AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

CCTV Video : ગોલ્ડ શોરૂમમાં ધોળા દિવસે ₹30 કરોડથી વધુની લૂંટ, 9 સશસ્ત્ર શખ્સોએ કર્મચારીઓને બનાવ્યા બંધક

બિહારના બેતિયામાં સેન્કો ગોલ્ડ શોરૂમમાં ₹30 કરોડથી વધુના દાગીનાની ધોળા દિવસે સશસ્ત્ર લૂંટ થઈ. 8-9 હથિયારધારી શખ્સોએ કર્મચારીઓને બંધક બનાવી આ ઘટનાને અંજામ આપ્યો. સીસીટીવીમાં કેદ થયેલી આ ઘટનાથી શહેરની સુરક્ષા વ્યવસ્થા પર ગંભીર સવાલો ઉભા થયા છે. પોલીસે સીસીટીવી ફૂટેજ આધારે તપાસ શરૂ કરી છે.

CCTV Video : ગોલ્ડ શોરૂમમાં ધોળા દિવસે ₹30 કરોડથી વધુની લૂંટ, 9 સશસ્ત્ર શખ્સોએ કર્મચારીઓને બનાવ્યા બંધક
| Updated on: Nov 18, 2026 | 10:10 PM
Share

બિહારના બેતિયામાં ધોળા દિવસે કરોડો રૂપિયાની લૂંટની સનસનાટીભરી ઘટના સામે આવી છે. શહેરના સૌથી વ્યસ્ત વિસ્તારોમાંના એક સુપ્રિયા સિનેમા રોડ પર આવેલા સેન્કો ગોલ્ડ એન્ડ ડાયમંડ શોરૂમને સશસ્ત્ર લૂંટારુઓએ નિશાન બનાવ્યો હતો. બુધવારે બપોરના સમયે આશરે 8થી 9 હથિયારધારી શખ્સો શોરૂમમાં ઘૂસી આવ્યા હતા અને કર્મચારીઓને બંધક બનાવીને લૂંટ ચલાવી હતી. પ્રાથમિક અંદાજ મુજબ, આ લૂંટમાં ₹30 કરોડથી વધુની કિંમતના સોના, ચાંદી અને હીરાના દાગીના ચોરાયા હોવાની આશંકા છે.

મળતી માહિતી મુજબ, શોરૂમમાં પ્રવેશતાની સાથે જ લૂંટારુઓએ કર્મચારીઓને હથિયારો બતાવીને ડરાવ્યા હતા અને તમામને એક જગ્યાએ બંધક બનાવી દીધા હતા. આ દરમિયાન કેટલાક કર્મચારીઓએ વિરોધ કરવાનો પ્રયાસ કરતાં તેમની સાથે મારપીટ કરવામાં આવી હતી. શોરૂમમાં ફરજ બજાવતા સુરક્ષા ગાર્ડને પણ ગંભીર ઈજા પહોંચી હતી. લૂંટારુઓએ પિસ્તોલના બટથી તેના માથા પર હુમલો કર્યો હોવાનું સામે આવ્યું છે.

શોરૂમના બંને માળમાંથી દાગીના લૂંટીને ફરાર

લૂંટારુઓએ શોરૂમના બંને માળમાં રાખેલા સોના, ચાંદી અને હીરાના દાગીના એકત્રિત કર્યા હતા. ત્યારબાદ હથિયારોના જોરે કર્મચારીઓને ડરાવીને ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયા હતા. સમગ્ર ઘટનાક્રમ શોરૂમમાં લગાવવામાં આવેલા CCTV કેમેરામાં કેદ થયો છે. ફૂટેજમાં લૂંટારુઓ હથિયારો સાથે શોરૂમમાં પ્રવેશતા અને કર્મચારીઓને કાબૂમાં લેતા જોવા મળ્યા હોવાનું જાણવા મળ્યું છે.

પોલીસના ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા

ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસ સહિત જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. ડીઆઈજી, એસપી, ડીએસપી સહિતના અધિકારીઓએ શોરૂમની મુલાકાત લઈને તપાસ શરૂ કરી હતી. પોલીસે CCTV ફૂટેજ કબજે કરીને લૂંટારુઓની ઓળખ કરવા માટે તપાસ હાથ ધરી છે. આરોપીઓની સંખ્યા 8થી 9 હોવાની પ્રાથમિક માહિતી સામે આવી છે.

₹30 કરોડથી વધુની લૂંટનો અંદાજ

શોરૂમમાંથી કેટલા પ્રમાણમાં સોનું, ચાંદી અને હીરાના દાગીના લૂંટાયા છે તેની ચોક્કસ વિગતો હજુ સુધી સામે આવી નથી. જોકે, પ્રાથમિક અંદાજ પ્રમાણે લૂંટાયેલા દાગીનાની કિંમત ₹30 કરોડથી વધુ હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. દાગીનાની ચોક્કસ કિંમત જાણવા માટે શોરૂમના માલિક અને કર્મચારીઓ દ્વારા સ્ટોકની ગણતરી કરવામાં આવી રહી છે.

દિવસે થયેલી લૂંટથી સુરક્ષા વ્યવસ્થા સામે સવાલો

બેતિયાના સૌથી વ્યસ્ત વિસ્તારમાં ધોળા દિવસે આટલી મોટી લૂંટની ઘટના બનતાં શહેરમાં ચકચાર મચી ગઈ છે. ભરચક વિસ્તારમાં હથિયારધારી શખ્સો શોરૂમમાં ઘૂસી જાય અને કરોડો રૂપિયાના દાગીના લૂંટીને ફરાર થઈ જાય તેનાથી સ્થાનિક સુરક્ષા વ્યવસ્થા સામે ગંભીર સવાલો ઊભા થયા છે. બીજી તરફ, પોલીસે આરોપીઓને વહેલી તકે ઝડપી પાડવા માટે તપાસ તેજ કરી છે.

શંકરસિંહ વાઘેલાના આદિવાસીઓને બિન-હિન્દુ ગણાવતા નિવેદનથી ગુજરાતમાં રાજકીય ગરમાવો

Follow Us
g clip-path="url(#clip0_868_265)">