Rahul Gandhi Affidavit: મોદી સરકારની આ સ્કિમમાં છે રાહુલ ગાંધીનું રોકાણ, કોરાનાકાળમાં લીધો હતો આ યોજનાનો લાભ
રાહુલ ગાંધીએ કોરોનાકાળ દરમીયાન મોદી સરકારની સોવરિન ગોલ્ડ બોન્ડ સ્કીમમાં રોકાણ કર્યું હતું. ઉલ્લેખનીય છે કે મોદી સરકારે પહેલીવાર સસ્તું સોનું ખરીદવા માટે નવેમ્બર 2015માં આ સ્કીમ શરૂ કરી હતી.

રાહુલ ગાંધીએ બુધવારે કેરળના વાયનાડથી ચૂંટણી નામાંકન ભર્યું હતું, જેમાં તેમણે પોતાની સંપત્તિનો પણ ખુલાસો કર્યો હતો. ચૂંટણી એફિડેવિટ અનુસાર, રાહુલ ગાંધીની જંગમ સંપત્તિ 9,24,59,264 રૂપિયા છે, જ્યારે તેમની સ્થાવર સંપત્તિ લગભગ 11,14,02,598 રૂપિયા છે. આ હિસાબે તેમની કુલ સંપત્તિ (રાહુલ ગાંધી નેટવર્થ) 20,38,61,862 રૂપિયા છે. જો કે રાહુલ ગાંધી પર લગભગ 49.79 લાખ રૂપિયાનું દેવું છે.

રાહુલ ગાંધીએ કોરોનાકાળ દરમીયાન મોદી સરકારની સોવરિન ગોલ્ડ બોન્ડ સ્કીમમાં રોકાણ કર્યું હતું.ઉલ્લેખનીય છે કે મોદી સરકારે પહેલીવાર સસ્તું સોનું ખરીદવા માટે નવેમ્બર 2015માં આ સ્કીમ શરૂ કરી હતી.

સોવરિન ગોલ્ડ બોન્ડ સ્કીમ 8 વર્ષ માટે સોનામાં રોકાણ કરવાની તક પૂરી પાડે છે. આ યોજના હેઠળ, વાર્ષિક 2.50% વળતર નિશ્ચિત મળે છે.

સોવરેન ગોલ્ડ બોન્ડ એક સરકારી બોન્ડ હોય છે. તેને ડીમેટ સ્વરૂપમાં રૂપાંતરિત કરી શકાય છે. તેનું મૂલ્ય રૂપિયા અથવા ડોલરમાં નથી, પરંતુ સોનાના વજનમાં થાય છે. જો બોન્ડ પાંચ ગ્રામ સોનું છે, તો પાંચ ગ્રામ સોના જેટલી કિંમત હશે, એટલી જ બોન્ડની કિંમત હશે.

કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ પણ તેમના સોગંદનામામાં ખુલાસો કર્યો હતો કે તેમની પાસે RBI સોવરિન ગોલ્ડ બોન્ડના 220 યુનિટ છે, જેની વર્તમાન બજાર કિંમત 15.21 લાખ રૂપિયા છે.આ યોજનાનામાં તેમણે 2020-21 માં રોકાણ કરવાનું શરૂ કર્યું હતું,

































































