Nifty ની કિંમતમાં હવે થશે મોટો વધારો ! આ એક કારણ છે જવાબદાર, જાણો વિગત
આજે શેરમાર્કેટમાં બજાર ખૂલતાંની સાથે જ રૂપિયા 4 લાખ કરોડની કમાણી, થઈ છે ત્યારે સેન્સેક્સ-નિફ્ટીમાં અદ્ભુત વધારો જોવા મળ્યો.સવારે 9.30 વાગ્યા સુધીમાં શેરબજારમાં સેન્સેક્સ 812 પોઈન્ટના ઉછાળા સાથે 79,916 પર ટ્રેડ કરી રહ્યો હતો. જ્યારે નિફ્ટી 243 પોઈન્ટ ઉછળીને 24,387ના સ્તરે હતો. પરંતુ આજે Nifty જે કિંમત પર બંધ થયો છે. તે બાદ હવે આગામી ટ્રેડિંગ દરમ્યાન તેમાં વધારો જોવા મળી શકે તેમ છે. જાણો તેણી પાછળનું કારણ

આજે શુક્રવારે સેન્સેક્સમાં 1,000 પોઈન્ટનો ઉછાળો જોવા મળ્યો હતો. નિફ્ટીમાં લગભગ 300 પોઈન્ટનો વધારો જોવા મળી રહ્યો છે. નિફ્ટીના 50માંથી 43 શેરોમાં ઉછાળો જોવા મળ્યો હતો જ્યારે સેન્સેક્સના 30માંથી 28 શેરોમાં ખરીદી જોવા મળી હતી. નિફ્ટી બેન્કના 12માંથી 11 શેરમાં તેજી જોવા મળી છે.

આજે Nifty 1.65% વધીને 24,541.15 પર બંધ થયો હતો. એટલે કે જ્યારે પણ નિફ્ટી 200 DEMA ઉપર બંધ થયો છે ત્યારે તેમાં ત્યાર બાદ મોટો વધારો જોવા મળ્યો છે.

શુક્રવારે પણ નિફ્ટી 200 DEMA ઉપર બંધ થયો છે. DEMA નો મતલબ Double Exponential Moving Average થાય છે. જે ટેકનિકલ સૂચક છે જે વેપારીઓને સિક્યોરિટીઝ અને એસેટ્સમાં ભાવની હિલચાલ અને વલણોનું વિશ્લેષણ કરવામાં મદદ કરે છે. તે વેઇટેડ મૂવિંગ એવરેજ છે જે લેગ ઘટાડવા અને ભાવની વધઘટ ઘટાડવા માટે ઘાતાંકીય મૂવિંગ એવરેજ (EMA) ના સંયોજનનો ઉપયોગ કરે છે.

200 DEMA ઉપર બંધ થયા બાદ હવે ત્યાંથી 500 પોઈન્ટથી 2800 પોઈન્ટ્સની રેલી જોવા મળી છે. એટલે કે હવે નિફ્ટી અહીંથી ઓછામાં ઓછા 500 પોઈન્ટ વધીને લગભગ 3000 પોઈન્ટ સુધી જશે અને પછી મોટું કરેક્શન કરશે.

શુક્રવારે નિફ્ટી પર વિપ્રો, LTIMindtree, ટેક મહિન્દ્રા, M&M અને ટાટા મોટર્સ નિફ્ટીમાં ટોપ ગેઇનર્સમાં હતા, જ્યારે સન ફાર્મા, SBI લાઈફ ઈન્સ્યોરન્સ, ડિવિસ લેબ્સ, HDFC લાઈફ અને મારુતિ સુઝુકીમાં ઘટાડો થયો હતો.

નોંધ: અહીં આપેલી માહિતી માત્ર જાણકારીના હેતુથી આપવામાં આવી છે, અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે બજારમાં રોકાણ બજારના જોખમોને આધીન છે. આથી રોકાણકાર કરતા પહેલા હંમેશા નિષ્ણાતની સલાહ લો.Tv9 ગુજરાતી ક્યારેય કોઈને રોકાણ સંબંધીત સલાહ આપતું નથી.
