Gujarati News » Photo gallery » Jammu and Kashmir Asias largest tulip garden to open from March 23 adorned with 1.5 million flowers see photos
જમ્મુ-કાશ્મીરઃ 23 માર્ચથી ખુલશે એશિયાનું સૌથી મોટું ટ્યૂલિપ ગાર્ડન, 15 લાખ ફૂલોથી શણગારવામાં આવ્યો આ બાગ, જુઓ તસવીરો
અધિકારીઓએ જણાવ્યું હતું કે જો હવામાન સારું અને ઠંડુ હોય એટલે કે 20 ડિગ્રીથી નીચે રહે તો રંગબેરંગી ફૂલોથી સજાવેલો આ ગાર્ડન 40 દિવસ સુધી ખુલ્લો રહી શકે છે.
કાશ્મીરમાં નવી સિઝનની શરૂઆત સાથે એશિયાનો સૌથી મોટો ટ્યૂલિપ ગાર્ડન 23 માર્ચથી સામાન્ય લોકો માટે ખુલશે. કાશ્મીરનું ટ્યૂલિપ ગાર્ડન જબરવાન પર્વતમાળાની તળેટીમાં આવેલું છે.
1 / 7
તેને એશિયાનું સૌથી મોટો ટ્યૂલિપ ગાર્ડન અથવા બાગ કહેવામાં આવે છે. તેની વિશેષતા એ છે કે, આ બગીચો 30 હેક્ટર વિસ્તારમાં ફેલાયેલો છે. કાશ્મીરમાં પ્રવાસીઓને આકર્ષવા માટે ઘણા રાજ્યોમાં પ્રવાસન વિભાગ દ્વારા પ્રમોશન શોનું પણ આયોજન કરવામાં આવી રહ્યું છે.
2 / 7
ટુરિઝમ વિભાગ ટ્યૂલિપ ફેસ્ટિવલનું આયોજન કરી રહ્યું છે. માર્ચ મહિનામાં કાશ્મીરના ટ્યૂલિપ ગાર્ડનને પ્રવાસીઓ માટે ખોલવાની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. અધિકારીઓએ જણાવ્યું કે 23 માર્ચથી આ ગાર્ડનને લોકો માટે ખોલવામાં આવશે.
3 / 7
આ વર્ષે ટ્યૂલિપ ગાર્ડનમાં ગયા વર્ષ કરતાં વધુ ટ્યૂલિપનું વાવેતર થયું છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર, આ વખતે ટ્યૂલિપ ગાર્ડનમાં ઓછામાં ઓછા 15 લાખ ટ્યૂલિપ ફૂલોનું વાવેતર કરવામાં આવ્યું છે.
4 / 7
આ વર્ષે ટ્યૂલિપ ગાર્ડનમાં ગયા વર્ષ કરતાં વધુ ટ્યૂલિપનું વાવેતર થયું છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર, આ વખતે ટ્યૂલિપ ગાર્ડનમાં ઓછામાં ઓછા 15 લાખ ટ્યૂલિપ ફૂલોનું વાવેતર કરવામાં આવ્યું છે.
5 / 7
ટ્યૂલિપ ગાર્ડનના ઈન્ચાર્જ ડૉ. ઈનામના જણાવ્યા અનુસાર આ વખતે બે લાખ વધારાના ટ્યૂલિપ્સનું વાવેતર કરવામાં આવ્યું છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે જો હવામાન સારું અને ઠંડુ હોય એટલે કે 20 ડિગ્રીથી નીચે રહે તો રંગબેરંગી ફૂલોથી સજાવેલો આ ગાર્ડન 40 દિવસ સુધી ખુલ્લો રહી શકે છે.
6 / 7
ડોક્ટર ઇનામે કહ્યું કે, કોવિડ રોગચાળા માટે વહીવટીતંત્ર દ્વારા જાહેર કરવામાં આવેલી માર્ગદર્શિકાનું ધ્યાન રાખવામાં આવશે.