ચંદ્ર બાદ હવે ISROનું લક્ષ્ય હવે સૂર્ય, 26 ઓગસ્ટે લોન્ચ થશે ભારતનું પહેલુ સૂર્ય મિશન
ISRO Aditya L1 : 14 જુલાઈના રોજ ચંદ્રયાન 3 લોન્ચ કર્યા બાદ ઈસરો 30 જુલાઈએ એક સાથે 6 ઉપગ્રહો લોન્ચ કરશે. ગગયાન 1ની તૈયારીઓ વચ્ચે ઈસરો 26 ઓગસ્ટે ભારતનું પ્રથમ સૂર્ય મિશન (સોલાર મિશન) આદિત્ય 1 લોન્ચ કરશે. ચાલો જાણીએ આદિત્ય 1 મિશન વિશે.

ઈતિહાસમાં હમણા સુધી 27 સ્પેસક્રાફ્ટ સાથે 20 સોલાર મિશન થયા છે. હાલમાં દુનિયામાં 12 સોલાર મિશન પર કામ ચાલી રહ્યું છે અને 6 સોલાર મિશન અભ્યાસ હેઠળ છે.

14 જુલાઈના રોજ ચંદ્રયાન-3ના સફર લોન્ચિંગ બાદ ઈસરોનું ધ્યાન હવે સૂર્ય મિશન પર છે. ચંદ્રયાન-3 23 કે 24 ઓગસ્ટ સુધીમાં ચંદ્રની સપાટી પર પહોંચી જશે અને તેના ત્રણ દિવસ પછી ISRO સૂર્ય મિશન શરૂ લોન્ચ કરવાનું વિચારી રહ્યું છે. એવું માનવામાં આવે છે કે ભારતનું પ્રથમ સૂર્ય મિશન આદિત્ય એલ-1, 26 ઓગસ્ટના રોજ લોન્ચ કરવામાં આવશે.

સૂર્યનો અભ્યાસ કરવા માટે આદિત્ય-એલ1 મિશનની તૈયારીઓ ચાલી રહી છે. આદિત્ય સૂર્ય-પૃથ્વી પ્રણાલી પ્રભામંડળની ભ્રમણકક્ષાના લેગ્રેન્જ પોઈન્ટ-1 (L-1) ની આસપાસથી પસાર થશે. પૃથ્વીથી તેનું અંતર 1.5 મિલિયન કિમી છે. આ સ્થિતિમાંથી આ વાહન સૂર્યને સારી રીતે જોઈ શકશે. આ આદિત્ય સૂર્યની વિવિધ પ્રક્રિયાઓ જોઈ શકશે.

'આદિત્ય એલ-1' PSLV (પોલર સેટેલાઇટ લોન્ચ વ્હીકલ) દ્વારા અવકાશમાં છોડવામાં આવશે. એવું અનુમાન છે કે તેને તેના લક્ષ્યસ્થાન સુધી પહોંચવામાં ઓછામાં ઓછા 4 મહિનાનો સમય લાગશે.

ઈસરોનું અગાઉનું મિશન ચંદ્રયાન-2 નિષ્ફળ ગયું હતું. ચંદ્રયાન-3 મિશન પર વધારાનું ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું. ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ISRO) એ ભારતના સૌથી ભારે GSLV ચંદ્રયાન-3ને વહન કરતું અવકાશયાન લોન્ચ કર્યું. ઈસરો ગગનયાન મિશનને લઈને પણ તૈયારી કરી રહ્યું છે.