Business Idea : ₹30,000થી શરૂ કરેલો આ બિઝનેસ એટલું કમાઈ આપશે કે નોકરી કરવાની જરૂર જ નહીં પડે!
'રમકડા' આ એક એવી વસ્તુ છે કે જે આપણા બાળપણની યાદોને જીવંત રાખે છે. એવામાં જો તમે રમકડાનો બિઝનેસ શરૂ કરો તો? હવે તમારા મનમાં પ્રશ્ન હશે કે, આ વ્યવસાય શરૂ કરવા માટે કેટલાનું રોકાણ કરવું અને મહિને આવક કેટલી?

આજના સમયમાં ટોય શોપ બિઝનેસ એ ખૂબ જ લોકપ્રિય અને નફાકારક વ્યવસાય બની રહ્યો છે. આ બિઝનેસ આમ ભલે નાનકડો હોય પણ તેમાં કમાણી ખૂબ જ તગડી છે. આ બિઝનેસ થકી તમે મહિને ₹30,000 સુધીની આવક મેળવી શકો છો.

ટોય શોપ શરૂ કરવા માટે પ્રારંભિક રોકાણ લગભગ ₹30,000થી ₹50,000 જેટલું હોય છે. જો દુકાન ભાડે લઈ રહ્યા છો તો તેનું ભાડું મહિને અંદાજિત ₹10,000 કે ₹15,000 જેટલું હોઈ શકે છે.

સૌપ્રથમ તો આ બિઝનેસનો સ્ટોક ખરીદવા માટે તમારે ઓછામાં ઓછું ₹20,000 જેટલું રોકાણ કરવું પડશે. આ ઉપરાંત શેલ્ફ, ડિસ્પ્લે સ્ટેન્ડ અને બિલિંગ કાઉન્ટર જેવી પ્રાથમિક વ્યવસ્થાઓ માટે પણ ₹5,000થી ₹10,000નો ખર્ચ આવી શકે છે.

બિઝનેસ શરૂ થયા પછી તમે ₹1,500થી ₹3,000 જેટલું રોજનું વેચાણ કરી શકો છો. આમાં તમારો રોજનો સરેરાશ નફો ₹500થી ₹800 જેટલો હોઈ શકે છે. ટૂંકમાં કહીએ તો, મહિને તમે ₹20,000 થી ₹30,000 જેટલું અંદાજિત કમાઈ શકો છો. ખાસ કરીને દિવાળી, સ્કૂલ વેકેશન કે કોઈ ખાસ અવસર-પ્રસંગે આ આવકમાં વધારો થઈ શકે છે.

જો કે, દુકાન શરૂ કરવા માટે કેટલીક મહત્ત્વપૂર્ણ બાબતો ધ્યાનમાં રાખવા જેવી છે. જો દુકાન ભાડેથી લઈ રહ્યા છો તો ભાડાનામું અથવા માલિકી દસ્તાવેજ, આધાર કાર્ડ, પાન કાર્ડ જેવા ઓળખપત્રો, સ્થાનિક મ્યુનિસિપલ લાઈસન્સ વગેરે જરૂરી દસ્તાવેજો કઢાવવા પડે છે. આ સિવાય GST રજીસ્ટ્રેશન પણ કરાવવું જરૂરી છે.

રમકડાના વ્હોલસેલ ખરીદ માટે તમે અમદાવાદ, સુરત, રાજકોટ જેવા શહેરોમાં આવેલ ટોય માર્કેટમાં જઈ શકો છો. તેના સિવાય દિલ્હીનું સદર બજાર અથવા મુંબઈનું ક્રોફર્ડ માર્કેટ પણ વ્હોલસેલ ખરીદી માટે ખ્યાતનામ છે.

જો તમે ટોય શોપ જેવી દુકાન શરૂ કરવા માંગતા હોવ, તો એવી જગ્યા પસંદ કરો કે જ્યાં બાળકોની અવરજવર વધારે હોય, જેમ કે સ્કૂલ, નર્સરી, પાર્ક કે ટ્યુશન ક્લાસની આસપાસ. આવી જગ્યા બિઝનેસ માટે ખૂબ ફાયદાકારક સાબિત થઈ શકે છે, કારણ કે ત્યાં ટાર્ગેટ કસ્ટમર એટલે કે બાળકો અને તેમના પેરન્ટ્સ વારંવાર આવતા રહે છે.

માર્કેટિંગ માટે Instagram, WhatsApp Status, Facebook Page જેવા પ્લેટફોર્મનો ઉપયોગ કરો. દુકાન પર રંગીન લાઈટ્સ, બેનર અને મૂવિંગ રમકડાંનું ડિસ્પ્લે સેટ કરો, જેથી બાળકોનું ધ્યાન આકર્ષાય. દરેક ખરીદી પર સારી ઓફર આપો અને 'Buy 1 Get 1 Free' જેવી સ્કીમ પણ બહાર પાડો.

જો તમે નવા છો તો શરૂઆતમાં ઓછા બજેટના ટોય જેમ કે પઝલ, કાર, બ્લોક્સ, બાલભારતી પુસ્તકો વગેરે વેચવાનું શરૂ કરો. ધીરે ધીરે વેચાણ વધારતાં જાઓ અને ગ્રાહકોની પસંદગી અનુસાર સ્ટોક અપડેટ કરો.

સોશિયલ મીડિયાના માધ્યમથી તમારા બિઝનેસને અલગ વેગ આપો. ટોય શોપ બિઝનેસ એ એક એવી તક છે કે જેમાં નાના રોકાણથી પણ તમે સારો નફો કમાઈ શકો છો.
બિઝનેસ આઈડિયા એટલે કે અપના કામ ફુલ આરામ, એ એક એવો ખ્યાલ છે, જેનો ઉપયોગ વ્યવસાયમાં નાણાકીય લાભ અથવા નફો મેળવવા માટે થઈ શકે છે. બિઝનેસ કે સ્ટાર્ટ અપને લગતા નવીન સમાચારો વિશે જાણવા માટે હમણાં જ અહીંયા ક્લિક કરો.
