Rich Player: ‘રોહિત શર્મા કે વિરાટ કોહલી’ સૌથી વધારે અમીર કોણ છે? જાણો બંને ખેલાડીઓની કુલ કમાણી
રોહિત અને કોહલી હાલમાં વિશ્વ ક્રિકેટના બે દિગ્ગજ ખેલાડીઓ છે. જણાવી દઈએ કે, બંને ખેલાડી લાખો કમાણી કરે છે. એવામાં ચાલો જાણીએ કે, રોહિત શર્મા અને વિરાટ કોહલી બંનેમાંથી સૌથી વધારે અમીર કોણ છે...

રોહિત શર્મા 38 વર્ષની ઉંમરે પણ તેના શ્રેષ્ઠ ફોર્મમાં છે. તેણે ઓસ્ટ્રેલિયા સામેની ત્રીજી વનડેમાં 121 રનની અણનમ ઇનિંગ રમી હતી. તેને 'પ્લેયર ઓફ ધ મેચ' તરીકે પસંદ કરવામાં આવ્યો અને 'પ્લેયર ઓફ ધ સિરીઝ'નો એવોર્ડ પણ મળ્યો હતો. બીજીબાજુ વિરાટ કોહલીએ ત્રીજી વનડેમાં અણનમ 74 રન બનાવ્યા હતા. તેની ઇનિંગને કારણે ભારતે ઓસ્ટ્રેલિયાને 9 વિકેટથી હરાવ્યું હતું.

રોહિત શર્મા અને વિરાટ કોહલી વિશ્વના મહાન ખેલાડીઓમાંના એક છે. બંને દોઢ દાયકાથી વધુ સમયથી આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમી રહ્યા છે. 2024 માં T20 વર્લ્ડ કપ જીત્યા પછી બંનેએ એકસાથે T20 માંથી નિવૃત્તિ લીધી હતી, તે જ વર્ષે બંનેએ એક અઠવાડિયામાં ટેસ્ટ ક્રિકેટને પણ અલવિદા કહી દીધું હતું. હવે બંને ફક્ત ODI ફોર્મેટમાં રમી રહ્યા છે અને વર્ષ 2027 ના વર્લ્ડ કપમાં રમશે, તેવી દરેકને આશા છે.

મીડિયા રિપોર્ટના અહેવાલ મુજબ, વર્ષ 2025 સુધીમાં રોહિત શર્માની કુલ સંપત્તિ આશરે ₹214 કરોડ હોવાનો અંદાજ છે. તેની કમાણી IPL, BCCI ના સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ અને જાહેરાતોમાંથી આવે છે. આ ઉપરાંત, તે દરેક મેચની ફીમાંથી પણ કમાણી કરે છે.

અહેવાલ મુજબ, વિરાટ કોહલીની કુલ સંપત્તિ ₹1,050 કરોડ હોવાનો અંદાજ છે. તેની નોંધપાત્ર કમાણી જાહેરાતોમાંથી આવે છે. તેનો IPL પગાર પણ કરોડોમાં છે. તે BCCI ના સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ અને મેચ ફીમાંથી પણ કમાણી કરે છે. વિરાટ કોહલીના ભારતના ઘણા શહેરોમાં રેસ્ટોરન્ટ પણ છે.

વિરાટ કોહલી તેની શરૂઆતની સીઝનથી જ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર માટે રમી રહ્યો છે. તેની ટીમે છેલ્લી સીઝનમાં ટાઇટલ જીત્યું હતું અને આ સીઝન માટે પણ RCB એ કોહલીને ₹21 કરોડમાં રીટેન કર્યો છે. બીજીબાજુ રોહિત શર્માએ તેની કેપ્ટનશીપ હેઠળ મુંબઈ ઇન્ડિયન્સને 5 વાર ચેમ્પિયન બનાવ્યું છે. તે હજુ ટીમનો ભાગ છે પણ કેપ્ટન નથી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ગઈ સીઝનમાં રોહિતનો પગાર ₹16 કરોડ હતો.

વિરાટ કોહલી અને રોહિત શર્મા BCCIના સેન્ટ્રલ કોન્ટ્રાક્ટના A+ ગ્રેડમાં છે. આ ગ્રેડના ખેલાડીઓ વાર્ષિક ₹7 કરોડનો પગાર મેળવે છે અને બંનેને તેમના BCCI કોન્ટ્રાક્ટમાંથી સમાન પગાર મળે છે.

આનો અર્થ એ થયો કે, વિરાટ કોહલી રોહિત શર્મા કરતા વધુ ધનવાન છે. રોહિતની કુલ સંપત્તિ ₹214 કરોડ છે, જ્યારે વિરાટ કોહલીની કુલ સંપત્તિ ₹1,050 કરોડ છે. વિરાટની કુલ સંપત્તિ રોહિત કરતા ₹836 કરોડ વધુ છે.

મળતી માહિતી અનુસાર, ભારતીય ક્રિકેટરોને દરેક મેચ માટે અલગ અલગ ફી ચૂકવવામાં આવે છે. ટેસ્ટ મેચ રમતા ખેલાડીઓને પ્રતિ મેચ ₹15 લાખ મળે છે, જ્યારે ODI મેચ રમતા ખેલાડીઓને પ્રતિ મેચ ₹6 લાખ મળે છે. આ દરમિયાન T20 રમતા ખેલાડીઓને પ્રતિ મેચ ₹3 લાખ ચૂકવવામાં આવે છે.
આ પણ વાંચો: IND vs AUS LIVE: સિડનીમાં ચાલ્યો ચાલ્યો રોહિત શર્માના બેટનો જાદુ, ફટકારી શાનદાર સેન્ચ્યુરી, કોહલીની પણ ફિફ્ટી
ક્રિકેટ એ વિશ્વની સૌથી લોકપ્રિય રમતોમાંની એક છે. આ રમત ત્રણ ફોર્મેટમાં રમાય છે, જેમાંથી સૌથી લાંબુ ફોર્મેટ ટેસ્ટ ક્રિકેટ છે. અહી ક્લિક કરો
