Vastu Tips: જો ઘર કે ફ્લેટ ખરીદો તો વાસ્તુ અનુસારના કેટલાંક નિયમો જાણી લો, નહીં તો પછતાશો
જ્યારે લોકો ઘર ખરીદે છે, ત્યારે તેઓ ફક્ત તેમના બજેટ અને ઘરના સ્ટ્રક્ચર પર ધ્યાન આપે છે. નોંધનીય છે કે, વાસ્તુ અનુસાર બહુ ઓછા લોકો ઘર ખરીદે છે. તો ચાલો જાણીએ, વાસ્તુ શાસ્ત્ર અનુસાર ઘર કે ફ્લેટ ખરીદતી વખતે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ.
ઘરનો મુખ્ય દરવાજો અથવા પ્રવેશદ્વાર ઉત્તર અથવા પૂર્વ દિશા તરફ હોવો શ્રેષ્ઠ માનવામાં આવે છે. મુખ્ય દરવાજો હંમેશા સ્વચ્છ, ખુલ્લો અને અવરોધ વિનાનો હોવો જોઈએ. ટૂંકમાં દરવાજાની સામે કોઈ થાંભલો, મોટું ઝાડ કે સીડી ન હોવી જોઈએ.
1 / 8
જો ફ્લેટ કે ઘર પૂર્વ દિશા અથવા ઉત્તર દિશા તરફ હોય તો તે વધુ શુભ માનવામાં આવે છે. ફ્લેટમાં પ્રાકૃતિક પ્રકાશ અને હવા યોગ્ય રીતે આવી જોઈએ.
2 / 8
રસોડું દક્ષિણ-પૂર્વ દિશામાં હોય તો શ્રેષ્ઠ માનવામાં આવે છે. ચૂલાની આગનું મુખ પૂર્વ તરફ હોવું જોઈએ. ધ્યાનમાં રાખો કે, રસોડું ક્યારેય ઉત્તર-પૂર્વ દિશામાં ન બનાવો. શૌચાલય અને બાથરૂમ ઉત્તર-પશ્ચિમ અથવા દક્ષિણ-પશ્ચિમ દિશામાં રાખવું જોઈએ. શૌચાલય ક્યારેય પૂજા સ્થળ કે રસોડા તરફ ન હોવું જોઈએ.
3 / 8
માસ્ટર બેડરૂમ દક્ષિણ-પશ્ચિમ દિશામાં હોય તો શુભ મનાય છે. તમારા પલંગની સામે અરીસો રાખવાનું ટાળો કારણ કે અરીસો ઊંઘ પર અસર કરે છે અને નકારાત્મક ઉર્જાને આમંત્રણ આપે છે. જો લિવિંગ રૂમ ઉત્તર કે ઉત્તર-પૂર્વ દિશામાં હોય, તો ઉર્જાનો પ્રવાહ સારો રહે છે.
4 / 8
પૂજા સ્થળ ઉત્તર-પૂર્વ ખૂણામાં હોવું જોઈએ. મૂર્તિઓનું મુખ પૂર્વ કે પશ્ચિમ તરફ રાખવું. જો ફ્લેટ લંબચોરસ અથવા ચોરસ આકારનો હોય તો તે શ્રેષ્ઠ ગણાય છે.
5 / 8
સીડીઓ દક્ષિણ-પશ્ચિમ અથવા દક્ષિણ દિશામાં હોય તો તે સારું કહેવાય. ફ્લેટની સામે લિફ્ટનો દરવાજો હોય તો તે શુભ માનવામાં આવતો નથી. પાણીની ટાંકી અથવા પાણીનો સ્ત્રોત ઉત્તર-પૂર્વમાં હોય તો સમજવું કે આ શુભ સંકેત છે. ફ્લેટની કે ઘરની ઉપરની ટાંકી દક્ષિણ-પશ્ચિમમાં રાખો.
6 / 8
એપાર્ટમેન્ટ ખરીદતી વખતે, એવો એપાર્ટમેન્ટ નંબર પસંદ કરો કે જે તમારી જન્મ તારીખ અથવા તો બીજા કોઈ ખાસ નંબર સાથે મેચ થાય. ઘર કેટલા માળ પર છે તે નક્કી કરવું પણ મહત્વપૂર્ણ છે.
7 / 8
ઘરનો પડછાયો પાડોશીના ઘર પર ન પડે તેનું ધ્યાન રાખો. આ ઉપરાંત, આસપાસનું વાતાવરણ સ્વચ્છ અને સકારાત્મક ઉર્જાથી ભરેલું હોવું જોઈએ. વાસ્તુશાસ્ત્ર અનુસાર, યોગ્ય દિશા અને ઉર્જા પ્રવાહ ધરાવતો ફ્લેટ સંપત્તિની સાથે-સાથે સુખ, શાંતિ અને સમૃદ્ધિ લાવે છે. આથી ઘર કે ફ્લેટ ખરીદતા પહેલા દિશા, વેન્ટિલેશન, રૂમનું સ્થાન અને મુખ્ય દરવાજાનું ખાસ ધ્યાન રાખો.
8 / 8
(આ લેખ સામાન્ય માહિતી અને માન્યતાઓ પર આધારિત છે. TV9 ગુજરાતી આની કોઈપણ રીતે પુષ્ટિ કરતું નથી.)
વાસ્તુશાસ્ત્ર એ પ્રકૃતિ અને ઉર્જાના નિયમો પર આધારિત ભારતીય સંસ્કૃતિનું એક પ્રાચીન વિજ્ઞાન છે, જેને મોટાભાગના હિંદુ ધર્મોમાં લોકો ઘર બનાવતી વખતે અથવા ઘરમાં વસ્તુઓ ગોઠવતી વખતે ધ્યાનમાં રાખવામાં આવે છે. વાસ્તુશાસ્ત્રની વધુ સ્ટોરી વાંચવા આ ટોપિકને ફોલો કરતા રહો.