જાણો ક્યું મીઠું ખાવુ આરોગ્ય માટે છે ફાયદાકારક, જાણીને તમે પણ રહી જશો દંગ
મીઠું આપણા રસોડાનો એક અગત્યનો મસાલો છે. દરેક વાનગીમાં મીઠું અવશ્ય નાખવામાં આવે છે. મીઠામાં સોડિયમ હોય છે. જેના કારણે શરીરના કોષો યોગ્ય રીતે કાર્ય કરે છે. આ ઉપરાંત તે ઇલેક્ટ્રોલાઇટ્સનું સંતુલન જાળવવામાં મદદ કરે છે. બજારમાં અનેક પ્રકારનું મીઠું મળી રહે છે. પરંતુ ક્યું મીઠુ ખાવુ શરીર માટે ફાયદાકારક છે તે જોઈશુ.

સાધારણ મીઠું : સામાન્ય મીઠું દરેક ઘરના રસોડામાં જોવા મળે છે. મીઠાને બનાવવા માટે ઘણી પ્રક્રિયાઓમાંથી પસાર થવું પડે છે. બાળકોના વિકાસ માટે સામાન્ય મીઠું ખૂબ જ જરૂરી છે. જો કે, વધુ પડતું મીઠું પણ નુકસાન પહોંચાડી શકે છે.

સિંધવ મીઠું : દરેક ઉપવાસ અને તહેવાર દરમિયાન સિંધવ મીઠું ખાવામાં આવે છે. તેને ગુલાબી મીઠા તરીકે પણ ઓળખવામાં આવે છે. તેમાં લગભગ 84 પ્રકારના મિનરલ્સ મળી આવે છે, જે શરીર માટે ખૂબ જ જરૂરી છે. તેનું સેવન કરવાથી શરીરમાં શુગર લેવલ, બ્લડ સેલ્સના pH લેવલને બેલેન્સ કરવામાં મદદ કરે છે અને માંસપેશીઓના દુખાવામાં રાહત આપે છે.

દરિયાઈ મીઠું : દરિયાઈ મીઠું પાણીને વરાળમાં ફેરવવાની પ્રક્રિયા દ્વારા બનાવવામાં આવે છે. તેમાં સોડિયમની ઉણપ અને આયોડિનનું પ્રમાણ વધુ છે. આ મીઠું ઝડપથી ઓગળી જાય છે.

કાળું મીઠું : તેને બનાવવામાં અનેક પ્રકારના મસાલા અને ઝાડની છાલનો ઉપયોગ કરવામાં આવે છે. કાળું મીઠું પેટનું ફૂલવું, કબજિયાત, એસિડિટી અને પેટના ખેંચાણથી રાહત અપાવવામાં ખૂબ જ ફાયદાકારક છે.

આરોગ્ય નિષ્ણાતોના મતે ઓછા સોડિયમવાળું મીઠું વધુ ફાયદાકારક છે. દરિયાઈ અને રોક મીઠું બંને વધુ ફાયદાકારક છે. આ બંનેમાં સામાન્ય મીઠા કરતાં સોડિયમની માત્રા ઓછી હોય છે. તમે તમારા ભોજનમાં આ બંને મીઠાનો સમાવેશ કરી શકો છો.