AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

તમારા લેપટોપમાં વાયરસ નથી ને.. આ 4 એલર્ટ દેખાય તો ચેતી જજો, નહીં તો મોટી મુશ્કેલી!

લેપટોપમાં વાયરસ આવવું સામાન્ય છે, પણ તે તમારા ડેટાને નુકસાન પહોંચાડી શકે છે. એવા કેટલાક એલર્ટ છે જે તમને જણાવે છે કે તમારા લેપટોપમાં વાયરસ છે.

| Updated on: Nov 22, 2025 | 3:47 PM
Share
લેપટોપમાં વાયરસ આવવું સામાન્ય બાબત છે, ખાસ કરીને જ્યારે તમે ઇન્ટરનેટનો ઉપયોગ કરો છો અથવા USB દ્વારા ડેટા ટ્રાન્સફર કરો છો. પરંતુ જો સમયસર ધ્યાન ન આપો તો તે તમારા મહત્વપૂર્ણ ડેટાને નુકસાન પહોંચાડી શકે છે. અહીં અમે તમને જણાવી રહ્યા છીએ કે કેવી રીતે તમે જાણી શકો કે તમારી સિસ્ટમમાં વાયરસ છે કે નહીં અને તેની અટકાવવાની રીતો શું છે.

1 / 6
1. લેપટોપ વારંવાર ક્રેશ થવું : જો તમારું લેપટોપ કોઈ ખાસ કારણ વગર વારંવાર ક્રેશ થઈ જાય અથવા એપ્લિકેશન પ્રતિસાદ આપવાનું બંધ કરે, તો સમજો કે સિસ્ટમમાં વાયરસ અથવા માલવેર પ્રવેશી ગયું છે. આવા વાયરસ સિસ્ટમની ફાઇલોમાં ભંગાણ પેદા કરી લેપટોપને અનેક વાર રિસ્ટાર્ટ થવા મજબૂર કરે છે.

2 / 6
2. ઇન્ટરનેટ વગર પણ પોપ-અપ જાહેરાતો દેખાવા : જો તમારી સિસ્ટમ ઇન્ટરનેટ સાથે કનેક્ટેડ ન હોય છતાં સ્ક્રીન પર પોપ-અપ જાહેરાતો દેખાઈ રહી હોય, તો તે સ્પષ્ટ સંકેત છે કે લેપટોપમાં વાયરસ છે. આવી જાહેરાતો પર ક્લિક કરવું જોખમી હોઈ શકે છે, કારણ કે તે તમારા ડેટાને નુકસાન પહોંચાડે છે અથવા વધુ માલવેર ડાઉનલોડ કરી શકે છે.

3 / 6
3. અચાનક સ્લો પરફોર્મન્સ : જો લેપટોપ અચાનક ધીમું થઈ જશે, પ્રોગ્રામ ખૂલવામાં સમય લાગશે, ફાઇલો લોડ થવામાં વિલંબ થશે અથવા CPU–RAM નો ઉપયોગ અચાનક 70 થી 80% સુધી વધી જશે તો તે પણ વાયરસનો ઇશારો હોઈ શકે છે. માલવેર સિસ્ટમના રિસોર્સનો દુરૂપયોગ કરી પ્રદર્શનને અસર કરે છે.

4 / 6
4. ફાઇલો અને સેટિંગ્સમાં અચાનક ફેરફાર : જો તમારી મહત્વપૂર્ણ ફાઇલો ગાયબ થવા લાગે, ફાઇલનું નામ બદલાઈ જાય અથવા સિસ્ટમમાં અજાણી ફાઇલો-ફોલ્ડર્સ દેખાય, તો સમજો કે બેકગ્રાઉન્ડમાં ખતરનાક વાયરસ કામ કરી રહ્યો છે. આવા વાયરસ સેટિંગ્સમાં અનચાહા ફેરફારો પણ કરી શકે છે.

5 / 6
લેપટોપમાંથી વાયરસ કેવી રીતે દૂર કરવો? : જો તમારી સિસ્ટમમાં એન્ટીવાયરસ ઇન્સ્ટોલ ન હોય, તો પહેલા પ્રતિષ્ઠિત કંપનીનું સોફ્ટવેર ખરીદો. ઇન્સ્ટોલ કર્યા પછી ફૂલ સિસ્ટમ સ્કેન ચલાવો : સ્કેન પૂર્ણ થયા બાદ સોફ્ટવેર તમને બતાવશે કે વાયરસને કેવી રીતે દૂર કરવો. યાદ રાખો વાઇલસ દૂર કરવામાં વિલંબ અથવા બેદરકારી તમારા મહત્વપૂર્ણ ડેટાને જોખમમાં મૂકી શકે છે.

6 / 6
g clip-path="url(#clip0_868_265)">