કાનુની સવાલ : કારણ વગર પત્ની તેમના પતિ અને સાસરિયાઓથી અલગ રહે, તો તે ભરણપોષણ મેળવવા માટે હકદાર નથી ?
કોઈ કારણ વગર પત્ની તેમના પતિથી અલગ રહે છે તો ભરણપોષણ આપવામાં આવશે નહીં એક મહત્વપૂર્ણ નિર્ણયમાં, અલ્હાબાદ હાઈકોર્ટે જણાવ્યું હતું કે જે પત્ની કોઈ વાજબી કારણ વગર પોતાના પતિ અને સાસરિયાઓથી અલગ રહે છે તે ભરણપોષણ મેળવવા માટે હકદાર નથી.

અલ્હાબાદ હાઈકોર્ટે પતિ-પત્નીના વિવાદમાં ફેમિલી કોર્ટ દ્વારા પત્નીને ભરણપોષણ આપવાનો આદેશ રદ્દ કરતા કહ્યું હતું કે, કોઈ પણ વ્યાજબી કારણ વગર સાસરિયા અને પતિથી અલગ રહેતી પત્નીને ભરણપોષણ આપી શકાય નહી. ન્યાયાધીશ સુભાષ ચંદ્ર શર્માએ ફેમિલી કોર્ટના આદેશને રદ કર્યો હતો જેમાં પત્નીને ભરણપોષણ ચૂકવવાનો નિર્દેશ આપવામાં આવ્યો હતો.

અરજદારના વકીલે દલીલ કરી હતી કે, અરજદારની પત્ની નિશા અગ્રવાલ લગ્ન પછી તરત જ તેના નાના બાળક સાથે સાસરિયાનું ઘર છોડીને તેના માતાપિતાના ઘરે રહેવા લાગી હતી અને તેના પતિના કેટલાક પ્રયાસો છતાં, તે પાછા આવવા માટે સંમત થઈ ન હતી. તેમણે કોર્ટને જણાવ્યું હતું કે, મધ્યસ્થી દરમિયાન પણ, પત્નીએ તેના પતિ સાથે જવાનો સ્પષ્ટ ઇનકાર કર્યો હતો.

વકીલે કહ્યું કે, પત્નીને ભરણપોષણ માટે ફેમિલી કોર્ટ મેરઠના સમક્ષ સીઆરપીસીની કલમ-125 હેઠળ કેસ દાખલ કર્યો હતો. તેના આદેશમાં, ફેમિલી કોર્ટે પત્નીને પતિથી અલગ રહેવા માટે કોઈ માન્ય કારણ શોધી કાઢ્યું ન હતું.

તેમ છતાં, સહાનુભૂતિના આધારે માસિક 8,000 રૂપિયાનું ભરણપોષણ નક્કી કરવામાં આવ્યું હતું, જે CrPCની કલમ 125(4) ની જોગવાઈનું ઉલ્લંઘન છે.

હાઈકોર્ટે પતિની દેખરેખ અરજી સ્વીકારીને, 17 ફેબ્રુઆરીના રોજ ફેમિલી કોર્ટના આદેશને ભરણપોષણની મૂળભૂત જોગવાઈઓથી વિપરીત ગણાવીને રદ કર્યો અને કેસને ફરીથી નિર્ણય માટે ફેમિલી કોર્ટ, મેરઠમાં મોકલવાનો નિર્દેશ આપ્યો હતો.

અલ્હાબાદ હાઈકોર્ટે કહ્યું કે, જો કોઈ મહિલા કોઈ નક્કર અને માન્ય કારણ વગર તેના પતિથી અલગ રહે છે, તો તે ભરણપોષણ મેળવવા માટે હકદાર રહેશે નહીં. મેરઠના રહેવાસી વિપલ અગ્રવાલની અરજી પર સુનાવણી કરતી વખતે આ નિર્ણય આપવામાં આવ્યો.

પત્ની પતિ અને સાસરિયાઓથી અલગ રહે તો ભરણપોષણ મેળવવા માટે હકદાર નહી

(Disclaimer: જો તમારી પાસે કોઈ ચોક્કસ કેસ હોય તો કાનૂની નિષ્ણાત (વકીલ) ની સલાહ લેવી સલાહભર્યું છે. અહીં આપેલી માહિતી ફક્ત કોર્ટના નિર્ણયો અને કલમોને આધારે આપવામાં આવી છે. તમારે કોઈ કેસ માટે જાણવું હોય તો યોગ્ય વકીલની સલાહ લઈ શકો છો.)(All Image Symbolic ,canva)
કાનૂની સલાહ લેવા માટે વકીલો પહેલા હકીકતોનું વિશ્લેષણ કરે છે અને પછી બીજી વ્યક્તિને કહે છે કે કયા ક્રમમાં શું કરવું. કાનુની સલાહ લેવા માટે તમે વકીલનો સંપર્ક કરી શકો છો. તમે નિષ્ણાત અથવા વ્યાવસાયિક સલાહકારનો સંપર્ક કરી શકો છો. તમે ઓનલાઈન કાનૂની સલાહ સેવાઓનો લાભ લઈ શકો છો. તમે રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તામંડળ (NALSA) નો પણ સંપર્ક કરી શકો છો. લીગલ એડવાઈઝની સ્ટોરી વાંચવા માટે અહીં ક્લિક કરો.
