Pant Surname History : રિષભ પંતની અટકનો અર્થ અને ઈતિહાસ જાણો
દેશ-દુનિયામાં અલગ-અલગ વર્ણના લોકો વસવાટ કરે છે. કોઈ પણ માણસના નામ પાછળ એક વિશેષ નામ લખવામાં આવે છે. તેને અટક તરીકે ઓળખાય છે. તો આજે પંત અટકનો અર્થ શું થાય તે જાણીશું

પંત અટક ભારતમાં જાણીતી છે. ભારતમાં ખાસ કરીને મહારાષ્ટ્ર, ઉત્તર ભારત અને નેપાળના કેટલાક ભાગોમાં જોવા મળે છે.

પંત અટક મુખ્યત્વે બ્રાહ્મણ સમુદાયમાં પ્રચલિત છે અને તેનો ઊંડો ઐતિહાસિક અને સાંસ્કૃતિક અર્થ છે.

સંસ્કૃત શબ્દ "પંડિત" અથવા "પાંડ" પરથી પંત શબ્દ ઉતરી આવ્યો હોવાનું માનવામાં આવે છે, જેનો અર્થ વિદ્વાન, જ્ઞાની વ્યક્તિ, ધર્મશાસ્ત્ર, વેદ, જ્યોતિષ અથવા પુરોહિતત્વમાં જાણકાર થાય છે.

"પાંડ" શબ્દ "પંત" બન્યો, જે સમય જતાં આદરણીય અટક તરીકે ઉપયોગમાં લેવા લાગ્યો.

છત્રપતિ શિવાજી મહારાજના સમયમાં ઘણા બ્રાહ્મણ અધિકારીઓ હતા જેમને "પંત" ઉપનામથી ઓળખવામાં આવતા હતા.

પેશ્વા (મુખ્ય સેનાપતિ અથવા વહીવટકર્તા) નું બિરુદ પણ પાછળથી બ્રાહ્મણોને આપવામાં આવ્યું હતું, અને ક્યારેક તેને "પંત" અટક સાથે પણ ઓળખવામાં આવતું હતું.

પંત અટક ઉત્તરાખંડ અને ઉત્તર પ્રદેશના કુમાઉ અને ગઢવાલ પ્રદેશોમાં પણ જોવા મળે છે. ત્યાં તે પ્રાચીન કશ્યપ ગોત્ર બ્રાહ્મણોમાં જોવા મળે છે.

પંત અટક ઉત્તર પ્રદેશ અને મહારાષ્ટ્રના ચિત્પાવન બ્રાહ્મણ, દેશસ્થ બ્રાહ્મણ સમુદાયમાં જોવા મળે છે. તેમજ ઉત્તરાખંડમાં સારસ્વત અને કશ્યપ ગોત્રના બ્રાહ્મણોમાં પણ આ અટક જોવા મળે છે.

પંત અટક ધરાવતા પરિવારો પરંપરાગત રીતે જ્યોતિષ, પુરોહિત, વહીવટ અને શાસ્ત્રોના અભ્યાસ તરફ વલણ ધરાવતા રહ્યા છે.(નોધ :પબ્લિક ડોમેનમાં ઉપલબ્ધ માહિતી અનુસાર આ સ્ટોરી ફાઈલ કરવામાં આવી છે.)
Tv9 ગુજરાતી પર શહેર, અટક પાછળના ઈતિહાસની જાણકારી નિયમિત પ્રકાશિત કરવામાં આવે છે. તો તમારે પણ ઈતિહાસના વધુ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો.
