Roti Tacos Recipe : વધેલી રોટલીમાંથી બનાવો હેલ્ધી અને ટેસ્ટી મેક્સિકન ટાકોઝ
વધેલી રોટલી લોકો ફેંકી દેતા હોય છે. ત્યારે આજે અમે તમને વધેલી રોટલીમાંથી હેલ્ધી અને ટેસ્ટી મેક્સિકન ટાકોઝ બનાવવાની સરળ રેસિપી જણાવશું.

વધેલી રોટલીમાંથી ટાકોઝ બનાવવા માટે વધેલી રોટલી, બાફેલા બટાકા, ડુંગળી, શિમલા મરચું, ગાજર, સ્વીર્ટ કોર્ન,બટર, શેઝવાન ચટણી, લીલુ મરચું સહિતની સામગ્રીની જરુર પડશે.

રોટલીના ટાકોઝ બનાવવા માટે સૌથી પહેલા બટાકાને બાફી લો. ત્યારબાદ તેને છીણી લો. ત્યારબાદ તેમાં ઝીણી કાપેલી ડુંગળી, શિમલા મરચું, કાપેલું ગાજર, સ્વીર્ટ કોર્ન, લીલું મરચું સહિત બધુ મિક્સ કરી લો. તમે ઈચ્છો તો બટાકાની જગ્યાએ પનીરનો પણ ઉપયોગ કરી શકો છો.

ત્યારબાદ મિશ્રણમાં ચીલી સોસ, સ્વાદ અનુસાર મીઠું, સંચળ, લાલ મરચું અને ચીલિ ફ્લેક્સ સહિતની વસ્તુઓ ઉમેરી બરાબર મિક્સ કરી લો.

હવે રોટલી ઉપર શેઝવાન ચટણી લગાવી લો. તેમાં ટામેટાનો સોસ લગાવી લો. ત્યારબાદ તેની અંદર તૈયાર કરેલા મિશ્રણને ઉમેરો. હવે તેમાં ચીઝ ઉમેરી રોટલીને ફોલ્ડ કરી લો.

ત્યારબાદ તવા પર બટર લગાવી ટાકોઝને બંન્ને સાઈડથી ગોલ્ડન થાય ત્યાં સુધી શેકી લો. ત્યારબાદ તેમાં ચટણી અને ટામેટાના સોસ સાથે સર્વ કરી શકો છો.

































































