કેરળની મૂંછવાળી મહિલાના ફોટોઝ થયા વાયરલ, જાણો કેમ છોકરીઓને પણ આવે છે દાઢી-મૂંછ

કેરળની એક મહિલાના ફોટોઝ હાલમાં વાયરલ (Viral Video) થઈ રહ્યા છે. તેના ફોટોઝ વાયરલ થવા પાછળનું કારણ તેની સુંદરતા નથી પણ તેની મૂંછ છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 26, 2022 | 7:30 PM
મહિલાઓ પોતાની સુંદરતા કે પોતાની કળાને કારણે વધારે ચર્ચાતી હોય છે. પણ કેરળની 35 વર્ષીય શાયઝા તેની મૂંછને કારણે હાલમાં ચર્ચાનો વિષય બની છે. તેણે સોશિયલ મીડિયા પર ફોટોઝ શેર કરીને લખ્યુ છે કે, મને મારી મૂંછથી ખુબ પ્રેમ છે. તેના વગર હું ના જીવી શકુ. મને મારી મૂંછ પર ગર્વ છે. ચાલો જાણીએ કે શાયડા વિશે અને છોકરીઓને દાઢી-મૂંછ કેમ આવે છે તેના કારણ વિશે.

1 / 5
35 વર્ષની શાયઝા કહે છે, અન્ય છોકરીઓની જેમ તેના પણ હોઠ પર વાળ હતા. આ કારણે ઘણી વખત તેની મજાક પણ ઉડાવવામાં આવી હતી. લોકો તેનાથી દૂર રહેવા લાગ્યા. તેણે કહ્યુ છે, "શરુઆતમાં મેં થ્રેડિંગ કરવાનું શરૂ કર્યું. પરિણામે વાળ વધુ સખત બન્યા, તેથી મેં તેમને જાળવી રાખવાનું નક્કી કર્યું. ઘણી વખત લોકોએ મને તેને કાઢી નાખવાની સલાહ આપી છે, પરંતુ મેં તેને રાખવાનું નક્કી કર્યું. મને ક્યારેય લાગ્યું નથી કે હું સુંદર નથી.

2 / 5
દાઢી-મૂંછ ધરાવતી સૌથી નાની વયની મહિલા તરીકે હરનામ કૌરનું નામ ગિનિસ બુક ઑફ રેકોર્ડ્સમાં નોંધાયેલું છે. 16 વર્ષની ઉંમરે તેણે પોલિસિસ્ટિક અંડાશયના ડિસઓર્ડર હોવાનું સામે આવ્યુ હતું. જેના કારણે તેના ચહેરા અને શરીર પર વાળ વધુ ઉગવા લાગ્યા હતા. છોકરીઓના ચહેરા પરની મૂછની સારવાર શું છે? આના પર નિષ્ણાતો કહે છે કે, લેસર ટ્રીટમેન્ટથી પણ તેની સારવાર શક્ય છે.

3 / 5
ડર્મેટોલોજિસ્ટ અનુસાર , આ એક જૈવિક સમસ્યા છે. જ્યારે ચહેરા પર વધુ વાળ હોય ત્યારે આવી સ્થિતિને વિજ્ઞાનની ભાષામાં 'હાયપર ટ્રાઇકોસિસ' કહે છે. જો આ સમસ્યા પેઢી દર પેઢી વધી રહી હોય તો તેને 'જેનેટિક હાઇપર ટ્રાઇકોસિસ' તરીકે ઓળખવામાં આવે છે.

4 / 5
નિષ્ણાતો કહે છે કે, તેનું સૌથી મોટું કારણ શરીરમાં હોર્મોન્સનું અસંતુલન છે. એટલે કે આવું થવાના બે કારણો છે, પહેલું આનુવંશિક અને બીજું હોર્મોનલ અસંતુલન. સ્ત્રીઓમાં હોર્મોનલ અસંતુલનનું એક મુખ્ય કારણ PCOD એટલે કે પોલિસિસ્ટિક ઓવેરિયન ડિસઓર્ડર છે. આ ડિસઓર્ડરનું મુખ્ય કારણ અવ્યવસ્થિત જીવનશૈલી છે.

5 / 5

Latest News Updates

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">