Asian Champions Trophyની સેમિફાઈનલમાં થશે IND vs PAKનો જંગ, જાણો સ્થળ, સમય અને હેડ ટુ હેડ રેકોર્ડ
Asian Champions Trophy 2023 : ભારત અને પાકિસ્તાનની હોકી ટીમ વચ્ચે એશિયન ચેમ્પિયન ટ્રોફી 2023માં 9 ઓગસ્ટ બુધવારે થશે. આ મેચને લઈને ભારત-પાકિસ્તાનના ફેન્સમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

મલેશિયાની હોકી ટીમને 5-0થી હરાવીને ભારતીય હોકી ટીમે એશિયન ચેમ્પિયન્સ ટ્રોફીની સેમિફાઈનલમાં સ્થાન મેળવી લીધું છે. જેને કારણે હવે 9 ઓગસ્ટ. 2023ના દિવસે ભારત અને પાકિસ્તાનની હોકી ટીમ વચ્ચે સેમિફાઈનલમાં ટક્કર થશે.

9 ઓગસ્ટ, 2023ના રોજ ભારતીય સમય અનુસાર સાંજે 8.30 કલાકે આ મેચ શરુ થશે. ચેન્નાઈના મેયર રાધાકૃષ્ણન હોકી સ્ટેડિયમમાં આ મેચ રમાશે.

ભારત-પાકિસ્તાનની હોકી ટીમ વચ્ચે હમણા સુધી 178 વાર ટક્કર થઈ છે, જેમાંથી 64 મેચમાં ભારતની અને 82 મેચમાં પાકિસ્તાનની જીત થઈ છે. જ્યારે 32 મેચ ડ્રો રહી છે.

એશિયન ચેમ્પિયન્સ ટ્રોફીમાં બંને ટીમ વચ્ચે 10 મેચ રમાઈ છે. જેમાંથી 6 મેચમાં ભારતની અને 2 મેચમાં પાકિસ્તાની ટીમની જીત થઈ છે.

ભારતની સંભવિત પ્લેઈંગ ઈલેવન - ક્રિષ્ન પાઠક્સ, અમિત રોહિદાસ, હરમનપ્રીત સિંહ, મનપ્રીત સિંહ, વરુણ કુમાર, સુખજીત સિંહ, હાર્દિક સિંહ, જર્મનપ્રીત સિંહ, આકાશદીપ સિંહ, સમશેર સિંહ, મનદીપ સિંહ