ફાઉન્ડેશન લગાવતી વખતે આ 5 ભૂલ મેકઅપનો લુક બગાડી શકે છે ?
મેકઅપ ગમે તેટલો મોંઘો હોય, જો ફાઉન્ડેશન યોગ્ય રીતે લગાવવામાં ન આવે તો આખો લુક બગડી શકે છે. કેટલીક નાની ભૂલો પેચી મેકઅપ, કેકી ફિનિશ, ઓક્સિડેશન અથવા સ્કિન ટોન કરતાં અલગ રંગ દેખાવા પાછળ કેટલીક નાની ભૂલો જવાબદાર હોઈ શકે છે.

સ્કિન પ્રેપ કર્યા વગર સીધું ફાઉન્ડેશન લગાવવું : ફાઉન્ડેશન લગાવતા પહેલા સ્વચ્છ અને મોઇશ્ચરાઇઝ્ડ ત્વચા હોવી મહત્વપૂર્ણ છે. જો ત્વચા ખૂબ જ શુષ્ક હોય, તો ફાઉન્ડેશન કેટલીક જગ્યાએ જમા થઈ શકે છે અને ચહેરો ફ્લેકીંગ દેખાઈ શકે છે. તેથી, મેકઅપ કરતા પહેલા તમારા ચહેરાને સાફ કરો અને તમારી ત્વચાના પ્રકાર અનુસાર મોઇશ્ચરાઇઝર લગાવો. જો તમે દિવસ દરમિયાન મેકઅપ કરી રહ્યા છો, તો સનસ્ક્રીન ભૂલશો નહીં. (Image Source | iStock)

ખોટો શેડ પસંદ કરવો : ફાઉન્ડેશનનો શેડ ચોઈસ કરતી વખતે હાથ પર લગાનવીને ટેસ્ટ કરવું હા સામાન્ય ભૂલ હોય છે. હાથ અને ચેહરા પરના સ્કિનનો કલર અલગ હોઈ શકે છે. ફાઉન્ડેશન જડબાની રેખા પાસે અથવા ગરદનની નજીક ટેસ્ટ કરવું વધુ સારું માનવામાં આવે છે. યોગ્ય શેડ એવો હોવો જોઈએ જે ત્વચામાં સરળતાથી ભળી જાય અને ચહેરા અને ગરદન વચ્ચે સ્પષ્ટ રંગ તફાવત ન દેખાય. (Image Source | iStock)

એકસાથે વધારે ફાઉન્ડેશન લગાવવું : ચહેરા પરના ડાઘ અથવા પિમ્પલ્સ છુપાવવા માટે ઘણી મહિલાઓ શરૂઆતથી જ ફાઉન્ડેશનનું જાડું લેયર લગાવે છે. જેના કારણે ચહેરો નેચરલ દેખાવાને બદલે કેકી લાગી શકે છે. તેના બદલે થોડું ફાઉન્ડેશન લઈને પાતળું લેયર લગાવો. જરૂર લાગે તો બીજું હળવું લેયર લગાવી શકાય છે. જે ભાગમાં વધુ કવરેજની જરૂર હોય ત્યાં કન્સીલરનો ઉપયોગ કરવો વધુ યોગ્ય બની શકે છે. (Image Source | iStock)

ફાઉન્ડેશનને યોગ્ય રીતે બ્લેન્ડ ન કરવું : ચહેરા પર ફાઉન્ડેશન લગાવવું અને તેને યોગ્ય રીતે બ્લેન્ડ કરવું બંને અલગ બાબતો હોય છે. નાકની બાજુમાં, વાળની હેરલાઇન પાસે, જોલાઇન અને ગળાના ભાગમાં ફાઉન્ડેશન સારી રીતે બ્લેન્ડ ન કરવામાં આવે તો મેકઅપ બેઝ અસમાન દેખાઈ શકે છે. બ્રશ, મેકઅપ સ્પોન્જ અથવા આંગળીઓનો ઉપયોગ કરતી વખતે ટેપિંગ અને બ્લેન્ડિંગ મોશન અપનાવો. ખાસ કરીને જોલાઇન પાસે ફાઉન્ડેશનની કિનારી દેખાઈ ન જાય તેનું ધ્યાન રાખો. (Image Source | iStock)

સ્કિન ટાઇપ પ્રમાણે ફાઉન્ડેશન પસંદ ન કરવું : દરેક ફાઉન્ડેશન દરેક પ્રકારની ત્વચા માટે યોગ્ય હોય તે જરૂરી નથી. ડ્રાય સ્કિન માટે ખૂબ જ મેટ ફાઉન્ડેશનનો ઉપયોગ કરવામાં આવે તો ત્વચા વધુ સૂકી દેખાઈ શકે છે. એ જ રીતે ઓઇલી સ્કિન પર ખૂબ ડ્યૂઇ અથવા વધુ મોઇશ્ચરાઇઝિંગ બેઝનો ઉપયોગ કરવાથી મેકઅપ ઝડપથી સરકી શકે છે. તેથી ફાઉન્ડેશન પસંદ કરતી વખતે તમારી સ્કિન ટાઇપ, હવામાન અને મેકઅપનો પ્રસંગ ધ્યાનમાં લો. રોજિંદા મેકઅપ માટે હળવું કવરેજ અને નેચરલ ફિનિશ આપતું ફાઉન્ડેશન ઘણીવાર વધુ આરામદાયક રહે છે. (Image Source | iStock)

નોંધ : અહીં આપવામાં આવેલી માહિતી રિપોર્ટ્સ પર આધારિત છે. TV9 ગુજરાતી કોઈપણ પ્રકારની માહિતીને સમર્થન આપતું નથી. (Image Source | iStock)
આ પણ વાંચો, મુસાફરી થશે સસ્તી! ફ્લાઇટથી લઈને હોટેલ બુકિંગ સુધી તમારા પૈસા બચાવશે Google AI, જાણો કેવી રીતે
