Ranbir Alia Wedding : આલિયાનો ‘બાળપણનો પ્રેમ’ રહ્યો છે રણબીર, કંઈક આવી રહી છે લવ બર્ડસની સફર……
રણબીર કપૂર (Ranbir Kapoor) અને આલિયા ભટ્ટના(Alia Bhatt) લગ્નના સમાચાર ઘણા સમયથી બોલિવૂડમાં ચર્ચામાં છે. 14 એપ્રિલના રોજ રણબીર-આલિયા લગ્નના બંધનમાં બંધાવા જઈ રહ્યા છે


રણબીર કપૂર (Ranbir Kapoor) અને આલિયા ભટ્ટના(Alia Bhatt) લગ્નના સમાચાર ઘણા સમયથી બોલિવૂડમાં ચર્ચામાં છે. આજે રણબીર-આલિયા લગ્નના બંધનમાં બંધાવા જઈ રહ્યા છે (Ranbi-Alia Wedding). રણબીર અને આલિયા બંને સ્ટાર કિડ્સ છે. કપૂર પરિવારમાં જન્મેલા રણબીર અને આલિયા ભટ્ટ બાળપણથી જ ફિલ્મો તરફ આકર્ષાયા હતા. શું તમે જાણો છો કે આલિયાએ સૌથી પહેલા રણબીરને શૂટિંગ સેટ પર જ જોયો હતો. ત્યારથી આલિયા રણબીરને પસંદ કરવા લાગી હતી. ચાલો જાણીએ આલિયા-રણબીરની બાળપણથી લઈને અત્યાર સુધીની સફર વિશે..

આલિયા ભટ્ટ ઘણી વખત ઓન એર કબૂલ કરી ચૂકી છે કે રણબીર તેનો 'બાળપણનો પ્રેમ' છે. રણબીર અને આલિયાની પહેલી મુલાકાત સંજય લીલા ભણસાલીના સેટ પર થઈ હતી. તે સમયે સાંજ લીલા ભણસાલી ફિલ્મ 'બાલિકા વધૂ' બનાવી રહ્યા હતા. જોકે તે ફિલ્મ પૂરી થઈ શકી નહોતી. પરંતુ તે દિવસે આ બે સ્ટારના કનેક્શન મળી ગયા હતા.

રણબીરે પહેલા આસિસ્ટન્ટ ડિરેક્ટર તરીકે કામ કર્યું. સંજય લીલ ભણસાલીને તેમની ફિલ્મોમાં તેને આસિસ્ટ કર્યો. જે પછી ધીમે ધીમે તેને કેમેરાની પાછળથી આગળ લાવવામાં આવ્યો. સંજય લીલા ભણસાલીને રણબીરનો સ્વભાવ અને તેનો જુસ્સો ગમ્યો.તમને જણાવી દઈએ કે, સંજયે રણબીરને ફિલ્મ 'સાંવરિયા'ના હીરોના રોલ માટે પસંદ કર્યો હતો .

આલિયા એ દિવસોમાં રણબીર કપૂર સાથે ફિલ્મ 'સાવરિયા'માં પણ જોવા મળી હતી. આવી સ્થિતિમાં આલિયા ભટ્ટે કોફી વિથ કરણ શોમાં રણબીર વિશે પોતાના દિલની વાત કરી હતી, તે સમયે અભિનેત્રીએ તેની પહેલી ફિલ્મ 'સ્ટુડન્ટ ઑફ ધ યર' કરી રહી હતી. તેણે તે સમયે સ્પષ્ટ કર્યું હતું કે તે રણબીરને પસંદ કરે છે. આ પછી 2017માં રણબીર અને આલિયાને સાથે કામ કરવાની તક મળી. બંને અયાન મુખર્જીની ફિલ્મ 'બ્રહ્માસ્ત્ર'ના શૂટિંગ દરમિયાન નજીક આવ્યા હતા. અહીં રણબીર સાથે કામ કરીને આલિયાની ઈચ્છા પૂરી થઈ રહી હતી. તો બીજી તરફ રણબીર પણ આલિયાને પસંદ કરવા લાગ્યો હતો.

અભિનેત્રી સોનમ કપૂરના લગ્નમાં રણબીર આલિયા એકબીજાની નજીક જોવા મળ્યો હતા.જે બાદથી જ બંને વચ્ચે અફેરની ચર્ચા શરૂ થઇ હતી. જોકે રણબીર અને આલિયાએ ક્યારેય તેમના સંબંધો વિશે કંઈપણ જાહેર કર્યું નથી.

જો કે ક્યારેક ઈવેન્ટ્સમાં તો ક્યારેક એવોર્ડ ફંક્શનમાં રણબીર આલિયાની વાત કરતો જોવા મળે છે. તમને જણાવી દઈએ કે, નીતુ અને ઋષિ કપૂર પણ રણબીરના સંબંધોથી ખુશ હતા.






































































