સૌથી વધુ જોવાતી અને રમાતી રમત છે. ફૂટબોલ સાથે જોડાયેલ તમામ સમાચાર વાંચવા અહીં ક્લિક કરો
